Mumbai : સાંસદનો પીએ બોલું છું..200 પ્લેટ બિરયાની.....
- સાંસદ અરવિંદ સાવંતના અંગત પીએ તરીકે ફોન કર્યો
- પ્રખ્યાત 'બડે મિયાં' રેસ્ટોરન્ટના માલિક સાથે રૂ. 11.2 લાખથી વધુની છેતરપિંડી
- 200 પ્લેટ વેજ અને નોન-વેજ બિરયાની અને ગુલાબ જાંબુનો ઓર્ડર આપ્યો
Mumbai : મહારાષ્ટ્રના મુંબઈ (Mumbai)માં છેતરપિંડીનો અનોખો કિસ્સો સામે આવ્યો છે. જ્યાં સાંસદ અરવિંદ સાવંતના અંગત પીએ તરીકે બતાવીને પ્રખ્યાત 'બડે મિયાં' રેસ્ટોરન્ટના માલિક સાથે રૂ. 11.2 લાખથી વધુની છેતરપિંડી કરી હતી, જે રીતે છેતરપિંડી આચરવામાં આવી તેનાથી માલિક ચોંકી ઉઠ્યા હતા..
નકલી PA તરીકે દર્શાવીને છેતરપિંડી કરી
બુધવારે શિવસેનાના UBT સાંસદ અરવિંદ સાવંતનો અંગત સહાયક તરીકે ઢોંગ કરવાના આરોપમાં એક વ્યક્તિની અટકાયત કરવામાં આવી હતી. તેના પર મુંબઈની પ્રખ્યાત બડેમિયા રેસ્ટોરન્ટના માલિક સાથે 11.2 લાખ રૂપિયાથી વધુની છેતરપિંડી કરવાનો આરોપ છે. પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર, શંકાસ્પદ સૂરજ આર કલાવે કથિત રીતે રેસ્ટોરન્ટમાંથી ભોજનની અનેક પ્લેટ મંગાવી હતી અને ફરિયાદીની પુત્રીને સરકારી લો કોલેજમાં એડમિશન અપાવવાનું વચન આપ્યું હતું.
આ પણ વાંચો---- 'મેરા અગલા ટાર્ગેટ મુકેશ અંબાણી' ધનાઢ્ય ઉદ્યોગપતિને મળી ધમકી
ડિલિવરી 27 દિવસ સુધી ચાલુ રહી
રેસ્ટોરન્ટના માલિક જમાલ મોહમ્મદ યાસીન શેખે થોડા દિવસો પહેલા ફરિયાદ નોંધાવી હતી. શેખે જણાવ્યું કે ગયા મહિને કલાવે તેમનો સંપર્ક કર્યો અને સાંસદ અરવિંદ સાવંતના અંગત મદદનીશ તરીકે દર્શાવીને મધ્ય મુંબઈના લાલબાગમાં ભારત માતા જંક્શનના સરનામે ભોજનનો ઓર્ડર આપ્યો. કલાવે મહારાષ્ટ્ર એસેમ્બલીના ચોમાસુ સત્ર દરમિયાન 2 થી 29 જુલાઈ સુધી દરરોજ ભોજનનો ઓર્ડર આપ્યો અને એક જ વારમાં બિલ ચૂકવવાનું વચન આપ્યું.
પછીથી ચૂકવણી કરવાનું વચન
જે દિવસે શિવસેના યુબીટી નેતા મિલિંદ નાર્વેકર વિધાન પરિષદમાં ચૂંટાયા હતા, કલાવે મઝગાંવમાં એક સરનામે 200 પ્લેટ વેજ અને નોન-વેજ બિરયાની અને ગુલાબ જામુનનો ઓર્ડર આપ્યો હતો. શેખને ખાતરી આપવામાં આવી હતી કે ચોમાસું સત્ર પૂરું થયા બાદ રૂ. 2 લાખનું બિલ ચૂકવવામાં આવશે.
પુત્રીને પણ પ્રવેશ માટે પણ આશ્વાસન આપ્યું
આ દરમિયાન કલાવે માલિકની પુત્રીને સરકારી લો કોલેજમાં એડમિશન અપાવવાનું આશ્વાસન આપીને કથિત રીતે શેઠ પાસેથી 9.27 લાખ રુપિયા પડાવ્યા હતા. આ પછી કલવે ફોન ઉપાડવાનું બંધ કરી દીધું હતું ત્યારે શેખને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે. કાલાચોકી પોલીસ સ્ટેશનમાં છેતરપિંડી અને અન્ય સંબંધિત ગુનાઓ માટે કેસ નોંધવામાં આવ્યો હતો, જેના પગલે કલાવની ધરપકડ કરવામાં આવી હતી. વધુ તપાસ ચાલુ હોવાનું પોલીસ અધિકારીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો---- દારૂ પીને Cab Driver એ દરવાજા પર લટકીને મોતને આહ્વાન આપ્યું, જુઓ વીડિયો