ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

સોશિયલ મીડિયા સ્ટાર KIRTI PATEL સામે બે કરોડની ખંડણી માંગવા બદલ નોંધાઈ પોલીસ ફરિયાદ..

સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ હવે ફરી વિવાદમાં વેપારી પાસે બે કરોડની ખંડણી માંગવા બદલ નોંધાઈ ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ કીર્તિ પટેલ અને તેને સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કીર્તિ પટેલની પોલીસે શોધખોળ હાથ ધરી ટીકટોકથી સોશિયલ મીડિયામાં...
01:12 PM Jun 03, 2024 IST | Harsh Bhatt
સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ હવે ફરી વિવાદમાં વેપારી પાસે બે કરોડની ખંડણી માંગવા બદલ નોંધાઈ ફરિયાદ કાપોદ્રા પોલીસ મથકે નોંધાઈ ફરિયાદ કીર્તિ પટેલ અને તેને સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કીર્તિ પટેલની પોલીસે શોધખોળ હાથ ધરી ટીકટોકથી સોશિયલ મીડિયામાં...

ટીકટોકથી સોશિયલ મીડિયામાં સ્ટાર બનેલી કીર્તિ પટેલ હવે ફરી વિવાદમાં આવી છે. કીર્તિ પટેલ અવાર નવાર તેના સોશિયલ મીડિયા પોસ્ટ અને વિવાદિત નિવેદનોને કારણે ચર્ચામાં રહેતી હોય છે. હવે તે નવા કિસ્સાના કારણે ફરી એક વખત ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. કીર્તિ પટેલ સામે એક વેપારી પાસેથી બે કરોડની ખંડણી માંગવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.  ચાલો જાણીએ શું છે સમગ્ર બાબત..

KIRTI PATEL સામે વેપારી પાસે બે કરોડની ખંડણી માંગવાનો આરોપ

કીર્તિ પટેલ હવે ફરી એક વખત વિવાદોના વંટોળમાં ફસાઈ છે. આ સમયે તેના સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. કીર્તિ પટેલ સામે વેપારી પાસે બે કરોડની ખંડણી માંગવા બદલ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ ફરિયાદ કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવી છે. કીર્તિ પટેલ અને તેના સાગરીતો વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ કેસમાં પોલીસ દ્વારા એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વધુમાં હાલ પોલીસે ગુનો નોંધીને કીર્તિ પટેલની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો : Galteshwar : મહિસાગર નદીમાં નહાવા પડેલા 3 યુવક ડૂબી જતાં મોત

 

Tags :
Gujarat FirstKAPODARA POLICEKIRTI PATELPolice complaintSOCIAL MEDIA STARSurat Police
Next Article