ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Surendranagar : બુટલેગરને પકડવા ગયેલા PSI અને કોન્સ્ટેબલ પર જીવલેણ હુમલો

Surendranagar : સુરેન્દ્રનગર (Surendranagar )ના ઝીઝુંવાડિયાના PSI પર હુમલો થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગર (Surendranagar ) પોલીસની ટીમ દારુના ગુનાના આરોપીને પકડવા ગઇ ત્યારે અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો. હુમલામાં PSI કે.વી.ડાંગર અને કોન્સ્ટેબલ ઘાયલ થતાં બંનેને...
05:32 PM Jan 05, 2024 IST | Vipul Pandya
Surendranagar : સુરેન્દ્રનગર (Surendranagar )ના ઝીઝુંવાડિયાના PSI પર હુમલો થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગર (Surendranagar ) પોલીસની ટીમ દારુના ગુનાના આરોપીને પકડવા ગઇ ત્યારે અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો. હુમલામાં PSI કે.વી.ડાંગર અને કોન્સ્ટેબલ ઘાયલ થતાં બંનેને...
Surendranagar POLICE

Surendranagar : સુરેન્દ્રનગર (Surendranagar )ના ઝીઝુંવાડિયાના PSI પર હુમલો થતાં પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. સુરેન્દ્રનગર (Surendranagar ) પોલીસની ટીમ દારુના ગુનાના આરોપીને પકડવા ગઇ ત્યારે અસામાજીક તત્વોએ હુમલો કર્યો હતો. હુમલામાં PSI કે.વી.ડાંગર અને કોન્સ્ટેબલ ઘાયલ થતાં બંનેને હોસ્પિટલ ખસેડાયા છે.

પીએસઆઈ કે.વી.ડાંગરને સારવાર અર્થે અમદાવાદ ખસેડાયા

સુરેન્દ્રનગર (Surendranagar ) જિલ્લાના પાટડી તાલુકાના ઝીંઝૂવાડિયાના PSI પર હુમલો કરવામાં આવતા ચકચાર મચી ગઇ છે. PSI કે.વી.ડાંગર અને કોન્સ્ટેબલ દારુના ગુનામાં વોન્ટેડ રહેલા આરોપીને પકડવા ગયા હતા ત્યારે કેટલાક શખ્સોએ પોલીસને જોઇને તેમની પર જીવલેણ હુમલો કર્યો હતો. જીવલેણ હુમલામાં ઈજાગ્રસ્ત પીએસઆઈ કે.વી.ડાંગરને સારવાર અર્થે પ્રથમ પાટડી અને ત્યારબાદ વધુ સારવાર અર્થે અમદાવાદ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે.

પોલીસ તંત્રમાં ખળભળાટ

પોલીસ અધિકારી પર હુમલો કરાતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં ધ્રાંગધ્રાના ડીવાયએસપી જે. ડી.પુરોહિત, LCB, SOG સહિતની ટીમ તુરત જ પહોંચી હતી અને હુમલાખોરો કોણ હતો તેમની ઓળખ કરીને ઉંડી તપાસ શરુ કરી છે.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

આ પણ વાંચો----અપહરણની ઘટના અંગે અમિત ચાવડાએ CM ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખ્યો

Tags :
attackBootleggerconstableGujaratGujarat Firstpolice departmentPSI K.V.DANGARSurendranagar police
Next Article