WHO: ભારત પર વધુ એક ખતરનાક બિમારીનો ખતરો
- ભારત પર વધુ એક ખતરનાક બિમારીનો ખતરો
- WHOના તાજેતરના અહેવાલમાં આ બિમારીની ભારત માટે ઘાતક ગણવામાં આવી
- WHOના તાજેતરના અહેવાલમાં ખતરામાં ભારતને બીજું સ્થાન
- ઓરીની બીમારીને ભારત માટે ઘાતક ગણાવવામાં આવી
- ઓરી એ એક ચેપી વાયરલ રોગ છે
- ઓરીના કેસ વધવાનું મુખ્ય કારણ રસીકરણનો અભાવ
WHO Report : ભારત પર વધુ એક ખતરનાક બિમારીનો ખતરો તોળાઇ રહ્યો છે. WHOના તાજેતરના અહેવાલ (Report)માં આ બિમારીની ભારત માટે ઘાતક ગણવામાં આવી છે અને ચેતવણી આપવામાં આવી છે. WHOના અહેવાલમાં જણાવાયું છે કે વાયરલ ચેપ ગણાતી ઓરીની બિમારી ખાસ કરીને બાળકોમાં વધુ ફેલાય છે પણ તે કોઇ પણ ઉંમરની વ્યક્તિને થઇ શકે છે.
WHOના તાજેતરના અહેવાલમાં ખતરામાં ભારતને બીજું સ્થાન
ઓરી એક વાયરસને કારણે થાય છે અને એક વ્યક્તિથી બીજી વ્યક્તિમાં સરળતાથી ફેલાઈ શકે છે. WHOના તાજેતરના અહેવાલ મુજબ, ઓરીની બીમારીને ભારત માટે ઘાતક ગણાવવામાં આવી છે. વાસ્તવમાં, આ રિપોર્ટમાં 57 દેશોમાં ઓરીના પ્રકોપની વાત કરવામાં આવી છે, જેમાં ભારતને બીજું સ્થાન મળ્યું છે. આ સિવાય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ઓરીના ચેપ સામે રસીકરણમાં સતત ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે ચેપના કેસોમાં વધારો થયો છે.
વૈશ્વિક સ્તરે ઓરીના કારણે 107,500 મૃત્યુ
અહેવાલ મુજબ, 2023 માં ઓરીના 10.3 મિલિયન કેસ નોંધાયા હતા તો સાથે વૈશ્વિક સ્તરે ચેપની ઘટનાઓમાં 20% વધારો થવાની ધારણા છે. તે જ સમયે, અનુમાનિત મૃત્યુની સંખ્યામાં પાછલા વર્ષની સરખામણીમાં 8% નો વધારો થયો છે, અને વૈશ્વિક સ્તરે ઓરીના કારણે 107,500 મૃત્યુ થયા છે.
આ પણ વાંચો----કોરોના બાદ આ ખતરનાક વાયરસે મચાવ્યો કહેર, અત્યાર સુધીમાં 8 લોકોના મોત...
ઓરી શું છે?
ઓરી એ એક ચેપી વાયરલ રોગ છે, જે મોર્બિલીવાયરસ નામના વાયરસ દ્વારા ફેલાય છે. તે મોટે ભાગે બાળકો અને નબળા રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકોને અસર કરે છે. આ વાયરસ હવા દ્વારા ફેલાય છે અને છીંક કે ખાંસી દ્વારા વાયુના કણો દ્વારા શરીરમાં પ્રવેશ કરે છે.
ઓરીના પ્રારંભિક ચિહ્નો
- તાવ આવવો.
- ઉધરસ, સામાન્ય રીતે શુષ્ક ખાંસી આવે છે
- નાક વહેવુ અથવા નાક બંધ થવુ
- આંખોમાં બળતરા અને લાલ થવી
- શરીર પર લાલ ફોલ્લીઓનું નિર્માણ.
- મોઢાની અંદર સફેદ ફોલ્લીઓ.
ઓરીની સારવાર
જો કે, ઓરી માટે કોઈ ચોક્કસ સારવાર નથી કારણ કે તે વાયરલ ચેપ છે, પરંતુ તેના લક્ષણો ઘટાડી શકાય છે.
- તાવ ઘટાડવા માટે પેરાસીટામોલ જેવી દવાઓ લઈ શકાય છે.
- શરીરમાં પાણીની કમી ન થાય તે માટે પૂરતું પાણી પીઓ.
- પૌષ્ટિક આહારનું સેવન કરો.
- ગંભીર કિસ્સાઓમાં તાત્કાલિક ડૉક્ટરનો સંપર્ક કરો
કેસોમાં વધારો થવાનું કારણ
WHOના રિપોર્ટ અનુસાર, ઓરીના કેસ વધવાનું મુખ્ય કારણ રસીકરણનો અભાવ છે. અહેવાલમાં જણાવાયું છે કે ભારતમાં ઓરી રસીકરણ કાર્યક્રમો શરૂ કરવામાં આવ્યા હતા, પરંતુ તેમ છતાં રસીકરણના અભાવે ઓરીના રોગચાળામાં વધારો કર્યો છે.
આ પણ વાંચો----Mpox નું જોખમ વધ્યું! દેશમાં બીજો દર્દી મળ્યો, આ રાજ્યમાંથી નોંધાયો કેસ...