ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિલ્હીના રસ્તા પર જોવા મળી ડરામણી ચૂડેલ..! જુઓ Video

જો તમે 'ધ નન' અને તેની સિક્વલ 'ધ નન 2' જોઈ હશે, તો તમને તે અત્યંત ડરામણી નન ચોક્કસ યાદ હશે. કલ્પના કરો કે જો તમે મોડી સાંજે અથવા રાત્રે રસ્તા પર ફરવા નીકળો અને તમારી સામે આવી જ એક...
05:25 PM Oct 11, 2023 IST | Vipul Pandya
જો તમે 'ધ નન' અને તેની સિક્વલ 'ધ નન 2' જોઈ હશે, તો તમને તે અત્યંત ડરામણી નન ચોક્કસ યાદ હશે. કલ્પના કરો કે જો તમે મોડી સાંજે અથવા રાત્રે રસ્તા પર ફરવા નીકળો અને તમારી સામે આવી જ એક...

જો તમે 'ધ નન' અને તેની સિક્વલ 'ધ નન 2' જોઈ હશે, તો તમને તે અત્યંત ડરામણી નન ચોક્કસ યાદ હશે. કલ્પના કરો કે જો તમે મોડી સાંજે અથવા રાત્રે રસ્તા પર ફરવા નીકળો અને તમારી સામે આવી જ એક એક ભયાનક નન આવે તો શું થશે. સ્વાભાવિક છે કે તમને પણ પરસેવો છુટી જશે. આવું જ કંઈક દિલ્હીમાં કેટલાક લોકો સાથે થયું, જ્યારે 'ધ ડેમન નન' નામની એવી જ ભયંકર દેખાતી ડાકણ દિલ્હીના રસ્તાઓ પર જોવા મળી.. આ વાંચીને તમને પણ ઉત્સુક્તા થઇ હશે. વાસ્તવમાં હેલોવીન (ડરામણી નન ટ્રાન્સફોર્મેશન) પહેલા એક મહિલાએ દિલ્હીના લોકોને આવી જ રીતે ડરાવ્યા હતા, જેને જોઈને તેઓ દંગ રહી ગયા હતા.

અમેઝિંગ મેકઅપ

સાચી ચૂડેલની જેમ સફેદ અને કાળા વસ્ત્રોમાં સજ્જ, પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ ઇઝા સેટિયાના વાસ્તવિક મેકઅપથી તેનો દેખાવ 'ધ નન' ફ્રેન્ચાઇઝની ડરામણી નન જેવો હતો.તે ના ડરામણા દેખાવ પર દિલ્હીના લોકોની પ્રતિક્રિયા જોવા માટે તે મોડી સાંજે રસ્તાઓ પર નીકળી હતી. ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં તેને જોઈને લોકો ડરી જતા જોઈ શકાય છે. વીડિયોના કેપ્શનમાં તેણે લખ્યું, 'જેમ તેઓ કહે છે હિંમત'.

 

 

આ પણ વાંચો---AUDI લઇને આવ્યો ખેડૂત અને વેચવા લાગ્યો શાકભાજી, જુઓ VIDEO 

Tags :
DelhiHalloweenIza Setiascary nunThe NunVideoviral video
Next Article