Breaking News : ગાંધીધામમાં જીઆઇડીસી વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં વિકરાળ આગ
ગાંધીધામમાં જીઆઇડીસી વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં વિકરાળ અને ભીષણ આગ ફાટી નિકળી છે. આગના કારણે સમગ્ર શહેરનું આકાશ ધુમાડાથી ઘેરાયું છે. આગ બુઝાવવા હાલ 4 ફાયર ફાયટરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે. ભંગારનો સામાન હોવાથી આગ ઝડપથી ફેલાઇ હમણાં જ મળતા...
Advertisement
ગાંધીધામમાં જીઆઇડીસી વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં વિકરાળ અને ભીષણ આગ ફાટી નિકળી છે. આગના કારણે સમગ્ર શહેરનું આકાશ ધુમાડાથી ઘેરાયું છે. આગ બુઝાવવા હાલ 4 ફાયર ફાયટરો ભારે જહેમત ઉઠાવી રહ્યા છે.

ભંગારનો સામાન હોવાથી આગ ઝડપથી ફેલાઇ
હમણાં જ મળતા સમાચાર મુજબ ગાંધીધામ જીઆઈડીસી વિસ્તારમાં આ આગ લાગી છે. ભંગારના વાડામા લાગેલી આ આગના કારણે ચારેબાજુ દોડધામ મચી ગઇ છે. ભંગારનો સામાન હોવાથી આગ ઝડપથી ફેલાઇ ગઇ છે. આગની જાણ થતાં જ ફાયર બ્રિગેડની 4 ગાડી સ્થળ પર પહોંચી છે અને આગ બુઝાવાની કોશિશ કરી રહી છે. પાલિકા અને કંડલા ઝોનના ફાયર ફાયટરો સ્થળ પર પહોંચ્યા છે.

ધુમાડાથી ગાંધીધામ શહેરનું આકાશ ઘેરાયું
વિકરાળ આગના ધુમાડાથી ગાંધીધામ શહેરનું આકાશ ઘેરાયું છે અને તેના કારણે દરેક લોકોના જીવ ઉંચા થઇ ગયા છે. જો કે આગ કઇ રીતે લાગી તેનું ચોક્કસ કારણ હજું જાણવા મળ્યું નથી.


