ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

પાનલપુરથી અમદાવાદ જતા Praveen Togadia ની ગાડીનું ટાયર ફાટ્યું : તોગડિયા સુરક્ષિત

Praveen Togadia ની બુલેટપ્રૂફ સ્કોર્પિયોનું ટાયર ફાટ્યું : નંદાસણ નજીક મોટી દુર્ઘટના ટળી, તોગડિયા સલામત
10:54 PM Sep 17, 2025 IST | Mujahid Tunvar
Praveen Togadia ની બુલેટપ્રૂફ સ્કોર્પિયોનું ટાયર ફાટ્યું : નંદાસણ નજીક મોટી દુર્ઘટના ટળી, તોગડિયા સલામત

મહેસાણા : આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ (VHP)ના સ્થાપક અધ્યક્ષ અને અંતરાષ્ટ્રીય હિંદુ પરિષદના કાર્યકારી અધ્યક્ષ ડૉ. પ્રવીણ તોગડિયાની ( Praveen Togadia ) બુલેટપ્રૂફ સ્કોર્પિયો ગાડીનું ટાયર અચાનક ફાટી ગયું હતું. જોકે, સદ્દનશીબે અકસ્માતમાં મોટી દૂર્ઘટના ટળી છે. આ ઘટના પાનલપુરથી અમદાવાદ જતા નંદાસણ નજીક બની છે. જ્યાં તોગડિયા પોતાના સુરક્ષા કાફલા સાથે પ્રવાસ કરી રહ્યા હતા. તોગડિયા સલામત છે, અને બીજી એસ્કોર્ટ ગાડીમાં તેઓ અમદાવાદ રવાના થયા છે. ઘટના સ્થળે નંદાસણ પોલીસે કાફલો ખડકી દીધો અને સુરક્ષા આપી હતી.

આ પણ વાંચો- Rajkot Accident : 150 ફૂટ રીંગ રોડ પર કન્ટેનર પલટી મારતા બે લોકોના ઘટના સ્થળે જ મોત

નંદાસણ નજીક ટાયર ફાટવાની ઘટના : મોટી દુર્ઘટના ટળી

ઘટના 17 સપ્ટેમ્બર, 2025ના રોજ પાનલપુરથી અમદાવાદ જતા રસ્તામાં નંદાસણ નજીક બની છે. તોગડિયા પોતાના સુરક્ષા કાફલા સાથે મુસાફરી કરી રહ્યા હતા, અને તેમની બુલેટપ્રૂફ સ્કોર્પિયો ગાડીનું ટાયર અચાનક ફાટી ગયું હતુ. આનાથી ગાડીનું બેલેન્સ ખોરવાયું, પરંતુ ચાલકે ગાડી ઉપર ઝડપી કંટ્રોલ કરીને દુર્ઘટના થતાં ટાળી હતી. તોગડિયા સલામત છે, અને તેમને બીજી એસ્કોર્ટ ગાડીમાં અમદાવાદ રવાના કરવામાં આવ્યા હતા. ઘટના સ્થળે નંદાસણ પોલીસે કાફલો ખડકી દીધો અને સુરક્ષા આપી હતી.

Praveen Togadia ની સુરક્ષા કાફલા સાથે મુસાફરી : VHP સ્થાપકની સુરક્ષા

ડૉ. પ્રવીણ તોગડિયા જે VHPના સ્થાપક અધ્યક્ષ છે, તેઓ પોતાના સુરક્ષા કાફલા સાથે પ્રવાસ કરી રહ્યા હતા. આ કાફલામાં પોલીસ અને સુરક્ષા કર્મીઓ સામેલ હતા. ટાયર ફાટવાની ઘટના પછી કાફલો ખડકી દેવાયો અને તોગડિયાને બીજી ગાડીમાં બદલી અમદાવાદ લઈ જવામાં આવ્યા હતા. તોગડિયા તાજેતરમાં VHP અને RSS સાથેના સંબંધોને લઈને વિવાદમાં રહ્યા છે.

આ પણ વાંચો- નવરાત્રિ દરમિયાન થશે કાળા કાચવાળી કારો પર સખ્ત કાર્યવાહી : Gujarat High Court નો કડક આદેશ

Tags :
#Mehesanaaccident#PanalpurAhmedabad#Scorpiotireburst#Togadiasafe#VHPleaderGujaratiNewsPraveenTogadia
Next Article