રાષ્ટ્રગીત વાગતા જ આ Painter એ શું કર્યું...?
- સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ
- વીડિયોમાં એક મજૂર દેખાઈ રહ્યો છે, જે સ્કૂલની દિવાલો પર પેઇન્ટિંગનું કામ કરે છે
- પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રગીત વાગે છે ત્યારે તે પેઇન્ટ સ્ટીક પકડીને સીધો ઊભો છે
- જો કે શાળાના બાળકોની ચહલ પહલ ચાલતી રહે છે
Painter: તાજેતરમાં સોશિયલ મીડિયા પર Painter નો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને તમે પણ વિચારવા મજબૂર થઈ જશો કે શું દેશભક્તિ માટે શિક્ષિત હોવું જરૂરી છે?
દિવાલ પર પેઇન્ટ સ્ટીક પકડીને સીધો ઊભો છે
વાસ્તવમાં, આ વીડિયોમાં એક મજૂર દેખાઈ રહ્યો છે, જે સ્કૂલની દિવાલો પર પેઇન્ટિંગનું કામ કરી રહ્યો છે. તે દિવાલ પર પેઇન્ટ સ્ટીક પકડીને સીધો ઊભો છે, જ્યારે પૃષ્ઠભૂમિમાં રાષ્ટ્રગીત વાગી રહ્યું છે. આ વીડિયોમાં પેઇન્ટર ખૂબ જ ખતરનાક જગ્યાએ ઉભો છે, પરંતુ આમ છતાં પણ તે રાષ્ટ્રગીત સમાપ્ત થાય ત્યાં સુધી આ રીતે જ ઊભો રહે છે.
જાણો શું છે સમગ્ર મામલો
આ વીડિયોમાં જોવા મળે છે કે રાષ્ટ્રગીત સાંભળતી વખતે એક પેઇન્ટર દિવાલ પર ઉભો છે. તે જ સમયે, આ શાળાના બાળકોની ચહલ પહલ ચાલતી રહે છે. તેઓ એકબીજાની વચ્ચે વાત કરી રહ્યા છે. તેમાંથી કોઈ પણ રાષ્ટ્રગીત માટે આદર બતાવતું નથી. બીજી તરફ, રાષ્ટ્રગીત પૂરું ન થાય ત્યાં સુધી આ પેઇન્ટર પોતાની જગ્યાએથી ખસતો નથી. આ વીડિયોને અત્યાર સુધીમાં 37 મિલિયન વખત જોવામાં આવ્યો છે. આ વીડિયોના વ્યૂઝ સતત વધી રહ્યા છે.
આ પણ વાંચો----Pakistan Tiktok Star Minahil Malik નો નગ્ન વીડિયો થયો વાયરલ, જુઓ Video
View this post on Instagram
સોશિયલ મીડિયા યુઝર્સ નારાજ દેખાયા
આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સ ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે. આ વીડિયો પર એક યુઝરે કમેન્ટ કરી છે કે, "આ કારણે બાળકોને ફોર્મ્યુલા શીખવવાને બદલે અને તેમને સારા માર્ક્સ મેળવવા માટે મજબૂર કરવાને બદલે પેરેન્ટ્સે પણ તેમને બેઝિક મેનર્સ શીખવવી જોઈએ." સાથે જ એકે લખ્યું છે કે આ બાળકો કરતાં આ પેઇન્ટર સારો છે. જ્યારે એક યુઝરે કહ્યું કે તે સાચો દેશભક્ત છે.
આ એક મૂળભૂત શિષ્ટાચાર
તમને જણાવી દઈએ કે આ એક મૂળભૂત શિષ્ટાચાર છે કે જ્યારે ભારતીય રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે, ત્યારે તમારે ઉભા થઈને તેના માનમાં તમારું કામ રોકી દેવુ પડશે. જોકે આ માટે કોઈ ફરજિયાત કાયદો નથી. સિનેમા હોલમાં પણ ફિલ્મ પહેલા રાષ્ટ્રગીત વગાડવામાં આવે છે.
આ પણ વાંચો----મોતના રણમાં ફસાયેલી યુવતીને મળેલી મદદને જોઈને તમે સ્તબ્ધ થશો!