Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Surat: કપલનો જોખમી રીતે સ્ટંટ કરતો વીડિયો વાયરલ

સુરતમાં સ્પોર્ટ્સ બાઈક પર કપલ દ્વારા જોખમી રીતે સ્ટંટ કરાયો હોવાનો વીડિયો વાયરલ યુવક-યુવતી ચાલુ મોટર સાયકલ પર પ્રેમાલાપ કરતા જોવા મળે છે બંને એકબીજાને ચુંબન પણ કરતા નજરે પડે છે સુરત પોલીસ દ્વારા આ વાયરલ વીડિયોની તપાસ શરુ...
surat  કપલનો જોખમી રીતે સ્ટંટ કરતો વીડિયો વાયરલ
Advertisement
  • સુરતમાં સ્પોર્ટ્સ બાઈક પર કપલ દ્વારા જોખમી રીતે સ્ટંટ કરાયો હોવાનો વીડિયો વાયરલ
  • યુવક-યુવતી ચાલુ મોટર સાયકલ પર પ્રેમાલાપ કરતા જોવા મળે છે
  • બંને એકબીજાને ચુંબન પણ કરતા નજરે પડે છે
  • સુરત પોલીસ દ્વારા આ વાયરલ વીડિયોની તપાસ શરુ

Surat Viral Video : સોશિયલ મીડિયાના વધતા ઉપયોગ વચ્ચે લોકોમાં અને ખાસ કરીને યુવા વર્ગમાં રીલ્સનો ચસકો લાગ્યો છે. રીલ્સ બનાવીને ફેમસ થવા માટે યુવા વર્ગ કોઇ પણ હદે તૈયાર હોય તેવું ઘણીવાર જોવા મળે છે. જોખમ હોવા છતાં રીલ્સ બનાવાનું વળગણ ક્યારેક ભારે પણ પડે છે ત્યારે સુરત (Surat Viral Video)માં પણ રીલ્સ બનાવાના ચસકામાં એક કપલે જોખમી રીતે રીલ્સ બનાવી હોવાનું બહાર આવ્યું છે. હદ તો ત્યારે થઇ કે વીડિયોમાં આ કપલ ચાલુ બાઇક પર પ્રેમાલાપ કરતા પણ જોવા મળે છે

સુરત પાર્સિંગની સ્પોર્ટ્સ બાઈક પર કપલ દ્વારા જોખમી રીતે સ્ટંટ કરાયો

સુરતમાં યુવા વર્ગને ઇન્સ્ટાગ્રામ પર રિલ્સ બનાવવાનું ઘેલું લાગ્યું છે. જોખમી રીતે રીલ્સ બનાવતા કપલનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે જેમાં જોવા મળે છે કે ચાલુ મોટર સાયકલ પર આ વીડિયો બનાવામાં આવ્યો છે. સુરત પાર્સિંગની સ્પોર્ટ્સ બાઈક પર કપલ દ્વારા જોખમી રીતે સ્ટંટ કરાયો છે.

Advertisement

આ પણ વાચો----Surat: ઝોલાછાપ તબીબોનું સૌથી મોટું કારસ્તાન! પાંડેસરામાં શરૂ કરી હોસ્પિટલ, આમંત્રણ પત્રિકામાં...

Advertisement

યુવક-યુવતી ચાલુ મોટર સાયકલ પર પ્રેમાલાપ કરતા જોવા મળે છે

હદ તો ત્યારે થાય છે કે યુવક-યુવતી ચાલુ મોટર સાયકલ પર પ્રેમાલાપ કરતા જોવા મળે છે જેથી આ વાયરલ વીડિયોને લઈ ભારે ચર્ચા ઉભી થઇ છે. બ્લુ કલરની બાઈક પર સ્ટંટ કરતા વીડિયોમાં બંને યુવક યુવતી કેદ થઇ ગયા છે જેમાં ક્યારેક યુવક બાઈક ઉપર ડ્રાઇવિંગ કરી રહ્યો છે તો ક્યારેક યુવતી પણ રાઇડિંગ કરતા જોવા મળે છે

બંને એકબીજાને ચુંબન પણ કરતા નજરે પડે છે

બીજા વીડિયોમાં યુવતી પેટ્રોલ ટાંકી પર બેસી ઉંધી ફરી જોખમી રીતે બેઠેલી જણાઈ આવે છે અને બંને એકબીજાને ચુંબન પણ કરતા નજરે પડે છે જેથી આ વીડિયોના પગલે ભારે ઉહાપોહ થયો છે.

સુરત પોલીસ દ્વારા આ વાયરલ વીડિયોની તપાસ શરુ

સુરત પોલીસ દ્વારા આ વાયરલ વીડિયોની તપાસ શરુ કરાઇ છે. રીલ્સ બનાવનાર આ કપલ કોણ છે તે સહિતના મુદ્દે પોલીસ તપાસ કરી રહી છે. સુરતમાં જોખમી રીલ્સ બનાવાનું લોકોને ઘેલુ લાગ્યું છે ત્યારે પોલીસ કાર્યવાહીમાં જોખમી રીલ્સ બનાવનારાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે તે જરુરી છે.

આ પણ વાંચો----Surat: ખોટા નામથી પેમ્પલેટ બનાવી વૈમનસ્ય ફેલાવવાનો પ્રયાસ કરનારા શિક્ષકની ધરપકડ

Tags :
Advertisement

.

×