Rajkot : રીક્ષાની પાછળ લટકીને સ્કૂલના બાળકોની જોખમી મુસાફરી
- રાજકોટ મોરબી હાઇવે પર જોખમી સવારી
- સ્કૂલ જતા બાળકોનો જોમખી સવારીનો વીડિયો વાયરલ
- રીક્ષા પાછળ જોખમી રીતે મુસાફરી કરતા વીડિયો વાયરલ
- બેડી ગામથી ગૌરીદળ તરક જોમખી મુસાફરી કરતા વિદ્યાર્થીઓ
- રીક્ષાને જો અકસ્માત થાય તો બાળકો ની હાલત શું થશે?
Rajkot Morbi highway : રાજ્યમાં અવાર નવાર વાહનો પર જોખમી મુસાફરી કરાતી હોવાના વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં રહે છે પણ તાજેતરમાં એવો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેને જોતાં જ સહુ કોઇ ચોંકી ગયા છે. આ વીડિયોમાં જોવા મળે છે કે શાળાએ જતી વિદ્યાર્થીનીઓ રીક્ષાની પાછળ લટકીને મુસાફરી કરી રહ્યા છે. આ વીડિયો રાજકોટ મોરબી હાઇવે (Rajkot Morbi highway) નો હોવાનું જાણવા મળે છે.
આ પણ વાંચો----Rajkot: વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચરવા મામલે મધુ ટાઢાણીની ધરપકડ
વિદ્યાર્થીઓની જોખમી સવારીનો વીડિયો વાયરલ
રાજકોટ-મોરબી હાઇવે પર વિદ્યાર્થીઓની જોખમી સવારીનો વીડિયો વાયરલ થયો છે. આ વીડિયોમાં જોવા મળે છે કે સ્કૂલ જતા બાળકોનો
રીક્ષાની પાછળ લટકીને જોખમી રીતે મુસાફરી કરી રહ્યા છે. નાની વિદ્યાર્થીનીઓ સ્કૂલ ડ્રેસમાં સ્કુલ બેગ પાછળ લટકાવી રીક્ષાની પાછળના ભાગે લટકીને જતી હોય તેવું વીડિયોમાં જોવા મળે છે.
રીક્ષાને જો અકસ્માત થાય તો બાળકો ની હાલત શું થશે?
બેડી ગામથી ગૌરીદળ તરક જોમખી મુસાફરી કરતા વિદ્યાર્થીઓ જોવા મળ્યા છે. આ જોઇને પ્રશ્ન થાય છે કે રીક્ષાને જો અકસ્માત થાય તો બાળકો ની હાલત શું થશે? બાળકોની આ જોખમી મુસાફરી માટે જવાબદાર કોણ બનશે. હાઇવે પર આમ પણ લોકોની બેરોકટોક જોખમી મુસાફરી જોવા મળે છે પણ આ તો નાના બાળકો છે. શું તેમની સલામતીની કોઇનો કોઇ ચિંતા નથી તે સવાલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો----Surat: પરવાના વગર આયુર્વેદિક દવાનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર તંત્રના દરોડા, લાખોનો મદ્દામાલ જપ્ત