BMW માં આવેલી મહિલાએ દુકાન બહાર એવી હરકત કરી કે VIDEO થયો VIRAL
- નોએડાના સેક્ટર 18 નો વીડિયો થઇ રહ્યો છે વાયરલ
- મહિલાને લોકોએ અટકાવી તો બેશરમીથી આપ્યો વિચિત્ર જવાબ
- BMW ગાડીમાં આવેલી મહિલાની હરકત સોશિયલ મીડિયામાં વાયરલ
નવી દિલ્હી : ઉત્તર પ્રદેશના નોઈડામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. અહીંનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે એક મહિલા રાત્રે અત્યંત વૈભવી ગણાતી BMW કારમાં આવે છે. એક અજાણી દુકાનની બહાર મુકેલા ફૂલના છોડની કુંડા સાથે ચોરી કરે છે. આ ઘટના રાત્રે 12 વાગ્યાની આસપાસ બની હોવાનો અંદાજ છે.
આ પણ વાંચો : VADODARA : બુટલેગરનું "ક્રેશ લેન્ડિંગ", સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવતા કાર ખેતરમાં ઘૂસી
નોઈડામાં એક મહિલા BMWમાંથી બહાર નીકળીના કુંડાની ચોરી કરતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. આ ઘટનાએ લોકોને ચોંકાવી દીધા છે. મહિલા એક દુકાનની બહાર રાખેલા ફૂલના કુંડાની ચોરી કરી રહી હતી. જો કે મહિલા આવું કરી રહી હતી ત્યારે કેટલાક લોકોએ તેને અટકાવી હતી. જો કે મહિલાનો જવાબ સાંભળીને તમામ લોકો ચોંકી ઉઠ્યા હતા.
આ પણ વાંચો : 'તે ખૂબ જ મૂર્ખ છોકરો છે...' અભિનવ અરોરાના વાયરલ વીડિયો પર સ્વામી રામભદ્રાચાર્યએ આપી પ્રતિક્રિયા
મળતી માહિતી મુજબ, ઘટના નોઈડાના સેક્ટર 18 ની છે. અહીંની એક દુકાનનો વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વૈભવી ગાડીમાંથી ઉતરેલી મહિલા ફુલના કુંડા જેવી સમાન્ય વસ્તુની ચોરી કરતી જોઇ શકાય છે. જો કે આસપાસના લોકોએ તેને અટકાવવાનો પણ પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચો : Petrol Price: લોકોને મળી દિવાળી ગિફ્ટ, પેટ્રોલની કિંમતમાં 6 રૂપિયાનો ઘટાડો
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મહિલા ધીમે ધીમે BMWમાંથી બહાર આવે છે અને સીધી તે દુકાન તરફ જાય છે. જ્યાં ફૂલના કુંડા મુકાયા હતા.જાણે પોતે કોઇ સારુ કામ કરતી હોય તે પ્રકારે ચાલતી ચાલતી દુકાન પાસે જાય છે. તે જેવી દુકાન પાસે પહોંચીને તે ફુલનું કુંડુ ચોરે છે. કુંડુ ઉપાડીને તે ત્યાંથી ફરાર થઇ જાય છે.
આ પણ વાંચો : પ્રજાહિતમાં Gujarat First નો મોટો અહેવાલ! તમારા ઘરે આવતી વસ્તુઓ અસલી છે કે નકલી?
આ દરમિયાન ત્યાં ઉભેલા કેટલાક લોકો આ ઘટનાની નોંધ લે છે અને તેમની કાર પાસે આવીને ઉભા રહે છે. જ્યારે આ લોકોએ વચ્ચે પડ્યું તો મહિલાએ જવાબ આપ્યો, હું દરરોજ ફૂલનો વાસણ લઈશ. આ જવાબ સાંભળીને લોકો પણ આશ્ચર્યચકિત થઈ જાય છે.
આ બાબતે લોકોનું કહેવું છે કે જ્યારે તેઓએ મહિલાને અટકાવી તો મહિલાએ જવાબ આપ્યો કે તે દરરોજ ફૂલનો વાસણ લઈશ. માહિતી એવી પણ સામે આવી રહી છે કે આ મહિલાએ અત્યાર સુધીમાં બે ફૂલના કુંડા ચોર્યા છે.
આ પણ વાંચો : Panchmahal: મોરવા હડફના ભંડોઇ ગામે 3 યુવકનું વીજ કરંટ લાગતા મોત,પંથકમાં શોકનો માહોલ
આ ઘટના બાદ આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી ફેલાઈ ગયો છે અને લોકો તેને લઈને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો મહિલાના વર્તન પર સવાલ ઉઠાવી રહ્યા છે. જો કે આ બનાવ અંગે હજુ સુધી પોલીસમાં કોઈ ફરિયાદ નોંધાઈ નથી. આ ઘટના અંગે હજુ સુધી પોલીસ તરફથી કોઈ નિવેદન બહાર આવ્યું નથી.
આ પણ વાંચો : Ahmedabad: નારોલ વિસ્તારમાં ગેસ ગળતરની મોટી ઘટના, બે કર્મચારીના મોત