Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

Gir Somnath: મહારાષ્ટ્રના શ્રમિકને ગીર સોમનાથમાં દીપડાએ ફાડી ખાધો!

Gir Somnath: તાલાલાના રસુલપરા ગામે શેરડીની કાપણી દરમિયાન દીપડાએ મહારાષ્ટ્રના એક પરપ્રાંતિય શ્રમિક પર જીવલેણ હુમલો કરી તેને ફાડી ખાધો હતો. આ કરૂણ ઘટનાથી ખેતમજૂરોમાં ફાળ પડી હતી. વન વિભાગે તાત્કાલિક કાર્યવાહી કરી મૃતદેહને પીએમ માટે ખસેડ્યો હતો અને ગણતરીના કલાકોમાં જ ખૂંખાર દીપડાને પાંજરે પૂરી મોટી સફળતા મેળવી હતી.
gir somnath  મહારાષ્ટ્રના શ્રમિકને ગીર સોમનાથમાં દીપડાએ ફાડી ખાધો
Advertisement
  • Gir Somnath: તાલાલામાં દીપડાનો કહેર
  • રસુલપરા ગામમાં મહારાષ્ટ્રના શ્રમિકને ફાડી ખાધો
  • શેરડીના વાડની કાપણી દરમિયાન બની ઘટના

Leopard Attack in Gir Somnath:ગીરની સરહદે આવેલા વિસ્તારોમાં વન્ય પ્રાણીઓનો માનવ વસ્તી પર હુમલો કરવાનો સિલસિલો યથાવત છે. ત્યારે હવે તાલાલા (Talala) તાલુકાના રસુલપરા ગામે (Rasulpara village એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે, જેમાં એક ખૂંખાર દીપડાએ શેરડીના ખેતર (Sugarcane farm) માં કામ કરી રહેલા મહારાષ્ટ્ર (Maharashtra)ના આધેડ શ્રમિકને ફાડી ખાતા સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે.

મહારાષ્ટ્રના મજૂરનો લીધો જીવ

મળતી માહિતી મુજબ, રસુલપરા ગામની સીમમાં શેરડીના વાઢની કાપણીનું કામ ચાલી રહ્યું હતું. આ સમયે મહારાષ્ટ્રથી મજૂરી કામ અર્થે આવેલા એક 45 વર્ષિય નાનસિંગ પાઢવી નામના શ્રમિક ખેતરની વાડ કાપી રહ્યા હતા. તે દરમિયાન શેરડીના ઊંચા મોલ વચ્ચે છુપાઈને બેઠેલા દીપડાએ અચાનક આ શ્રમિક પર હુમલો કર્યો હતો. દીપડો આ શ્રમિકને ગળાના ભાગેથી પકડીને ખેતરની અંદર ખેંચી ગયો હતો. અન્ય શ્રમિકો કંઈ સમજે તે પહેલા જ દીપડાએ આધેડને ગંભીર રીતે ઇજાઓ પહોંચાડી ફાડી ખાધો હતો.

Advertisement

આ પણ વાંચોઃ Junagadh: સિંહણને બંદૂકની ગોળી મારવા જતાં વનકર્મીને વાગી! ખસેડાયા સારવાર હેઠળ

Advertisement

Gir Somnath:  સરવાર મળે તે પહેલા મોત!

ઘટનાની જાણ થતા જ આસપાસના લોકો અને ખેડૂતો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં આધેડ શ્રમિકનું પ્રાણપંખેરું ઉડી ગયું હતું. બનાવની જાણ થતા જ વન વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી પીએમ (Post-Mortem) અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી.

દીપડો હવે પાંજરામાં

શ્રમિકના મોતને પગલે મજૂર પરિવારોમાં ભારે ભય અને રોષ જોવા મળ્યો હતો. જોકે, વન વિભાગે સતર્કતા દાખવી ગણતરીના કલાકોમાં જ હુમલાખોર દીપડાને ટ્રેક કરી લીધો હતો. વન વિભાગ દ્વારા ગોઠવવામાં આવેલા પાંજરામાં આ માનવભક્ષી દીપડો આખરે કેદ થયો છે, જેનાથી સ્થાનિક લોકોએ રાહતનો શ્વાસ લીધો છે.  બીજી તરફ શ્રમિકનો જીવ જતાં પરિવારમાં શોકનો માહોલ છે.

આ પણ વાંચોઃ Gujarat: શું ખરેખર ગીરનો સિંહ ઉત્તરાખંડમાં દેખાયો? આચાર્ય બાલકૃષ્ણના દાવા પર નિવૃત્ત ACF ની પ્રતિક્રિયા!

Tags :
Advertisement

.

×