Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Navsari: સાવધાન! યુવકના ગળે 18 ટાંકા આવ્યા! નોકરીથી પરત આવતા બન્યો ભોગ

Navsari: ચીખલીમાં કાવેરી નદીના ઓવરબ્રિજ પર પતંગની દોરીથી સારવણી ગામના યુવક સુનિલ પટેલનું ગળું કપાયું હતું. નોકરીથી ઘરે પરત ફરતી વખતે બનેલી આ દુર્ઘટનામાં યુવકને ગંભીર ઈજાઓ પહોંચતા ચીખલી રેફરલ હોસ્પિટલમાં 18 ટાંકા લેવા પડ્યા હતા. ઉત્તરાયણ પૂર્વે બનેલી આ ઘટનાએ વાહનચાલકોની સુરક્ષા સામે સવાલો ઉભા કર્યા છે.
navsari  સાવધાન  યુવકના ગળે 18 ટાંકા આવ્યા  નોકરીથી પરત આવતા બન્યો ભોગ
Advertisement
  • Navsari:  ચીખલીમાં દોરાથી એક યુવકનું ગળું કપાયું
  • કાવેરી નદીના ઓવરબ્રિજ પાસે યુવકના ગળામાં દોરી વાગી
  • સારવણીના સુનિલ પટેલને ગળાના ભાગે ગંભીર ઈજા પહોંચી
  • યુવકને સારવાર અર્થે ચીખલીની રેફરલ હોસ્પિટલ ખસેડાયો

Navsari: ઉત્તરાયણના તહેવારને હવે ગણતરીના દિવસો જ બાકી છે, ત્યારે નવસારી (Navsari) ના ચીખલી પંથકમાં બાઈક પર જતાં યુવકનું ગળું કપાયું છે.  જેમાં પતંગના કાચ પાયેલા દોરાએ એક નિર્દોષ યુવકનું ગળું ચીરી નાખ્યું છે. જેથી તેને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડી 18 ટકા લેવા પડ્યા છે.

કાવેરી નદીના ઓવરબ્રિજ પર બની ઘટના

મળતી માહિતી મુજબ, ચીખલી તાલુકાના સારવણી ગામ (Saravani village) નો વતની સુનિલ પટેલ (Sunil Patel) નામનો યુવક પોતાની નોકરી પૂર્ણ કરી મોટરસાઈકલ પર સવાર થઈને પરત ઘરે જઈ રહ્યો હતો. આ દરમિયાન જ્યારે તે ચીખલી પાસે આવેલી કાવેરી નદીના ઓવરબ્રિજ ((Kaveri River Overbridge) પરથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે અચાનક પતંગનો એક લટકતો દોરો(Kite string) તેના ગળામાં ફસાઈ ગયો હતો. બ્રિજ પર પવનની ગતિ વધુ હોવાથી દોરો ગળાના ભાગે એટલી જોરથી ઘસાયો કે સુનિલ કંઈ સમજે તે પહેલા જ તેનું ગળું ગંભીર રીતે કપાઈ ગયું હતું.

Advertisement

Navsari: તાત્કાલિક સારવાર

ઘટનાને પગલે સુનિલ લોહીલુહાણ હાલતમાં રસ્તા પર જ ફસડાઈ પડ્યો હતો. આસપાસના લોકો તરત જ તેની મદદે દોડી આવ્યા હતા અને તેને તાત્કાલિક ચીખલીની રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. યુવકની સ્થિતિ જોઈ ડોક્ટરોએ પણ તાકીદે સારવાર શરૂ કરી હતી. ગળાના ભાગે થયેલો ઘા ઘણો ઊંડો હોવાથી ડોક્ટરોએ તેને 18 જેટલા ટાંકા લેવાની ફરજ પડી હતી. સદનસીબે, સમયસર સારવાર મળી જતાં યુવકનો જીવ બચી ગયો છે, પરંતુ આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ફફડાટ ફેલાવી દીધો છે.

Advertisement

તંત્ર અને લોકો માટે લાલબત્તી

ઉત્તરાયણ પૂર્વે જ બનેલી આ ઘટના વાહનચાલકો માટે ચેતવણી સમાન છે. દર વર્ષે ઘાતક ચાઈનીઝ દોરી અને કાચ પાયેલા માંજાને કારણે અનેક લોકો જીવ ગુમાવે છે અથવા ગંભીર ઈજાઓનો ભોગ બને છે. વાહનચાલકોએ પણ પોતાના ગળાના રક્ષણ માટે સેફ્ટી ગાર્ડ અથવા રૂમાલ બાંધવો જોઈએ.

આ પણ વાંચોઃ Surat: સમરસ હોસ્ટેલમાં ભોજનમાં જીવતા ઉંદરો! નાયબ નિયામકે શું આપ્યો જવાબ?

Tags :
Advertisement

.

×