ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Dhari : લિયોનિયા રિસોર્ટમાં રાસ રમતા યુવકનું હાર્ટએટેકથી મોત

ધારીના લિયોનિયા રિસોર્ટમાં રાસ રમતા યુવક હાર્ટએટેકથી મોત નવરાત્રીના આઠમાં નોરતે લિયોનિયા રિસોર્ટના પાર્ટી પ્લોટમાં બની ઘટના 37 વર્ષીય જાગૃત હરીભાઇ ગુર્જર રાસ રમતા હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા Dhari ના લિયોનિયા રિસોર્ટમાં ચોંકાવનારી ઘટના બનતાં સર્વત્ર શોકનું મોજુ...
02:46 PM Oct 11, 2024 IST | Vipul Pandya
ધારીના લિયોનિયા રિસોર્ટમાં રાસ રમતા યુવક હાર્ટએટેકથી મોત નવરાત્રીના આઠમાં નોરતે લિયોનિયા રિસોર્ટના પાર્ટી પ્લોટમાં બની ઘટના 37 વર્ષીય જાગૃત હરીભાઇ ગુર્જર રાસ રમતા હાર્ટ એટેક આવતા ઢળી પડ્યા Dhari ના લિયોનિયા રિસોર્ટમાં ચોંકાવનારી ઘટના બનતાં સર્વત્ર શોકનું મોજુ...
dhari death

Dhari ના લિયોનિયા રિસોર્ટમાં ચોંકાવનારી ઘટના બનતાં સર્વત્ર શોકનું મોજુ ફરી વળ્યું છે. લિયોનિયા રિસોર્ટના પાર્ટી પ્લોટમાં રાસ રમી રહેલા ડાન્સ શિક્ષકનું હાર્ટ એટેક આવતા મોત થયું છે.

જાગૃત હરિભાઇ ગુર્જરને અચાનક જ હાર્ટ એટેક આવતાં તે ઢળી પડ્યો

ધારીના લિયોનિયા રિસોર્ટમાં આ ઘટના બની છે. નવરાત્રિના આઠમા નોરતે લિયોનિયા રિસોર્ટમાં પાર્ટી પ્લોટમાં આયોજીત કરાયેલા રાસ ગરબામાં રાસ રમી રહેલા ધારીના 37 વર્ષીય યુવક જાગૃત હરિભાઇ ગુર્જરને અચાનક જ હાર્ટ એટેક આવતાં તે ઢળી પડ્યો હતો જેના પગલે તત્કાળ તેને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેને તબીબોએ મૃત જાહેર કર્યો હતો.

7 વર્ષનો જાગૃત ગુર્જર ડાન્સ ટિચર હતો

રાસ ગરબા રમી રહેલા યુવકનું અચાનક જ હાર્ટ એટેકથી મોત થતાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. 37 વર્ષનો જાગૃત ગુર્જર ડાન્સ ટિચર હતો. તે છેલ્લા 10 વર્ષથી રાસ ગરબાની પ્રેક્ટિસ કરાવતો હતો અને ખાનગી શાળામાં ડાન્સ શિક્ષકની પણ ફજ બજાવતો હતો. આ ઘટનાથી સૌ ચોંકી ગયા હતા.

આ પણ વાંચો----VADODARA : LVP ગરબા ગ્રાઉન્ડ મુક્કાબાજીનો અખાડો બન્યું !

Tags :
AmreliDhariGujaratGujarat Firstheart-attackLeonia resortNavratriNavratri2024Rasgarba
Next Article