ભાવનગરમાં સમાધાન માટે બોલાવીને યુવકની કરી હત્યા, પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા
- ભાવનગર માં કારની ટક્કર મારીને યુવકની કરી હત્યા
- સમાધાન માટે બોલાવેલ યુવકની કારની ટક્કર મારીને હત્યા કરાઈ
- એક વર્ષ પહેલાના ઝઘડાની અદાવતમાં કરી હત્યા
- ફોટા પાડવા બાબતે યુવકને થયો હતો ઝઘડો
- સારવાર દરમિયાન આજે સવારે યુવકનું મોત નિપજ્યું
ભાવનગરમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જ્યાં સમાધાન માટે બોલાવીને એક યુવકની કારની ટક્કર મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ ઘટનામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકનું સારવાર દરમિયાન મોત થયું છે, અને પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
ભાવનગર માં કારની ટક્કર મારીને યુવકની કરી હત્યા
મળતી માહિતી મુજબ, મૃતક યુવકનું નામ હાર્દિક કુકડીયા છે. આ ઘટના એક વર્ષ પહેલાં થયેલા ઝઘડાની અદાવતમાં બની હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. એક વર્ષ પહેલાં ફોટા પાડવા બાબતે હાર્દિકને કેટલાક યુવકો સાથે ઝઘડો થયો હતો. આ જૂના ઝઘડાનું સમાધાન કરવા માટે હાર્દિકને ત્રણ દિવસ પહેલાં એક જગ્યાએ બોલાવવામાં આવ્યો હતો.જોકે, સમાધાનની વાત તો દૂર રહી પણ હાર્દિક પર હુમલો કર્યો હતો. આ હુમલામાં આરોપીઓએ હાર્દિકને કારની ટક્કર મારી હતી, જેના કારણે તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. હાર્દિકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ લાંબી સારવાર બાદ આજે સવારે તેનું મોત નિપજ્યું હતું.
ભાવનગર માં યુવકની હત્યા મામલે પોલીસે આરોપીને પકડવા ચક્રોગતિમાન કર્યો
હાર્દિકના મૃત્યુ બાદ પોલીસે સત્વરે હત્યાનો ગુનો નોંધીને વધુ સઘન તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા છે. પોલીસે આ ઘટનાને ગંભીરતાથી લઈ તાત્કાલિક હત્યાનો ગુનો નોંધીને આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. જોકે, દિવસે દિવસે આવી ઘટનાઓ બનતા ભાવનગરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર સવાલો ઊભા થયા છે. આ એક વર્ષ જૂની અદાવતમાં સમાધાનના બહાને બોલાવીને કરાયેલી હત્યાએ શહેરમાં ભયનો માહોલ ફેલાવ્યો છે. પોલીસ આરોપીઓને ઝડપી પાડી ન્યાય અપાવે એવી લોક માંગ ઉઠી છે.
આ પણ વાંચો: Vaibhav Manwani case : સાયકો કિલરે ભાગવાનો પ્રયાસ કરી પોલીસ પર હુમલો કર્યો, જવાબી કાર્યવાહીમાં ઠાર મરાયો