Surat : 'ઉતરાયણ' ને વાર છે પણ અત્યારથી સાવચેત રહેજો! પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, હાલત ગંભીર!
- Surat નાં અમરોલી-સાયણ રોડ પરની ઘટના
- ઓવરબ્રિજ પરથી પસાર થતાં યુવકનું પતંગની દોરીથી ગળું કપાયું
- પ્રતિબંધિત ચાઈનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું, હાલત ગંભીર
ઉતરાયણનાં તહેવાર (Uthrayan Festival) દરમિયાન પતંગની દોરીથી ગળું કપાવવાની અનેક ઘટનાઓ બનતી હોય છે. જો કે, ઉતરાયણનાં તહેવારને હજું બે મહિના જેટલી વાર છે પરંતુ, સુરતમાં (Surat) પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી ગળું કપાયાની એક હચમચાવતી ઘટના સામે આવી છે. અમરોલી-સાયણ રોડ પર પતંગની દોરીથી એક યુવકનું ગળુ કપાયું છે. ગળાનાં ભાગેથી મગજમાં જતી ત્રણ નસ પણ કપાઈ હોવાનું જાણવા મળ્યું છે. હાલ, યુવક હોસ્પિટલમાં જીવન અને મોતની લડાઈ લડી રહ્યો છે.
- ચાઇનીઝ દોરીમાં બહુ થઇ 'વાર્તાઓ'!
- દરવર્ષે ગળા કપાય છે પણ બસ વાતો જ થાય છે!
- બે મહિના પહેલાં જ સુરતમાં કપાયું ગળું!#Gujarat #Surat #ChineseManjha #MuddaNiVaat #GujaratFirst pic.twitter.com/fZfVbFgcOM— Gujarat First (@GujaratFirst) November 21, 2024
આ પણ વાંચો - Anand : બહુચર્ચિત દીપુ પ્રજાપતિ દુષ્કર્મ કેસમાં 4 આરોપીની સાપુતારાથી ધરપકડ
પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી યુવકનું ગળું કપાયું
પ્રાથમિક અહેવાલ અનુસાર, સુરતનાં (Surat) અમરોલી સાયણ રોડ નજીક (Amroli-Sayan Road) આવેલા ઓવરબ્રિજ પરથી પસાર થનાર ડાયમંડ ફેક્ટરીનાં એકાઉન્ટનું પતંગની પ્રતિબંધિત ચાઇનીઝ દોરીથી ગળું કપાયું હતું. સ્થાનિક લોકો દ્વારા પોલીસને જાણ કરાતા અમરોલી પોલીસની (Amroli Police) ટીમ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ઇજાગ્રસ્ત યુવકને પીસીઆર વેનમાં ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.
આ પણ વાંચો - Praful Pansheriya: નિર્ધારિત સ્વેટર અંગે ખાનગી શાળાઓને રાજ્ય શિક્ષણ મંત્રની કડક સૂચના
ગળાનાં ભાગેથી મગજમાં જતી 3 નસ પણ કપાઈ
પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, ઇજાગ્રસ્ત યુવકની ઓળખ સમર્થ અરવિંદ નાવડિયા તરીકે થઈ છે. સમર્થને ગળાનાં ભાગેથી મગજમાં જતી 3 નસ ચાઈનીઝ દોરીનાં (Chinese dori (manja)) કારણે કપાઈ ગઈ હતી. હાલ, સમર્થ ખાનગી હોસ્પિટલનાં ICU માં જીવન અને મરણની લડાઈ લડી રહ્યો છે. આ અંગે, સમર્થનાં પરિવારજનોને જાણ કરાતા તેઓ ત્વરિત હોસ્પિટલ દોડી આવ્યા હતા.
આ પણ વાંચો - Gujarat : ખાનગી શાળાના સંચાલકોને શિક્ષણમંત્રીની ચીમકી