ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Noida: મીટની દુકાન પર માણસને જ કાપી નંખાયો, અરેરાટીભરી ઘટના

નોઈડાના સેક્ટર-117ના સોરખા ગામમાં બનેલી ચોંકાવનારી ઘટના માંસની દુકાનમાં બે ગ્રાહકો વચ્ચે ઝઘડો ઉગ્ર થતાં બની ઘટના આરોપીએ દુકાન પાસે જ ચાકુ મારીને કરી યુવકની હત્યા આરોપી ચાકુ મારતો રહ્યો, લોકો વીડિયો બનાવતા રહ્યા Noida Murder : નોઈડાના સેક્ટર-117ના...
09:37 AM Nov 15, 2024 IST | Vipul Pandya
નોઈડાના સેક્ટર-117ના સોરખા ગામમાં બનેલી ચોંકાવનારી ઘટના માંસની દુકાનમાં બે ગ્રાહકો વચ્ચે ઝઘડો ઉગ્ર થતાં બની ઘટના આરોપીએ દુકાન પાસે જ ચાકુ મારીને કરી યુવકની હત્યા આરોપી ચાકુ મારતો રહ્યો, લોકો વીડિયો બનાવતા રહ્યા Noida Murder : નોઈડાના સેક્ટર-117ના...
Noida Murder

Noida Murder : નોઈડાના સેક્ટર-117ના સોરખા ગામમાં બનેલી એક ઘટનાનીથી ખળભળાટ મચી ગયો છે. સોરખા ગામમાં એક માંસની દુકાનમાં ગુરુવારે બપોરે બે ગ્રાહકો વચ્ચે ઝઘડો થયો હતો. દુકાનમાં એક ગ્રાહકે પહેલા બીજા પર છરી વડે હુમલો કર્યો હતો. જ્યારે પીડિત મદદ માટે દોડ્યો તો આરોપીએ તેનો પીછો કર્યો અને યુવક પર તૂટી પડ્યો હતો (Noida Murder)જેથી યુવકનું મોત થયું હતું. ઘટના બાદ આરોપી સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. માહિતી મળતાં જ પોલીસે લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી અને આરોપીને પકડવા માટે ત્રણ ટીમો બનાવી હતી. પોલીસનું કહેવું છે કે આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.

શહજાદને માંસની દુકાનમાં બીજા ગ્રાહક સાથે ઝઘડો થયો

મૂળ મેરઠનો રહેવાસી શહજાદ છેલ્લા કેટલાક વર્ષોથી તેની પત્ની અને ત્રણ બાળકો સાથે સોરખા ગામમાં ભાડાના મકાનમાં રહેતો હતો અને કાર ચલાવતો હતો. તે ગુરુવારે બપોરે 2 વાગ્યે ગામમાં બિકાનેર સ્વીટ્સની સામે માંસની દુકાને ગયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર, બંગાળી ગ્રાહકનો શહેઝાદ સાથે કોઈ મુદ્દે વિવાદ થયો હતો. આરોપી બંગાળીએ દુકાનદાર પાસેથી છરી લઈ શહેઝાદના પેટમાં છરી મારી હતી. શહઝાદ પોતાનું પેટ પકડીને સ્થળ પરથી ભાગી ગયો હતો અને લોકો પાસે મદદની વિનંતી કરતો હતો, તે 40 મીટર આગળ ગયો હતો અને પુલ પર બેસી ગયો હતો. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ, છરી ચલાવનાર આરોપી શહેઝાદનો પીછો કરતો હતો અને ચોકઠા પર શહેઝાદને છરી વડે હુમલો કરી પતાવી દીધો હતો અને ત્યારબાદ આરોપી દુકાન પર પાછો જઇ માંસ લઇને પોતાના ઘેર જતો રહ્યો હતો

પોલીસ પહોંચી

તપાસની માહિતી મળતા પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને તેને હોસ્પિટલ લઈ ગયા, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો. ધોળા દિવસે થયેલી હત્યાની માહિતી મળતાં જ ડીસીપી રામબદન સિંહ, એડીસીપી મનીષ કુમાર મિશ્રા, એસીપી ટ્વિંકલ જૈન સહિત બે પોલીસ સ્ટેશનની પોલીસ આવી પહોંચી હતી.

આ પણ વાંચો----દિલ્હીમાં Double Murder, કાકા-ભત્રીજાની ગોળી મારી હત્યા

શહજાદ મદદ માંગતો રહ્યો, લોકો વીડિયો બનાવતા રહ્યા

તિરાહા બ્રિજ પર લોહીલુહાણ હાલતમાં પડેલો શહજાદ લોકોને હોસ્પિટલ લઈ જવા માટે આજીજી કરતો રહ્યો, પરંતુ લોકો વીડિયો બનાવતા રહ્યા. લોકોની નજર સામે શહજાદનું મોત થયું. ડીસીપી રામબદન સિંહનું કહેવું છે કે આરોપીને પકડવા માટે ટીમો બનાવવામાં આવી છે. ટૂંક સમયમાં આરોપી ઝડપાઈ જશે. આરોપીની ધરપકડ બાદ જ ખબર પડશે કે શહજાદ સાથેની લડાઈ પાછળનું કારણ શું હતું.

લાપરવાહીથી ગઇ હતી નોકરી

શહઝાદના સાળા ઝાકિરે જણાવ્યું કે તેના જીજાજી આમ્રપાલી રાશિ સોસાયટીમાં રહેતી મહિલાની કાર ચલાવતા હતા. તેણે જણાવ્યું કે દિવાળી પહેલા ધનતેરસ પર જાણ કર્યા વગર જતા રહેવાના કારણે શહજાદની નોકરી ગઈ હતી. તેના પરિવારમાં પત્ની સલમા સિવાય ત્રણ બાળકો છે. સૌથી મોટો પુત્ર અને બે પુત્રી છે. શહઝાદની પત્ની સલમા ફ્લેટમાં રસોઈયા તરીકે કામ કરે છે.

આ ઘટનાને જોઈને લોકો ગભરાઈ ગયા

પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર આરોપીના હાથમાં લાંબુ ચાકુ હતું. આરોપી એટલો ઝનૂની બન્યો હતો કે જ્યાં સુધી શહજાદ મૃત્યુ ના પામ્યો ત્યાં સુધી તે ચાકૂ વડે પ્રહાર કરતો રહ્યો હતો. કેટલાક લોકોએ શહજાદને બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો, પરંતુ આરોપીના હાથમાં લાંબી છરી જોઈને બધા ડરી ગયા હતા.

ઘટનાનો વીડિયો સામે આવ્યો

માંસની દુકાનની સામે મીઠાઈની દુકાન છે. આ સમગ્ર ઘટના દુકાનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ નથી. જો કે, કેમેરામાં શહેઝાદ પહેલા ચાકુ માર્યા બાદ દુકાનમાંથી ભાગતો જોવા મળે છે. થોડીવાર પછી આરોપી હાથમાં છરી લઈને ભાગતો જોવા મળે છે. પોલીસે ઘટના સ્થળે અને આસપાસ લાગેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજ કબજે કરીને તપાસ શરૂ કરી છે.

માંસ વેચનાર તેની દુકાન બંધ કરીને ફરાર થઈ ગયો

શહઝાદને જ્યાં છરો મારવામાં આવ્યો હતો તે બિસ્મિલ્લા માંસની દુકાનનો માલિક ગુલઝાર ઘટના બાદ દુકાન બંધ કરીને ભાગી ગયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી અને દુકાનદારની શોધખોળ કરી રહી છે. પોલીસનું કહેવું છે કે શહેઝાદે આરોપી સાથે શા માટે ઝઘડો કર્યો અને આરોપી કોણ છે તે માત્ર દુકાનદાર જ કહી શકશે.

આ પણ વાંચો----Baba Siddique Murder : જેલમાં બનાવ્યો પ્લાન,શૂટરોને આપી આટલી સોપાર!

Tags :
Crimemeat shopMurderMurder at a meat shopNoidanoida policeUttar Pradesh
Next Article