ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

એક SMS થી લિંક થઈ જશે આધાર-પાન, 1 મિનિટમાં થઈ જશે કામ

સરકાર તો આદેશ કરી જ ચુકી છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડ દરેક વ્યક્તિએ ફરજિયાત લિંક કરવાના છે. જો કોઈ વ્યક્તિ આમ ન કરે તો તેને દંડ ફટકારવામાં આવશે. તેવામાં જો તમે જાણકારીના અભાવના કારણે આધાર અને પાન લિંક...
05:57 PM May 06, 2023 IST | Hiren Dave
સરકાર તો આદેશ કરી જ ચુકી છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડ દરેક વ્યક્તિએ ફરજિયાત લિંક કરવાના છે. જો કોઈ વ્યક્તિ આમ ન કરે તો તેને દંડ ફટકારવામાં આવશે. તેવામાં જો તમે જાણકારીના અભાવના કારણે આધાર અને પાન લિંક...

સરકાર તો આદેશ કરી જ ચુકી છે કે આધાર કાર્ડ અને પાન કાર્ડ દરેક વ્યક્તિએ ફરજિયાત લિંક કરવાના છે. જો કોઈ વ્યક્તિ આમ ન કરે તો તેને દંડ ફટકારવામાં આવશે. તેવામાં જો તમે જાણકારીના અભાવના કારણે આધાર અને પાન લિંક નથી કર્યું તો આજે જ આ કામ ફટાફટ ઘર બેઠા કરી લો. કારણ કે આધાર અને પાન કાર્ડ લિંક કરવામાં નહીં આવે તો ઘણા કામ અટકી જશે.

આવકવેરા વિભાગે લોકોની સુવિધા માટે આધાર સાથે પાન લિંક કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 કરી છે. ત્યારપછી પણ જો આ બંને દસ્તાવેજ લિંક નહીં હોય તો પાન કાર્ડ નિષ્ક્રિય થઈ જશે અને બેન્કના વ્યવહારો સહિત ઘણી જગ્યાએ સમસ્યાઓનો સામનો કરવો પડશે. આ ઉપરાંત સમય મર્યાદા પુરી થયા પછી આધાર સાથે પાન કાર્ડ લિંક કરવા માટે 1,000 રૂપિયા પણ ચૂકવવા પડશે. તો પછી રાહ જોયા વિના ફક્ત એક SMS કરીને આ પ્રક્રિયા આજે જ પુરી કરી લો.

 

જો તમારું PAN કાર્ડ આધાર સાથે લિંક નથી તો તમારા મોબાઈલ પરથી SMS મોકલીને તમે આ કામ કરી શકો છો. તેના માટે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર પરથી એક SMS મોકલવાનો રહેશે. જેમાં UIDPAN લખી તેને 567678 અથવા 56161 પર મોકલો. જો કે આ કામ ત્યારે જ થશે જ્યારે તમારું નામ, જન્મતારીખ બંનેમાં એક સરખા હશે.

આ પણ  વાંચો- શા કારણે WHATS APP એ બંધ કર્યાં 47 લાખ ભારતીય એકાઉન્ટ્સ? જાણો

 

Tags :
Aadhaar CardPAN CardSMStech news
Next Article