Aamod તાલુકા પંચાયત વિવાદ : કારોબારી ચેરમેનના પતિના વાયરલ વીડિયો પર કોંગ્રેસના આરોપ, TDO પર બેદરકારીના આક્ષેપ
Aamod : જિલ્લાના આમોદ તાલુકા (Aamod ) પંચાયતમાં કારોબારી ચેરમેન અમિષાબેન પટેલના પતિ કેતન પટેલ રજાના દિવસે સરકારી કોમ્પ્યુટર પર કામ કરતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો છે. આ મામલો હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી સંદીપ માંગરોલા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી (DDO), તાલુકા વિકાસ અધિકારી (TDO), પોલીસ અધિક્ષક, જિલ્લા કલેક્ટર અને માનવ અધિકાર આયોગ સુધી પહોંચ્યો છે.
Advertisement
- Aamod તાલુકા પંચાયત વિવાદ : કારોબારી ચેરમેનના પતિના વાયરલ વીડિયો પર કોંગ્રેસના આરોપ, TDO પર બેદરકારીના આક્ષેપ
- રજાના દિવસે સરકારી કોમ્પ્યુટર પર કામ : કેતન પટેલ વિરુદ્ધ કોંગ્રેસની ફરિયાદ, માનવ અધિકાર આયોગ સુધી પહોંચ્યો મામલો
- આમોદ પંચાયતમાં TDOનું મૌન : 8 હજાર પગારવાળા કર્મચારીને સસ્પેન્ડ, કેતન પટેલ સામે કાર્યવાહી કેમ નહીં?
- વાયરલ વીડિયોનો વિવાદ : આમોદ તાલુકા પંચાયતમાં કારોબારી ચેરમેનના પતિ પર આરોપ, કોંગ્રેસ મેદાનમાં
- ભરૂચ જિલ્લા વિકાસ અધિકારીને ફરિયાદ : આમોદ પંચાયતમાં અનધિકૃત પ્રવેશનો મામલો, સંદીપ માંગરોલાના આક્ષેપ
ભરૂચ : જિલ્લાના આમોદ તાલુકા (Aamod ) પંચાયતમાં કારોબારી ચેરમેન અમિષાબેન પટેલના પતિ કેતન પટેલ રજાના દિવસે સરકારી કોમ્પ્યુટર પર કામ કરતા હોવાનો વીડિયો વાયરલ થયા બાદ વિવાદ વકર્યો છે. આ મામલો હવે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના જનરલ સેક્રેટરી સંદીપ માંગરોલા દ્વારા જિલ્લા વિકાસ અધિકારી (DDO), તાલુકા વિકાસ અધિકારી (TDO), પોલીસ અધિક્ષક, જિલ્લા કલેક્ટર અને માનવ અધિકાર આયોગ સુધી પહોંચ્યો છે. કોંગ્રેસે કેતન પટેલ સામે ચોરી અને અનધિકૃત પ્રવેશની ફોજદારી ફરિયાદ નોંધવાની માંગ કરી છે, જ્યારે TDO અને DDO પર રાજકીય દબાણમાં કાર્યવાહી ન કરવાના આરોપ મૂક્યા છે.

