ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

બોટાદ હડદડ ઘર્ષણ પર AAP ના નેતાઓની તીખી પ્રતિક્રિયા- ઈટાલિયાએ ભાજપા પર દોષનો ટોપલો ઢોળ્યો તો રાજુ કરપડાએ ષડયંત્ર ગણાવ્યું

બોટાદ હડદડ ઘર્ષણ પર AAP ના નેતા ગોપાલ ઈટાલિયા અને રાજુ કરપડાએ પોત-પોતાની પ્રતિક્રિયા આપી છે. આ બાબતે ગોપાલ ઈટાલિયાએ ઘર્ષણના દોષનો ટોપલો ભાજપાના માથે ઢોલી દીધો છે, તો રાજુ કરપડાએ પોલીસ પર થયેલા પથ્થરમારાને આયોજનપૂર્વક કરવામાં આવેલું ષડયંત્ર ગણાવ્યું છે. જાણો વિસ્તારપૂર્વક શું કહ્યું બંને આપ નેતાઓએ
08:05 PM Oct 12, 2025 IST | Mujahid Tunvar
બોટાદ હડદડ ઘર્ષણ પર AAP ના નેતા ગોપાલ ઈટાલિયા અને રાજુ કરપડાએ પોત-પોતાની પ્રતિક્રિયા આપી છે. આ બાબતે ગોપાલ ઈટાલિયાએ ઘર્ષણના દોષનો ટોપલો ભાજપાના માથે ઢોલી દીધો છે, તો રાજુ કરપડાએ પોલીસ પર થયેલા પથ્થરમારાને આયોજનપૂર્વક કરવામાં આવેલું ષડયંત્ર ગણાવ્યું છે. જાણો વિસ્તારપૂર્વક શું કહ્યું બંને આપ નેતાઓએ

બોટાદમાં AAP નું આંદોલન : ગુજરાતના બોટાદ જિલ્લાના હડદડ ગામમાં તાજેતરમાં ખેડૂત મહાપંચાયત દરમિયાન પોલીસ અને ગ્રામજનો વચ્ચે થયેલા તીવ્ર ઘર્ષણ પર આમ આદમી પાર્ટી (AAP)ના નેતાઓએ તીખી પ્રતિક્રિયા આપી છે. વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ લાઠીચાર્જ અને ટીયરગેસનો દોષ ભારતીય જનતા પાર્ટી (ભાજપા) પર ઢોળીને કહ્યું કે, ભાજપા અને પોલીસે શાંતિપૂર્વક આંદોલનને કચડી નાંખ્યું છે. તો બીજી તરફ AAPના ખેડૂત સેલના પ્રમુખ રાજુ કરપડાએ આ ઘર્ષણને આયોજનપૂર્વક ષડયંત્ર ગણાવીને રૂમાલ બાંધેલા લોકો પર પથ્થરમારાનો આરોપ મૂક્યો છે. આ વિવાદથી ગુજરાતના ખેડૂત આંદોલનમાં નવો મોરચો ખુલી ગયો છે, જેમાં કડોદા અને કપાસ જેવી પાકોના ભાવો અને નફાખોરીના મુદ્દાઓ કેન્દ્રમાં છે.

ગોપાલ ઈટાલિયાની તીખી ટીકા : ભાજપા પર ખેડૂતોની લૂંટનો આરોપ

વિસાવદર ધારાસભ્ય અને AAPના પ્રખર નેતા ગોપાલ ઈટાલિયાએ આ ઘર્ષણને ભાજપા સરકારની નીતિઓનું પરિણામ ગણાવ્યું છે. તેમણે જાહેરમાં કહ્યું, "ખેડૂતો કપાસ અને અન્ય જણસ વેચવા માર્કેટ યાર્ડ જાય ત્યારે બબાલ થાય છે. નફાખોરો ખેતપેદાશમાં કડોદા કરીને લૂંટ ચલાવે છે, અને તેના બદલે સરકાર ટીયરગેસ અને લાઠીચાર્જ કરે છે. AAPના રાજુ કરપડા શાંતિપૂર્વક ગાંધીયુગીના માર્ગે લડી રહ્યા હતા, પણ ભાજપા અને પોલીસે શાંતિ ડહોળવાનું કામ કર્યું."

આ પણ વાંચો- Surat : વિદ્યાના મંદિરમાં માંસાહારી મહેમાન નવાજી, શાળામાં નોન-વેજ પાર્ટી યોજાતા વિવાદ

ઈટાલિયાએ વધુમાં કહ્યું કે, મહાપંચાયતમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા, પણ પોલીસે અત્યાચાર કર્યો. "ખેડૂતોની મદદ કરવાના બદલે તેઓએ ટીયરગેસના સેલ છોડ્યા. આ ભાજપાની ખેડૂત વિરોધી વિચારધારાનું પરિણામ છે."

રાજુ કરપડાની પ્રતિક્રિયા : ઘર્ષણને ષડયંત્ર ગણાવ્યું, રૂમાલવાળા લોકો પર આરોપ

બીજી તરફ AAPના ગુજરાત ખેડૂત સેલના પ્રમુખ રાજુ કરપડા, જે તાજેતરમાં બોટાદ માર્કેટ યાર્ડમાં કપાસ વેચાણમાંથી થતી કટોતરીઓ વિરુદ્ધ ધરણા આપીને પોતાની ધરપકડ કરાવી હતી, તેમણે હડદડ ઘર્ષણને આયોજનપૂર્વક ષડયંત્ર ગણાવ્યું છે. તેમણે કહ્યું, "લેખિતમાં ચેરમેને બાંહેધરી આપી નથી, પણ હડદડમાં મહાપંચાયત કરવાનું નક્કી કરાયું હતું. ખેડૂતોને ઉશ્કેરવાના પ્રયાસ કરવામાં આવ્યા અને મોઢે રૂમાલ બાંધી સિવિલ ડ્રેસમાં લોકો આવ્યા. એ જ લોકોએ પથ્થરમારો શરૂ કર્યો અને પોલીસ વાહન પર હુમલો કર્યો હતો."

કરપડાએ વધુમાં કહ્યું કે, આ આયોજનપૂર્વક પથ્થરમારાનું ષડયંત્ર હતું, જેનો ઉદ્દેશ ખેડૂત આંદોલનને બદનામ કરવાનો હતો. કરપડાની તાજેતરની ધરપકડ પછી આવતી આ વાતથી AAP અને ભાજપા વચ્ચે રાજકીય તણાવ વધ્યો છે.

આ પણ વાંચો- બોટાદ APMCમાં કપાસના ‘કડદા’નો વિવાદ વધુ વકર્યો, 20 લોકોની અટકાયત, 3 પોલીસકર્મી ઘાયલ

Tags :
#AAPReaction#BJPBlame#BotadHadvadClash#RajuKarpadaAAPFarmerProtestGopalItalia
Next Article