ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

AAP : ગારિયાધારના ધારાસભ્ય સુધીર વાઘાણી રહસ્યમય સંજોગોમાં ગાયબ

AAP : એક તરફ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરુ થઇ ગયું છે ત્યારે ગારિયાધારના AAPના ધારાસભ્ય સુધીર વાઘાણી (Sudhir Vaghani) અચાનક રહસ્યમય સંજોગોમાં ગાયબ થઇ જતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગારિયાધારની જનતા છેલ્લા 3 દિવસથી તેમનો સંપર્ક કરી રહી...
03:25 PM Feb 03, 2024 IST | Vipul Pandya
AAP : એક તરફ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરુ થઇ ગયું છે ત્યારે ગારિયાધારના AAPના ધારાસભ્ય સુધીર વાઘાણી (Sudhir Vaghani) અચાનક રહસ્યમય સંજોગોમાં ગાયબ થઇ જતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગારિયાધારની જનતા છેલ્લા 3 દિવસથી તેમનો સંપર્ક કરી રહી...
MLA_AAP_SUDHIR_VAGHANI

AAP : એક તરફ ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરુ થઇ ગયું છે ત્યારે ગારિયાધારના AAPના ધારાસભ્ય સુધીર વાઘાણી (Sudhir Vaghani) અચાનક રહસ્યમય સંજોગોમાં ગાયબ થઇ જતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ગારિયાધારની જનતા છેલ્લા 3 દિવસથી તેમનો સંપર્ક કરી રહી છે પણ તેમના ધારાસભ્ય ગાયબ છે અને ફોન પણ લાગતો ન હતો.. તેઓ સંપર્ક બહાર થઇ ગયા હતા.ત્યારે સવાલ એ થાય છે કે એવા ક્યા સંજોગો ઉભા થયા છે કે સુધીર વાઘાણી આ રીતે ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાત ફર્સ્ટે આ સવાલો મારો ચલાવતા સુધીર વાઘાણી અચાનક પ્રગટ થયા હતા અને તેઓ ગાંધીનગરમાં જ હોવાનો દાવો કર્યો હતો. તેમણે કોન્ફરન્સ કોલમાં જોડાઇને ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી હતી.

ગારિયાધારના AAPના ધારાસભ્ય સુધીર વાઘાણી અચાનક જ રહસ્યમય સંજોગોમાં ગાયબ

ગુજરાતના રાજકારણના મોટા સમાચાર આવી રહ્યા છે. ગારિયાધારના AAPના ધારાસભ્ય સુધીર વાઘાણી અચાનક જ રહસ્યમય સંજોગોમાં ગાયબ થઇ ગયા હતા. સુધીર વાઘાણીનો ફોન પણ બંધ આવી રહ્યો હતો. છેલ્લા 3 દિવસથી સુધીર વાઘાણીનો ફોન સંપર્ક બહાર આવી રહ્યો છે. સુધીર વાઘાણીના ગારિયાધાર કાર્યાલયને પણ તાળા લગાવેલા જોવા મળ્યા હતા.

અચાનક ક્યાં ગાયબ થઇ ગયા

સુધીર વાઘાણી અચાનક ક્યાં ગાયબ થઇ ગયા તેને લઇ પ્રદેશ નેતૃત્વ પણ ચિંતામાં છે. તેઓ જનપ્રતિનિધિ હોવા છતાં કેમ સંપર્ક બહાર છે સુધીર વાઘાણી? તેવો સવાલ થઇ રહ્યો છે એ પણ પ્રશ્ન ઉભો થયો છે કે કેમ સતત બંધ આવી રહ્યો છે ધારાસભ્ય સુધીર વાઘાણીનો ફોન? અને તેનો કોઇની પાસે જવાબ ન હતો.

સુધીરભાઇ અચાનક પ્રગટ થયા

જો કે ગુજરાત ફર્સ્ટે સતત આ સવાલો પુછ્યા ત્યારે સુધીરભાઇ અચાનક પ્રગટ થયા હતા અને કહ્યું કે હું ગાંધીનગરમાં છું અને સોમવારે બજેટ સત્રમાં જઇશ. ક્યારેક તો ફોન બંધ થઇ જાય તે તેમણે કહ્યું હતું. તેમણે કોન્ફરન્સ કોલ દ્વારા ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરી હતી.

ધારાસભ્ય સંપર્ક વિહોણાં થઇ જતાં રાજકારણમાં ગરમાવો

ગુજરાત વિધાનસભામાં બજેટ સત્ર શરુ થઇ ગયું છે. શુક્રવારે બજેટ પણ રજૂ થયું છે ત્યારે જનપ્રતિનીધી જ ગાયબ રહે તે મોટી વાત છે અને નવાઇની વાત પણ છે. એક તરફ ગુજરાતમાં આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી આજે જ ભાજપમાં જોડાયા છે અને તાજેતરમાં કોંગ્રેસના પણ ઘણા નેતા ભાજપમાં જોડાયા છે ત્યારે ભાજપના ઓપરેશન લોટસ વચ્ચે વધુ એક ધારાસભ્ય સંપર્ક વિહોણાં થઇ જતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો હતો.

AAPના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ અલગ જવાબ આપ્યો

જો કે AAPના જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવાએ આ મામલે કહ્યું કે મારે બે દિવસ પહેલાં જ સુધીરભાઇ સાથે વાત થઇ ગઇ હતી. સૌરાષ્ટ્રમાં હાલ લગનગાળો ચાલી રહ્યો છે. અંગત કામમાં રોકાયેલા છે એટલે ફોન બંધ આવે છે.

સત્ર માટે તે ગાંધીનગર આવી ગયા હતા

બોટાદના આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ કહ્યું કે સત્ર માટે તે ગાંધીનગર આવી ગયા હતા પણ તબિયત સારી નથી એટલે સત્રમાં આવ્યા નથી.

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
AAPdisappearedGariadhar MLAmysterious circumstancesOperation LotusPoliticsSudhir Vaghani
Next Article