ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

દિલ્હી CM પર હુમલામાં AAPનું કનેક્શન? ભાજપનો સનસનાટીભર્યો આરોપ

આરોપી ગોપાલ ઈટાલિયા સાથે કોન્ટેક્ટમાં હોવાનું બીજેપી દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે
08:29 PM Aug 20, 2025 IST | Mujahid Tunvar
આરોપી ગોપાલ ઈટાલિયા સાથે કોન્ટેક્ટમાં હોવાનું બીજેપી દ્વારા આરોપ લગાવવામાં આવી રહ્યો છે

નવી દિલ્હી : દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર થયેલા હુમલાના કેસમાં રાજકીય વિવાદ ઊભો થયો છે. ભારતીય જનતા પાર્ટી (BJP) એ આમ આદમી પાર્ટી (AAP) પર સનસનાટીભર્યો આરોપ લગાવ્યો છે કે હુમલાખોર રાજેશ ખીમજી સકરિયાનો AAP સાથે સંબંધ છે. ભાજપના દિલ્હી સચિવ અને મોતી નગરના ધારાસભ્ય હરીશ ખુરાનાએ X પર એક ફોટો શેર કરીને દાવો કર્યો છે કે આરોપી રાજેશ સકરિયા AAPના ગુજરાતના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા સાથે જોવા મળ્યો હતો. ખુરાનાએ આ ફોટો શેર કરીને કટાક્ષ કરતાં લખ્યું, “જેની શંકા હતી તે થયું. અરવિંદ કેજરીવાલના ખાસ ગોપાલ ઈટાલિયા સાથેનો આ ફોટો ઘણું બધું કહે છે. આજે રેખા ગુપ્તા પર થયેલા હુમલાનું કનેક્શન AAP સાથે જોડાયેલું હોવાનું સ્પષ્ટ દેખાય છે. કેજરીવાલજી, આ રિશ્તા ક્યા કહેલાતા હૈ?”

‘જન સુનવાઈ’ કાર્યક્રમ દરમિયાન હુમલો

દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તા પર બુધવારે સવારે તેમના સત્તાવાર નિવાસસ્થાને ‘જન સુનવાઈ’ કાર્યક્રમ દરમિયાન હુમલો થયો હતો. પોલીસના જણાવ્યા મુજબ, 41 વર્ષીય રાજેશ ભાઈ ખીમજી નામના શખ્સે મુખ્યમંત્રીને થપ્પડ મારીને તેમના વાળ ખેંચ્યા અને અપશબ્દો બોલ્યા હતા. આ ઘટના બાદ દિલ્હી પોલીસે આરોપીને કસ્ટડીમાં લઈ લીધો અને તેની સામે ભારતીય ન્યાય સંહિતાની કલમ 109(1) (હત્યાનો પ્રયાસ) હેઠળ FIR નોંધવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી રાજકોટ, ગુજરાતનો રહેવાસી છે અને તે સુપ્રીમ કોર્ટના તાજેતરના શ્વાનોને હટાવવાના આદેશથી નારાજ હતો.

AAPએ ભાજપના આરોપોને નકારી કાઢ્યા છે અને ખુરાના દ્વારા શેર કરાયેલો ફોટો AI-જનરેટેડ હોવાનો દાવો કર્યો છે. AAPના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી આતિશીએ જણાવ્યું, “આ ફોટો નકલી છે. તેમ છતાં અમે કોઈપણ પ્રકારની હિંસાનું સમર્થન કરતા નથી. આ હુમલાની અમે નિંદા કરીએ છીએ.” AAPના ધારાસભ્ય અનિલ ઝાએ દાવો કર્યો કે આ હુમલો “નાટક” હતો અને રેખા ગુપ્તાએ જાતે જ આ ઘટનાને સ્ટેજ-મેનેજ કરાવી હતી. તેમણે કહ્યું, “હું રેખા ગુપ્તાને 27 વર્ષથી ઓળખું છું. આ કોઈ હુમલો નહોતો પરંતુ એક નાટક હતું.”

ભાજપના નેતાઓએ આ ઘટનાને રાજકીય ષડયંત્ર ગણાવ્યું છે. દિલ્હીના ભાજપ નેતા મનજિન્દર સિંહ સિરસાએ જણાવ્યું, “રેખા ગુપ્તા દિવસ-રાત દિલ્હીની જનતા માટે કામ કરે છે. આ હુમલો તેમની લોકપ્રિયતાથી ઈ સ્પર્ધામાંથી થયેલો હોઈ શકે છે.” ખુરાનાએ AAPના અનિલ ઝાના આરોપોનો વળતો જવાબ આપતા કહ્યું, “બધી પાર્ટીઓએ આ હુમલાની નિંદા કરી છે, પરંતુ AAPના ધારાસભ્ય તેને નાટક કહી રહ્યા છે. શું આ AAPનું સત્તાવાર વલણ છે?”

AAPના નેતાઓની પ્રતિક્રિયા

AAPના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે હુમલાની નિંદા કરતાં X પર લખ્યું, “લોકતંત્રમાં વિચારોનો મતભેદ અને વિરોધ સ્વીકાર્ય છે, પરંતુ હિંસાને કોઈ સ્થાન નથી. હું આશા રાખું છું કે દિલ્હી પોલીસ આ મામલે કડક કાર્યવાહી કરશે.” આતિશીએ પણ આ ઘટનાની નિંદા કરી અને જણાવ્યું કે આવી ઘટનાઓ રાજકારણમાં અસ્વીકાર્ય છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી પોસ્ટ

દિલ્હી પોલીસે જણાવ્યું કે આરોપી રાજેશ ભાઈ ખીમજીની ધરપકડ કરવામાં આવી છે અને તેની પૂછપરછ ચાલી રહી છે. પોલીસના ઉત્તર વિભાગના DCP રાજા બંઠિયાએ જણાવ્યું કે આરોપીએ મુખ્યમંત્રીના નિવાસસ્થાનની રેકી કરી હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. આ ઉપરાંત, આરોપીની માતા ભાનુબેને જણાવ્યું કે તેમનો પુત્ર પ્રાણીપ્રેમી છે અને સુપ્રીમ કોર્ટના શ્વાનોને લગતા આદેશથી નારાજ હતો.

આ પણ વાંચો- પોરબંદર, દ્વારકા અને અમરેલીમાં NDRFનું રેસ્ક્યૂ ઓપરેશન : 46 બાળકો સહિત 68 લોકોને બચાવ્યા

Tags :
#Harish KhuranaAAPattackBJPChiefMinisterDelhiGopal ItaliaPolitical ControversyRekha Gupta
Next Article