ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Delhi Election : મનીષ સિસોદિયાની સીટમાં ફેરફાર, AAP એ બીજી યાદી જાહેર કરી

Delhi વિધાનસભા ચૂંટણીને લઈને AAP ની તૈયારી AAP એ બીજી ઉમેદવાર લીસ્ટની કરી જાહેરાત યાદીમાં 20 ઉમેદવારોના નામનો કરવામાં આવ્યો સમાવેશ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 આમ આદમી પાર્ટી (AAP)એ ઉમેદવારોની બીજી યાદી પણ બહાર પાડી છે. આ યાદીમાં 20...
01:26 PM Dec 09, 2024 IST | Dhruv Parmar
Delhi વિધાનસભા ચૂંટણીને લઈને AAP ની તૈયારી AAP એ બીજી ઉમેદવાર લીસ્ટની કરી જાહેરાત યાદીમાં 20 ઉમેદવારોના નામનો કરવામાં આવ્યો સમાવેશ દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 આમ આદમી પાર્ટી (AAP)એ ઉમેદવારોની બીજી યાદી પણ બહાર પાડી છે. આ યાદીમાં 20...
  1. Delhi વિધાનસભા ચૂંટણીને લઈને AAP ની તૈયારી
  2. AAP એ બીજી ઉમેદવાર લીસ્ટની કરી જાહેરાત
  3. યાદીમાં 20 ઉમેદવારોના નામનો કરવામાં આવ્યો સમાવેશ

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025 આમ આદમી પાર્ટી (AAP)એ ઉમેદવારોની બીજી યાદી પણ બહાર પાડી છે. આ યાદીમાં 20 ઉમેદવારોના નામ સામે આવ્યા છે. પહેલી વખતની જેમ આ વખતે પણ AAP એ ઘણા જૂના ધારાસભ્યોની ટિકિટ કેન્સલ કરી છે. દિલ્હીના પૂર્વ ડેપ્યુટી CM મનીષ સિસોદિયાની વિધાનસભા સીટ બદલવામાં આવી છે. આ વખતે તેઓ તેમની પરંપરાગત બેઠક પટપરગંજને બદલે નવી સીટ જંગપુરાથી ચૂંટણી લડશે. જંગપુરાથી આમ આદમી પાર્ટી (AAP)એ મનીષ સિસોદિયાને ટિકિટ આપી છે.

યાદીમાં અનેક મોટા નામ સામેલ...

તમને જણાવી દઈએ કે, આમ આદમી પાર્ટી (AAP)એ તાજેતરમાં જ પાર્ટીમાં સામેલ થયેલા શિક્ષણવિદ અવધ ઓઝાને મનીષ સિસોદિયાની જૂની સીટ પટપરગંજથી પોતાનો ઉમેદવાર બનાવ્યો છે. પાર્ટીએ મનીષ સિસોદિયા અને અવધ ઓઝા સહિત 20 ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. પાર્ટીએ મનીષ સિસોદિયા અને અવધ ઓઝા સહિત 20 ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા છે. તેમાં દિનેશ ભારદ્વાજ (નરેલા), સુરિન્દર પાલ સિંહ બિટ્ટુ (તિમારપુર), મુકેશ ગોયલ (આદર્શ નગર), જસબીર કરાલા (મુંડકા), પ્રદીપ મિત્તલ (રોહિણી), પરવેશ રતન (પટેલ નગર), પરવીન કુમાર (જનકપુરી), સુરેન્દ્ર ભારદ્વાજ (બિજવાસન), જોગીન્દર સોલંકી (પાલમ), પ્રેમ કુમાર ચૌહાણ (દેવળી), વિકાસ બગ્ગા (ક્રિષ્ના નગર), નવીન ચૌધરી (ગાંધી નગર) અને આદિલ અહેમદ ખાન (મુસ્તફાબાદ)નું નામ સામેલ છે.

આ પણ વાંચો : Rahul Narvekar મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર બન્યા, બિનહરીફ ચૂંટાયા

નવા ચહેરાઓને સ્થાન મળ્યું...

આમ આદમી પાર્ટી (AAP)એ પણ આ યાદી સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ યાદી શેર કરતી વખતે પાર્ટીએ 'ફિર લાયેંગે કેજરીવાલ'નું સૂત્ર આપ્યું છે. તમને જણાવી દઈએ કે, આ પહેલા આમ આદમી પાર્ટી (AAP)એ 11 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. પાર્ટીએ આ યાદીમાં ઘણા નવા ચહેરાઓને પણ સ્થાન આપ્યું છે. આ વખતે મનીષ સિસોદિયાની સીટ અવધ ઓઝાને આપવામાં આવી છે. આ સિવાય થોડા દિવસો પહેલા ભાજપ છોડીને AAP માં સામેલ થયેલા સુરિન્દર પાલ સિંહ બિટ્ટુને પણ તિમારપુરથી ટિકિટ આપવામાં આવી છે.

આ પણ વાંચો : Himachal Pradesh અને Jammu Kashmir માં હિમવર્ષા, 110 રસ્તાઓ બંધ, ગામો અંધારામાં....

દિલ્હી વિધાનસભા ચૂંટણી 2025...

દિલ્હી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે. દિલ્હી વિધાનસભાનો કાર્યકાળ ફેબ્રુઆરીમાં પૂરો થશે. આવી સ્થિતિમાં ચૂંટણી પંચ ગમે ત્યારે દિલ્હીની 70 સીટો પર વિધાનસભા ચૂંટણીની જાહેરાત કરી શકે છે. સામાન્ય રીતે તારીખો જાહેર થયા પછી જ પક્ષ ઉમેદવારોના નામની જાહેરાત કરે છે. પરંતુ આમ આદમી પાર્ટી (AAP)એ સીટો પર પોતાની હાજરીનો અહેસાસ શરૂ કરી દીધો છે.

આ પણ વાંચો : West Bengal માં બોમ્બ બ્લાસ્ટ, 3 લોકોના મોત, પોલીસે તપાસ શરૂ કરી...

Tags :
Aam Aadmi PartyAAPAAP Candidate listAvadh Ojhadelhi assembly election 2025Gujarati NewsIndiaMANISH SISODIYANational
Next Article