ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Visavadar by-election : એક જ દિવસમાં AAPનું બીજું સ્ટીંગ ઓપરેશન, મતદાન પહેલા મોટી માત્રામાં પકડાયો દારૂનો જથ્થો

આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરની ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા AAPના નેતા રાજુ કરપડાએ ખેતરમાં કરી જનતા રેડ કરી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
11:21 PM Jun 17, 2025 IST | Vishal Khamar
આમ આદમી પાર્ટી દ્વારા વિસાવદરની ચૂંટણીમાં મતદાનના એક દિવસ પહેલા AAPના નેતા રાજુ કરપડાએ ખેતરમાં કરી જનતા રેડ કરી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો હતો.
visavadar by Election gujarat first

જૂનાગઢમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કપરાડા જનતા રેડ કરી દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. કિરીટ પટેલે જ આ દારૂ ઉતાર્યો હોવાનો રાજુ કપરાડાનો આક્ષેપ કર્યો હતો. ભાજપના જિલ્લા પંચાયતના સભ્ય દિનેશ મૈતરના ભત્રીજાની વાડીમાંથી પકડાયો 1000 બોટલ દારૂ વિસાવદરની ચૂંટણી પહેલા દારૂનો મોટો જથ્થો પકડી પાડ્યો હતો. બગડુ અને ખડિયાની વચ્ચે આણંદપુર પાસે વાડીમાંથી દારૂ પકડ્યો હતો.

આમ આદમી પાર્ટી દ્વારા પોલીસને બોલાવવામાં આવી હતી. તેમજ પંચનામું કરી પોલીસે દારૂનો કબ્જો લીધો હતો. હજુ દસ ટ્રક ભરી દારૂ ગામડે ગામડે ઉતારાયો હોવાનો આક્ષેપ પણ રાજુ કરપાડા દ્વારા કરવામાં આવ્યો હતો. પોલીસ તેનું નિષ્પક્ષ કામ કરે તે જરૂરી છે. આમ આદમી પાર્ટીનું એક જ દિવસમાં બીજું સ્ટીંગ ઓપરેશન છે.

આપ નેતા રાજુ કરપડાએ શું કહ્યું

આપ નેતા રાજુ કરપડાએ જણાવ્યું હતું કે, અમને જ્યારે સમાચાર મળ્યા અમારી ટીમ જ્યારે નીકળી ત્યારે જોયું કે કેટલાક લોકો ખભા પર કંઈક લઈ વાડીના મકાનમાં ઉતારી રહ્યા છે. જ્યારે અમે ત્યાં બે જવાન તેમજ જીઆરડી જવાનોને સાથે રાખી અમે જનતા રેડ કરી અમે અંદર તપાસ કરતા એક હજાર કરતા વધારે દારૂની બોટલ મળી આવી હતી. સવારે કોંગ્રેસને હાથો બનાવી કોંગ્રેસને હાથો બનાવી કોંગ્રેસના હાથે પૈસા વહેચી આમ આદમી પાર્ટીના કાર્યકરોને ખરીદવાના પ્રયત્નો થયા. જેનુ સ્ટીંગ સવારે થયું. કુદરત અમારી સાથે છે. એટલે આ તમામ વિગતો અને માહિતીઓ અમને મળે છે. આ ગોરખ ધંધા કરનાર લોકોને આજે અહીંયા જવાબ આપવા માટે થઈ, બેફામ ખેડૂતોને લૂંટ્યા છે આ તમામ કૌભાંડો જ્યારે ગોપાલભાઈ ઈટાલિયા ઈજાગર કરી રહ્યા છે. ત્યારે નવું એક સ્ટીંગ આજે થયું છે. જેમાં જનતા રેડ કરી દારૂ ઝડપી પાડ્યો છે.

પહેલું સ્ટીંગ ઓપરેશન

ગુજરાતમાં કડી અને વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી થવાની છે. બંને બેઠકો જીતવા માટે ભાજપ-કોંગ્રેસ-આમ આદમી પાર્ટી એડીચોટીનું જોર લગાવી રહી છે. હવે વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ ચોંકાવનારો દાવો કર્યો છે. તેમણે ભાજપ અને કોંગ્રેસ પર ઉમેદવારોની ખરીદીનો આરોપ લગાવ્યો છે. ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો છે કે, આ આખી ઘટનાનું સ્ટિંગ ઓપરેશન પણ તેમણે કર્યુ છે.

2 લાખમાં સોદો

વિસાવદર બેઠક પરથી આમ આદમી પાર્ટીના ઉમેદવાર ગોપાલ ઈટાલિયાએ દાવો કર્યો છે કે, આમ આદમી પાર્ટીના નેતાને 2 લાખમાં ખરીદવા માટે ઓફર કરવામાં આવી છે. ગોપાલ ઈટાલિયાએ આખી ઘટનાનું સ્ટિંગ કર્યુ હોવાનો પણ દાવો કર્યો છે. આ બાબતને સાબિત કરવા ગોપાલ ઈટાલિયા અને પ્રવીણ રામ પ્રાંત કચેરીએ પૂરા 2 લાખ રોકડા લઈને પહોંચ્યા છે. આ સમગ્ર પ્રકરણમાં ગોપાલ ઈટાલિયાએ એક વીડિયો પણ શેર કર્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Rain : હવામાન વિભાગની રાજ્યમાં ભારે પવન સાથે વરસાદની આગાહી, 40થી 60 કિમીની ઝડપે ફૂંકાઇ શકે છે પવન

વિસાવદર બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ

વિસાવદર બેઠક પરની પેટાચૂંટણી ગુજરાતના મુખ્ય રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. ભાજપે વિસાવદર માટે કિરીટ પટેલને ઉમેદવાર બનાવ્યા છે, તો કોંગ્રેસે નીતિન રાણપરીયા પર પસંદગી ઉતારી છે. આમ આદમી પાર્ટીએ ગોપાલ ઈટાલિયાને ટિકીટ આપી છે. વિસાવદર બેઠક પર ઉમેદવારોની પસંદગી બાબતે ભાજપ અને આમ આદમી પાર્ટીએ આયાતી ઉમેદવારોના સવાલોનો પણ સામનો કરવો પડી રહ્યો છે. આમ આદમી પાર્ટીના ગોપાલ ઈટાલિયા એડીચોટીનું જોર લગાવીને રોજે રોજ પ્રચાર કરી રહ્યા છે. જો કે તેમને સનાતન ધર્મ મુદ્દે આપેલ નિવેદન બદલ વિરોધનો પણ ભોગ બનવું પડ્યું હતું. અનેક સંતો સહિત જૂનાગઢના કિન્નર અખાડાએ પણ ગોપાલ ઈટાલિયાનો વિરોધ કર્યો હતો. હવે વિસાવદર બેઠકની જંગમાં ગોપાલ ઈટાલિયાએ સ્ટિંગ ઓપરેશનનો મુદ્દો ઉમેરીને ચકચાર મચાવી દીધી છે.

આ પણ વાંચોઃ Bhavnagar : મહુવામાં પડ્યો ધોધમાર વરસાદ, 38 વિદ્યાર્થીઓ અને બસ ડ્રાઇવરનું સુરક્ષિત રેસ્ક્યૂ કરાયું

Tags :
Gujarat FirstGUJARAT FIRST NEWSJanata RedJunagadh NewsLiquor SeizedVisavadar by-ElectionVisavadar Voting
Next Article