Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS પૉડકાસ્ટ
Advertisement

સુરતમાં ACB નો સપાટો : સર્કલ ઓફિસર 10 હજારની લાંચ લેતા ઝડપાયો

ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરમાં નાયબ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભીને રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટના રાજ્યમાં લાંચિયા અધિકારીઓ પર એસીબીની સતત તવાઈનું પરિણામ છે
સુરતમાં acb નો સપાટો   સર્કલ ઓફિસર 10 હજારની લાંચ લેતા ઝડપાયો
Advertisement
  • લાંચિયા અધિકારી પર ACB ની તવાઈ : કૃષ્ણકુમાર ડાભીની ધરપકડ
  • જમીનની નોંધમાં ભ્રષ્ટાચાર : સુરતના સર્કલ ઓફિસર રંગેહાથે પકડાયા
  • ગુજરાતમાં વધુ એક લાંચ કેસ : મામલતદાર કચેરીના અધિકારીની તપાસ શરૂ
  • એસીબીની કાર્યવાહી : 82 હજાર પગારવાળા અધિકારીને લાંચમાં ઝડપ્યા

સુરત : ગુજરાતમાં ભ્રષ્ટાચાર વિરુદ્ધની લડાઈમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા વધુ એક મોટી કાર્યવાહી કરવામાં આવી છે. સુરત શહેરમાં નાયબ મામલતદાર કચેરીના સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર બનેસંગ ડાભીને રૂપિયા 10 હજારની લાંચ લેતા રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો છે. આ ઘટના રાજ્યમાં લાંચિયા અધિકારીઓ પર એસીબીની સતત તવાઈનું પરિણામ છે, જેમાં સુરતમાં આ પ્રકારના કિસ્સાઓ વધી રહ્યા છે. તો જણાવી દઈએ કે, સુરેન્દ્રનગરમાં 1500 કરોડ રૂપિયાના કૌભાંડમાં નાયબ મામલતદારની ધરપકડ કરવામાં આવી છે. તેથી મોટા થોડા જ સમયમાં મોટા ખુલાસો સામે આવી શકે છે.

કાચી નોંધ પ્રમાણિત કરવા લાંચ

ઘટનાની વિગતો અનુસાર, ફરિયાદીએ તેમના અસીલના પ્લોટવાળી જમીનમાં અગાઉના માલિકના નામોની કાચી નોંધ પ્રમાણિત કરવા માટે અરજી કરી હતી. આ અરજીની કાર્યવાહી કરવાના અવેજમાં સર્કલ ઓફિસર કૃષ્ણકુમાર ડાભીએ ફરિયાદી પાસેથી રૂપિયા 10 હજારની લાંચની માગ કરી હતી. ફરિયાદીએ આ અંગે એસીબીને જાણ કરી, જેના આધારે એસીબીની ટીમે એક ટ્રેપ તૈયાર કર્યું. અઠવાલાઇન્સ સ્થિત ઉધના નાયબ મામલતદાર કચેરીમાં જ લાંચની રકમ લેતા વખતે ડાભીને રંગેહાથે ઝડપી પાડવામાં આવ્યો હતો.

Advertisement

Advertisement

82 હજાર પગાર છતાં પૈસાની ભૂખ

આ અધિકારી મહિને રૂપિયા 82 હજારના સરકારી પગાર પર કામ કરે છે, પરંતુ વધારાની કમાણી કરવા માટે ભ્રષ્ટાચાર આચરી રહ્યો હતો. એસીબીના અધિકારીઓએ જણાવ્યું કે, આ કિસ્સો રાજ્યમાં વધતા જતા ભ્રષ્ટાચારના કેસોને દર્શાવે છે, જ્યાં જમીન સંબંધિત વિભાગોમાં લાંચના કિસ્સાઓ વારંવાર સામે આવે છે. ડાભીની ધરપકડ બાદ એસીબીએ તપાસ હાથ ધરી છે અને તેમના ઘરે પણ સર્ચ કરવાની તૈયારી કરી છે. જો કોઈ અપ્રમાણસર મિલકતના પુરાવા મળશે તો તે અંગે પણ વધુ તપાસ કરવામાં આવશે.

ACB ની કડક કાર્યવાહીથી સરકારી બાબુઓમાં ડર

આ પ્રકારની કાર્યવાહીઓ રાજ્ય સરકારના ભ્રષ્ટાચાર વિરુદ્ધના અભિયાનને મજબૂત કરે છે. સુરત જેવા ઔદ્યોગિક શહેરમાં જમીન અને મિલકત સંબંધિત વ્યવહારોમાં વારંવાર આવા કિસ્સાઓ સામે આવે છે, જેના કારણે સામાન્ય નાગરિકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. એસીબીના અધિકારીઓએ જણાવ્યું કે, આવા કિસ્સાઓમાં ફરિયાદીઓને સુરક્ષા આપવામાં આવે છે અને તપાસ પારદર્શક રીતે કરવામાં આવે છે. રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં એસીબીએ અનેક અધિકારીઓને લાંચના કિસ્સામાં પકડ્યા છે.

જાગૃત નાગરિકની એક નાનકડી અરજી મસમોટા કૌભાંડોનો કરે છે પર્દાફાશ

રાજ્યમાં પાછલા કેટલાક સમયથી સરકારી બાબુઓની આવક કરતાં વધારે મિલકતો ઉપર એસીબી દ્વારા સંકજો કસવામાં આવ્યો છે. આ બધી કાર્યવાહીમાં ક્યાંકને ક્યાંક જાગૃત નાગરિકો દ્વારા આરટીઆઈ અને અરજીઓએ પણ મોટી ભૂમિકા ભજવી છે. આમ એક નાનકડી અરજીઓ મસમોટા કૌભાંડોને ઉજાગર કરી રહ્યા છે. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે, સરકારી કચેરીઓમાં પારદર્શિતા અને જવાબદારી વધારવાની જરૂર છે. નાગરિકોએ પણ કોઈ પણ પ્રકારની લાંચની માગણીના કિસ્સામાં તુરંત એસીબીને જાણ કરીને ભ્રષ્ટાચાર સામે હથિયાર ઉપાડવા જોઈએ, જેથી ભ્રષ્ટાચારને અટકાવી શકાય. આ કિસ્સામાં વધુ તપાસ ચાલુ છે અને આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચો- Gondal: જયરાજસિંહ જાડેજા અને રાજુ સોલંકી વચ્ચે સમાધાન, કેવી રીતે થઈ સમજૂતી?

Tags :
Advertisement

.

×