Dwarka લાઈટ હાઉસમાં દુર્ઘટના : ત્રીજા માળેથી માતા-પુત્ર પડી જતાં મોત, યાત્રાળુઓની ભીડ વચ્ચે તપાસ શરૂ
- Dwarka લાઈટ હાઉસમાં અકસ્માત : માતા અને 6 વર્ષના પુત્રનું ત્રીજા માળેથી પડીને મોત
- યાત્રાળુઓની ભીડ વચ્ચે દ્વારકામાં દુર્ઘટના : માતા-પુત્રના મોતથી શોકનું મોજું
- દ્વારકા લાઈટ હાઉસના ત્રીજા માળેથી પડી જતાં માતા-પુત્રનું કરુણ મોત, પોલીસ તપાસ શરૂ
- દ્વારકા પ્રવાસન સ્થળ પર દુઃખદ ઘટના : 32 વર્ષીય માતા અને પુત્રનું અકસ્માતે મોત
- દ્વારકા લાઈટહાઉસ અકસ્માત : ટીવી સ્ટેશન વિસ્તારના રહેવાસી માતા-પુત્રનું મોત, તપાસ ચાલુ
દેવભૂમિ દ્વારકા : દ્વારકા (Dwarka) શહેરમાં આવેલા પ્રખ્યાત લાઈટ હાઉસમાં (Light House) આજે એક હૃદયદ્રાવક ઘટના બની છે. પાંચ માળના આ લાઈટહાઉસના ત્રીજા માળેથી એક માતા અને તેમના પુત્રે મોતની છલાંગ લગાવી દીધી છે. આ ઘટના હાલ દ્વારકામાં યાત્રાળુઓની ભારે ભીડ વચ્ચે બની હોવાથી શહેરમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. પોલીસ અને તંત્ર દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. પ્રાથમિક તપાસમાં આને આપઘાત તરીકે જોવામાં આવી રહી છે.
Dwarka માતા-પુત્રનું ઘટના સ્થળે જ મોત
દ્વારકા લાઈટહાઉસ જે દ્વારકા શહેરના મુખ્ય આકર્ષણોમાંનું એક છે, તેની ઊંચાઈ અને સમુદ્રના વિહંગમ દર્શન માટે પ્રસિદ્ધ છે. આ લાઈટહાઉસમાં પ્રવાસીઓ અને યાત્રાળુઓની હંમેશા ભીડ જોવા મળે છે, ખાસ કરીને તહેવારો અને વેકેશનના દિવસોમાં લોકોના વધારે ઘસારો રહે છે. આજે પણ શહેરમાં યાત્રાળુઓની ભારે ભીડને કારણે વિવિધ સ્થળો પર અરાજકતા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. આવા સમયે લાઈટહાઉસના ત્રીજા માળેથી માતા-પુત્રએ મોતની છલાંગ લગાવી છે કે પછી તેઓ પડી ગયા છે તે અંગેની સત્તાવાર જાણકારી સામે આવી શકી નથી. જણાવી દઈએ કે, માતાની ઉંમર અંદાજે 32 વર્ષ અને પુત્રની ઉંમર 6 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે.
શું મોતની છલાંગ લગાવી કે કોઈનો ધક્કો વાગ્યો?
પ્રાથમિક માહિતી અનુસાર, માતા અને પુત્ર દ્વારકા શહેરમાં આવેલા ટીવી સ્ટેશન વિસ્તારના રહેવાસી હતા. તેઓ લાઈટહાઉસના ત્રીજા માળે ચડ્યા હતા, જ્યાંથી અચાનક તેઓ પડી ગયા છે કે પછી તેમને આત્મહત્યા કરી લીધી છે, તે અંગેનું રહસ્ય યથાવત છે. આ ઘટના અકસ્માત અથવા આપઘાત હોવાનું માનવામાં આવે છે, પરંતુ ભીડને કારણે કોઈ ધક્કો લાગ્યો કે કેમ તે અંગે તપાસ કરવામાં આવી રહી છે. લાઈટહાઉસના ત્રીજા માળેથી પડવાને કારણે બંનેને ગંભીર ઈજાઓ થઈ અને તેઓનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું.
દ્વારકાના લાઈટ હાઉસના ત્રીજા માળેથી માતાપુત્રનું પડી જતા મોત
માતા-પુત્ર દ્વારકાના ટીવી સ્ટેશનના રહેવાસી હોવાની પ્રાથમિક માહિતી
માતા-પુત્રના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયો
દ્વારકા પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી
દ્વારકામાં હાલ યાત્રાળુઓનો ભારે ધસારો#Gujarat… pic.twitter.com/g2tbfgWGvJ— Gujarat First (@GujaratFirst) January 4, 2026
પોલીસ તપાસમાં બહાર આવશે સત્ય
ઘટનાની જાણ થતાં જ 108 એમ્બ્યુલન્સ અને દ્વારકા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પોલીસે તરત જ વિસ્તારને કોર્ડન કરીને તપાસ શરૂ કરી દીધી. માતા અને પુત્રની લાશને પોસ્ટમોર્ટમ માટે દ્વારકા નગરપાલિકાની એમ્બ્યુલન્સમાં દ્વારકા સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. પોલીસ અધિકારીઓએ જણાવ્યું કે, "આ ઘટના અકસ્માત જેવી લાગે છે, પરંતુ અમે તમામ પાસાઓની તપાસ કરી રહ્યા છીએ. સીસીટીવી ફૂટેજ અને સાક્ષીઓના નિવેદનોના આધારે વધુ વિગતો બહાર આવશે."
આ દૂર્ઘટના પછી તંત્ર સફાળું જાગ્યું
આ ઘટના પછી લાઈટહાઉસ પર વધુ સુરક્ષા વ્યવસ્થા વધારવામાં આવી હોવાની માહિતી સામે આવી રહી છે. આ સાથે જ તંત્ર દ્વારા યાત્રાળુઓ અને પ્રવાસીઓને સલામતીના નિયમો પાળવાની અપીલ કરવામાં આવી છે. દ્વારકા જે ભગવાન કૃષ્ણની નગરી તરીકે જાણીતું છે, તેમાં દ્વારકાધીશ મંદિર અને અન્ય ધાર્મિક સ્થળોને કારણે વર્ષભર યાત્રાળુઓની ભીડ રહે છે. તાજેતરમાં નવા વર્ષ અને વેકેશનને કારણે ભીડ વધુ વધી છે, જેના કારણે દુર્ઘટના ઘટી હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.


