Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Botad : ગઢડાના માંડવધાર ગામ પાસે છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત

બોટાદના ગઢડાના માંડવધાર ગામ નજીક અકસ્માત સર્જાયો હતો. છકડો રીક્ષા અને બાઈક વચ્ચે સર્જાયેલ અકસ્માતમાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું.
botad   ગઢડાના માંડવધાર ગામ પાસે છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત
Advertisement
  • બોટાદના ગઢડાના માંડવધાર ગામ નજીક સર્જાયો અકસ્માત
  • છકડો રીક્ષા અને બાઈક વચ્ચે સર્જાયો અકસ્માત
  • અકસ્માતમાં બાઈક ચાલકનું ઘટનાસ્થળે મોત 3 ઈજાગ્રસ્ત
  • સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

બોટાદના ગઢડાના માંદવધાર ગામ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. માંડવધાર ગામ નજીક વળાંકમાં છકડો રીક્ષા અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈક ચાલકને ગંભીર ઈજાઓ થવા પામી હતી. જેથી બાઈક ચાલકનું ઘટના સ્થળે જ મોત નિપજવા પામ્યું હતું. જ્યારે 3 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ઈમરજન્સી 108 મારફતે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. તેમજ મૃતક બાઈક ચાલકના મૃતદેહને પીએમ અર્થે ખસેડવામાં આવ્યો હતો.

Advertisement

સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી

છકડો રીક્ષા અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાતા આજુબાજુના ખેતરમાં કામ કરી રહેલ લોકો તાત્કાલીક ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને અકસ્માત બાબતે પોલીસ તેમજ ઈમરજન્સી 108 ને જાણ કરતા પોલીસ તેમજ ઈમરજન્સી 108 તાત્કાલીક ઘટના સ્થળે આવી પહોંચી હતી. તેમજ ઈજાગ્રસ્તોને તાત્કાલીક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત સર્જાતા રોડ પર ટ્રાફિક જામ સર્જાવા પામ્યો હતો. મળતી માહિતી મુજબ મૃતક યુવાન ગઢડાના રામપરા ગામનો જયંતીભાઈ મનજીભાઈ શીશા હોવાનું સામે આવ્યું હતું. એક ઈજાગ્રસ્તને ભાવનગર અને બે લોકોને બોટાદ રિફર કરાયા હતા. સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Advertisement

આ પણ વાંચોઃ Ahmedabad માં લોન રિકવરી બાબતે માર મારવાનો કેસ, માથાભારે શખ્સોએ કર્યો હતો હુમલો

ભાવનગર સર ટી હોસ્પિટલ ખાતે રીફર કરાયા

ગઢડા મેડિકલ ઓફીસ ડો. મિલન ઘેવરીયાએ અકસ્માત બાબતે જણાવ્યું હતું કે, બાઈક અને છકડો રીક્ષા વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં એક મૃત્યું થયેલ છે. તેમજ ત્રણ લોકોને ઈજાઓ થવા પામી છે. એક ઈજાગ્રસ્તને ભાવનગર સરટી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવેલ છે. એ ભાઈ બેભાન થયેલા હતા. મલ્ટીપલ ટ્રોમા થયેલ છે. જ્યારે બે દર્દીને બોટાદ રીફર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચોઃ Jamnagar માં મેગા ડિમોલિશનનો બીજો દિવસ: 331 બાંધકામો હટાવાયા

Tags :
Advertisement

.

×