Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Download Apps
ગુજરાત રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય મનોરંજન સ્પોર્ટ્સ ધર્મ ભક્તિ એક્સક્લુઝીવ બિઝનેસ ટેક & ઓટો લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ ક્રાઈમ STUDIO ON WHEELS
Advertisement

Mehsana: અકસ્માત બાદ કાર અને ડમ્પરમાં લાગી આગ, લોકોના જીવ તાળવે ચોંટ્યા

મહેસાણા નજીક કાલરી-દેલવાડા રોડ પર કાર અને ડમ્પર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ટક્કર બાદ બંને વાહનોમાં ભીષણ આગ લાગતા કાર સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ. ફાયર બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ બુઝાવી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
mehsana  અકસ્માત બાદ કાર અને ડમ્પરમાં લાગી આગ  લોકોના જીવ તાળવે ચોંટ્યા
Advertisement
  • Mehsana ના કાલરી દેલવાડા વચ્ચે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત
  • અકસ્માત બાદ બંને વાહનોમાં ભીષણ આગ ફાટી નીકળી
  • જોતજોતામાં કાર બળીને સંપૂર્ણ ખાખ થઈ

Mehsana: મહેસાણા જિલ્લાના કાલરી (Kalri) અને દેલવાડા (Delvada) ગામ વચ્ચેના માર્ગ પર આજે એક હચમચાવી નાખતો અકસ્માત (Accident) સર્જાયો છે. એક કાર (Car) અને ડમ્પર (Dumper) વચ્ચે થયેલી સીધી ટક્કર એટલી પ્રચંડ હતી કે જોતજોતામાં બંને વાહનો આગની લપેટમાં આવી ગયા હતા. જેના કારણે આસપાસના વિસ્તારમાં અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો.

Mehsana: કાર બળીને ખાખ અને ડમ્પરને નુકસાન

મળતી જાણકારી અનુસાર, ટક્કર બાદ કારમાં (Car) આગ ખૂબ જ ઝડપથી પ્રસરી ગઈ હતી. ફાયર બ્રિગેડ (Fire Brigade) પહોંચે તે પહેલા જ આખી કાર (Car) બળીને રાખ થઈ ગઈ હતી. બીજી તરફ, ડમ્પરના (Dumper) પાછળના ભાગમાં પણ આગ (Fire) લાગતા નુકસાન થયું હતું. ડમ્પર ચાલક અને કારમાં (Car) સવાર લોકોએ સમયસૂચકતા વાપરી તુરંત બહાર નીકળી જતાં મોટી જનહાનિ ટળી હતી.

Advertisement

આ પણ વાંચોઃ Vadodara માં મધરાતે લોહીયાળ ખેલ, પતિએ પત્ની પર ચપ્પાના ઘા ઝીંક્યા, શું છે કારણ?

Advertisement

Mehsana: સ્થાનિકોની મદદ અને ટ્રાફિક જામ

ઘટનાની જાણ થતા જ કાલરી (Kalri) અને આસપાસના ગ્રામજનોના ટોળેટોળા ઘટનાસ્થળે ઉમટી પડ્યા હતા.  સ્થાનિક લોકોએ તાત્કાલિક ધોરણે મહેસાણા ફાયર બ્રિગેડને (Mehsana Fire Brigade) જાણ કરી હતી.

ફાયર ટીમની કામગીરી અને સ્થિતિ

મેસેજ મળતા જ ફાયર બ્રિગેડની (Fire Brigade) ટીમ ટેન્કર સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. સદનસીબે આ ભયાનક દુર્ઘટનામાં કોઈ જાનહાનિ (Casualty) થઈ નથી, જે એક મોટી રાહતના સમાચાર છે. પોલીસ (Police) કાફલો પણ ઘટનાસ્થળે પહોંચીને ટ્રાફિક (Traffic) ક્લિયર કરાવવાની કામગીરી હાથ ધરી છે.

આ પણ વાંચોઃ Rajkot: 14 વર્ષિય ભત્રીજી પર કાકાએ ગુજાર્યું વારંવાર દુષ્કર્મ, ગર્ભપાતની આપતો ગોળીઓ, આ રીતે ફૂટ્યો ભાંડો!

Tags :
Advertisement

.

×