Accident : કવર્ધામાં મોટી દુર્ઘટના, પીકઅપ વાહન ખાઈમાં ખાબકી, 18 લોકોના મોત...
Chhattisgarh : જિલ્લા કુક દરવાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ભયાનક અકસ્માત (Accident) થયો છે. અહીં બહુપાણી વિસ્તારમાં તેંદુના પાન તોડીને પરત ફરી રહેલી પીકઅપ વાહન ઊંડી ખાઈમાં ખાબકી હતી. પીકઅપમાં રહેલા 18 લોકોના મોત થયા છે. આ અક્સમાતમાં ચાર લોકો ઘાયલ થયા છે તેવું પણ કહેવામાં આવ્યું છે. કબીરધામના પોલીસ અધિક્ષક ડો, અભિષેક પલ્લવે ઘટનાણી પુષ્ટિ કરી છે. તેમણે, જણાવ્યું કે, આ અકસ્માત (Accident)માં 18 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઘાયલ છે. પોલીસના વાહનોમાં સવાર ઘાયલ લોકોને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા છે.
તેંદુના પાન તોડીને પરત ફરી રહ્યા હતા...
ઘટના સ્થળ વનાચલ વિસ્તારનું હોવાનું કહેવાય છે. પ્રાપ્ત માહિતી અનુસાર, તમામ લોકો પીકઅપમાં મુસાફરી કરી રહ્યા હતા. આ તમામ લોકો બહુપાણી વિસ્તારમાં તેંદુના પાન તોડીને પરત ફરી રહ્યા હતા. દરમિયાન અચાનક પીકઅપ કાબુ બહાર જઈને ખાડામાં ખાબકી ગઈ હતી. અકસ્માત (Accident) બાદ ઘટનાસ્થળે લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. આ ઘટનામાં 18 લોકોના મોત થયા છે, જ્યારે 4 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં 17 મહિલાઓનો સમાવેશ થાય છે, જ્યારે એક પુરૂષનું મોત થયું છે. તમામ મૃતકો સેમરાહ ગામના રહેવાસી છે.
નાયબ મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું...
નાયબ મુખ્યમંત્રી વિજય શર્માએ કવર્ધામાં પીકઅપ વાહન પલટી જવાથી થયેલા મોતના સમાચાર પર શોક વ્યક્ત કર્યો છે. દુર્ઘટનાની માહિતી મળતા જ નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા ઘટનાસ્થળે રવાના થઈ ગયા હતા. ડેપ્યુટી CM વિજય શર્માએ પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે 'કવર્ધામાં મજૂરોથી ભરેલી પીકઅપ વાહન ખાઈમાં ખાબકી જવાથી 15 લોકોના મોતના સમાચાર અત્યંત દુઃખદાયક છે. મારી સંવેદના એ તમામ પરિવારો સાથે છે જેમણે આ અકસ્માત (Accident)માં પોતાના પ્રિયજનોને ગુમાવ્યા છે. આ સાથે જ હું તમામ ઘાયલોના ઝડપથી સ્વસ્થ થવાની કામના કરું છું. રાજ્ય સરકારની દેખરેખ હેઠળ, સ્થાનિક વહીવટીતંત્ર પીડિતો અને તેમના પરિવારોને શક્ય તમામ સહાય પૂરી પાડવામાં રોકાયેલા છે.
આ પણ વાંચો : Lok Sabha Election 2024 5th Phase LIVE : બોલિવૂડ સિતારાઓએ કર્યું મતદાન?, જાણો પળે પળની Updates
આ પણ વાંચો : BABA RAMDEV ફરી વિવાદમાં, પતંજલિ એલચી સોન પાપડી ફૂડ ટેસ્ટમાં ફેલ
આ પણ વાંચો : Iran President ને લઇ PM મોદીએ જતાવી ચિંતા, કહ્યું- અમે તમારી સાથે છીયે