Bullet train પ્રોજેક્ટમાં દુર્ઘટના : લોખંડની પ્લેટ પડતાં પિતા સાથે 9 વર્ષના બાળકનું પણ મોત
- સુરતના કઠોર પાસે તાપી નદીમાં ભયાનક દુર્ઘટના : બુલેટ ટ્રેન (Bullet train ) બ્રિજ નીચે પિતા-પુત્રનાં કરુણ મોત
- તાપી નદીમાં કઠોર નજીક અકસ્માત : બ્રિજનું લોખંડ નીચે પડતાં 9 વર્ષના બાળક સહિત 2નાં મોત
- બુલેટ ટ્રેન બ્રિજ નીચે લોખંડની પ્લેટ ધસી : પિતા-પુત્ર દબાઈ ગયા, પોલીસે તપાસ શરૂ
- સુરતમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટની બેદરકારી : માછીમાર પિતા-પુત્રનાં દુ:ખદ મોત
સુરત જિલ્લાના કઠોર ગામ પાસેથી પસાર થતી તાપી નદીમાં સાંજના સમયે એક ભયાનક અકસ્માત સર્જાયો હતો. નિર્માણાધીન બુલેટ ટ્રેનના (Bullet train ) બ્રિજનું કામકાજ ચાલી રહ્યું હતું ત્યારે અચાનક લોખંડની ભારે પ્લેટ નીચે પડી હતી. આ પ્લેટ નીચે માછીમારી કરી રહેલા પિતા-પુત્ર દબાઈ ગયા હતા, જેના કારણે બંનેનાં ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યાં હતાં.
પિતા-પુત્રનું કરૂણ મોત
મોહસીન ઇકબાલ શેખ (ઉંમર 35) પોતાના નવ વર્ષના બાળક હુમા મોહસીન શેખ સાથે માછલી પકડવા માટે તાપી નદીમાં પોતાની બોટ સાથે ઉતર્યા હતા. જ્યારે તેઓ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટ નીચે પહોંચ્યા હતા, ત્યારે જ ઉપરથી એક લોખંડની ભારે ભરખમ પ્લેટ તેમના ઉપર પડી હતી. આ દરમિયાન બંને પિતા-પુત્રનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.
Bullet train - કોની બેદરકારીથી પડી પ્લેટ?
આ દુઃખદ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાવી દીધી છે. ઘટના બનતાની સાથે જ સ્થાનિક લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા અને નદીકિનારે અરેરાટી વ્યાપી ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ સુરતની ઉત્તરાણ પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. પોલીસે મૃતદેહોને બહાર કાઢીને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ ઘટનાને પગલે પોલીસે બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરની બેદરકારી અંગે તપાસ શરૂ કરી દીધી છે. આટલા મોટા પ્રોજેક્ટમાં સુરક્ષાના સાધનો અને નિયમોના ઉલ્લંઘન અંગે પણ કડક તપાસ કરવામાં આવી રહી છે, જેથી જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરી શકાય.
સેફ્ટી પ્રોટોકોલ વિશે ઉઠ્યા ગંભીર પ્રશ્ન
આ ઘટના બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દરમિયાન કામના સ્થળે સુરક્ષાના ધોરણો અને સેફ્ટી પ્રોટોકોલના પાલન વિશે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. સ્થાનિક લોકો અને માછીમાર સમુદાયમાં આ ઘટનાએ ભારે આક્રોશ વ્યાપ્યો છે અને તેઓ જવાબદારો સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. આવી દુર્ઘટનાઓને રોકવા માટે પ્રોજેક્ટ સંચાલકોએ સુરક્ષા વ્યવસ્થાઓમાં વધુ કડકાઈ લાવવાની જરૂર છે.
આ પણ વાંચો-પાલનપુર-આબુ હાઇવે પર ભયાનક અકસ્માત : ટ્રકની ટક્કરથી ઘટના સ્થળે જ 6 લોકોના મોત


