Accident : ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી
- ચાલકે કાબૂ ગુમાવ્યો અને ઘટના સર્જાઇ
- સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બસ તીવ્ર ગતિથી જઈ રહી હતી
- ઇજાગ્રસ્ત યાત્રીઓને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા
Accident : ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી થઇ છે. જેમાં 18 લોકો ઘાયલ થયા છે. ઘટના સ્થળ પર હાજર સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બસ તીવ્ર ગતિથી જઈ રહી હતી, ચાલકે કાબૂ ગુમાવ્યો અને ઘટના સર્જાઇ હતી. તમામ યાત્રીઓ ગુજરાતી હતા, જે ઉત્તરકાશીથી કેદારનાથ જઈ રહ્યા હતા. સ્થાનિક તંત્ર દ્વારા બચાવ અભિયાન ચલાવીને તમામ ઘાયલ યાત્રીઓને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડાયા છે.
ત્રણ દિવસ પહેલા હરિદ્વારથી ચાર-ધામની યાત્રા માટે વાહન બુક કરાવ્યું હતું
સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે યાત્રીઓએ ત્રણ દિવસ પહેલા હરિદ્વારથી ચાર-ધામની યાત્રા માટે વાહન બુક કરાવ્યું હતું અને દુર્ઘટના સમયે તેઓ કેદારનાથ જઈ રહ્યા હતા. ગુજરાતથી મોટી સંખ્યામાં લોકો ચારધામ યાત્રાએ ગયા છે. ગુજરાતી શ્રદ્ધાળુઓથી ભરેલી બસ ઉત્તરકાશીથી કેદારનાથ જતી વખતે પલટી ગઈ હતી. જેમાં 18 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. બસમાં 30થી વધુ લોકો હતા. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણે યાત્રીઓએ ત્રણ દિવસ પહેલા હરિદ્વારથી ચાર-ધામની યાત્રા માટે વાહન બુક કરાવ્યું હતું અને દુર્ઘટના સમયે કેદારનાથ જઈ રહ્યા હતા.
ગુજરાતથી 33 યાત્રીઓને કેદારનાથ લઈ જઈ રહેલી બસ પલટી, 18 ઘાયલ!
ઘટનાસ્થળ પર હાજર સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે બસ તીવ્ર ગતિથી જઈ રહી હતી, ચાલકે કાબૂ ગુમાવ્યો અને ઘટના સર્જાઇ.
તમામ યાત્રીઓ ગુજરાતી હતા, જે ઉત્તરકાશીથી કેદારનાથ જઈ રહ્યા હતા. સ્થાનિક તંત્ર દ્વારા બચાવ અભિયાન ચલાવીને… pic.twitter.com/xbRKB7WDNX
— Sagar Patoliya (@kathiyawadiii) June 11, 2025
નવી ટિહરી-ઘનસાલી મોટર માર્ગ પર એક બસ પલટી
નવી ટિહરી-ઘનસાલી મોટર માર્ગ પર એક બસ પલટી જવાની માહિતીથી ખળભળાટ મચી ગયો હતો. ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. જાણકારી અનુસાર, બુધવાર, 11 જૂનના રોજ એક બસ ઉત્તરકાશીથી કેદારનાથ તરફ જઈ રહી હતી. નવી ટિહરી-ઘનસાલી મોટર માર્ગ પર ટિપરીથી લગભગ 1.5 કિલોમીટર આગળ ડબા ખાલે નામે તોકે નામના સ્થળે પહોંચતા જ બસ અનિયંત્રિત થઈને રસ્તા પર પલટી ગઈ હતી. દુર્ઘટના દરમિયાન બસમાં લગભગ 35 યાત્રીઓ સવાર હતા, જેમાંથી લગભગ 18 લોકો ઘાયલ થયા હતા.
સ્થાનિક લોકોએ પોલીસ પ્રશાસનને આ દુર્ઘટનાની જાણ કરી
સ્થાનિક લોકોએ પોલીસ પ્રશાસનને આ દુર્ઘટનાની જાણ કરી હતી. અકસ્માતની જાણ થતાં જ પોલીસ ટીમ અને એસડીઆરએફની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ ટીમ અને એસડીઆરએફ ટીમે ઘટનાસ્થળે પહોંચીને ઘાયલોને બચાવ્યા હતા. બસમાં સવાર ત્રણ યાત્રીઓ આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ થયા હતા. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવાની મદદથી પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર નંદગાવમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.