Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Navsari - સુરત સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત, 3 મિત્રોનાં કમકમાટીભર્યા મોત

અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણેય યુવક મિત્ર હોવાનું જાણવા મળ્યું છે.
navsari   સુરત સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત  3 મિત્રોનાં કમકમાટીભર્યા મોત
Advertisement
  1. Navsari સુરત સ્ટેટ હાઇવે ઉપર ગોઝારો અકસ્માત
  2. જલાલપોરનાં કોલાસણા ગામ પાસેની ઘટના
  3. બાઇક બસ સ્ટેન્ડ સાથે અથડાતા 3 યુવકોનાં મોત

નવસારીમાંથી (Navsari) ગોઝારા અકસ્માતનાં સમાચાર સામે આવ્યા છે. નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર સર્જાયેલા આ અકસ્માતમાં 3 યુવકોના ઘટના સ્થળ પર મોત નીપજ્યા હોવાની માહિતી છે. પ્રાથમિક અહેવાલ અનુસાર, ત્રિપલ સવાર ચાલકે પોતાનું વાહન ગફલતભરી રીતે હાંકતા બાઇક બસ સ્ટેન્ડમાં અથડાયું હતું. અકસ્માતમાં મૃત્યુ પામનાર ત્રણેય યુવક મિત્ર હોવાનું જાણવા મળ્યું છે. આ મામલે મરોલી પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો - Gandhinagar : સરકારી અને ગૌચર જમીનને પચાવી પાડવાનું કાવતરું ? Gujarat First ની રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો!

Advertisement

નવસારી-સુરત સ્ટેટ હાઇવે પર ગમખ્વાર અકસ્માત

પ્રાથમિક માહિતી અનુસાર, નવસારી-સુરત સ્ટેટ હાઇવે (Navsari-Surat State Highway) પર આવેલા જલાલપોરનાં કોલાસણા ગામ પાસે આજે ગમખ્વાર અકસ્માતની ઘટના બની છે. બાઇક પર ત્રિપલ સવારી આવતા ચાલકે ગફલતભરી રીતે હાંકતા અકસ્માતની ઘટના બની હતી. કોલાસણા બસ સ્ટેન્ડ પાસે હોન્ડા બાઇકચાલકે ઓવરટેક કરવાનાં ચક્કરમાં સ્ટેયરિંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક બસ સ્ટેન્ડમાં અથડાઈ હતી.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : પોલીસ હવે પોતાનો ધર્મ ભૂલીને ધંધાદારી બની છે, દારૂ અને ઉઘરાણીનાં ધંધા કરે છે: High Court

અકસ્માતમાં ત્રણ યુવકના ઘટના સ્થળ પર મોત

આ અકસ્માતમાં ત્રણ યુવકોના ઘટના સ્થળ પર મોત નીપજ્યા છે. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસની (Maroli Police) ટીમ ત્યાં પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે મોકલી આગળની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ અનુસાર, મૃતક ત્રણેય યુવક મિત્ર હોવાનું સામે આવ્યું છે અને તેમની ઓળખ અર્જુન વલ્લભપ્રસાદ બિન્દ, અંકિતકુમાર રામગોપાલ મિશ્રા અને વિકાસ બચ્ચાપ્રસાદ ડુબે તરીકે થઈ છે.

આ પણ વાંચો - ગુજરાતની સરકારી શાળાનો એક એવો શિક્ષક જે Dubai માં કરે છે લાખો-કરોડોના ધંધા

Tags :
Advertisement

.

×