ઉજ્જૈન પોલીસનાં જાપ્તામાંથી ફરાર રીઢો આરોપી Surat માંથી ઝડપાયો, મદદ કરનારા બે પણ ઝબ્બે
- ઉજ્જૈન પોલીસનાં જાપ્તામાંથી ફરાર આરોપીની Surat માં ધરપકડ
- ભગાડવામાં મદદરૂપ બે આરોપીઓની પણ ધરપકડ કરાઈ
- આરોપી ઈરફાન અલગ-અલગ 16 ગુનાઓમાં આરોપી
ઉજ્જૈન પોલીસનાં (Ujjain Police) જાપ્તામાંથી ફરાર આરોપીની સુરતમાંથી (Surat) ધરપકડ કરવામાં આવી છે. સુરત પોલીસે ફરાર આરોપી સહિત ભગાડવામાં મદદ કરનારા બે આરોપીની પણ ધરપકડ કરી છે. ફરાર આરોપી વિરુદ્ધ અલગ-અલગ 16 જેટલા ગુના નોંધાયેલા છે. જ્યારે ભગાડવામાં મદદ કરનારા આરોપીઓ વિરુદ્ધ 3-3 ગુના નોંધાયેલા છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Police Recruitment : પોલીસ ભરતીમાં શારિરીક કસોટી અંગે હસમુખ પટેલે આપી આ માહિતી!
સેન્ટ્રલ જેલ ઉજ્જૈનનો પોલીસ જાપ્તામાંથી ફરાર થયેલો આરોપી ઇરફાન ઉર્ફે લાલા સરવરખાન પઠાણ તથા તેના મદદગાર આરોપી સાદાબ સઇદખાન પઠાણ, આસીફ સઇદખાન પઠાણ સહિત કુલ ૩ આરોપીઓને સુરત શહેર પોલીસ એસ.ઓ.જી.એ ઝડપી પાડયા.#સુરત_શહેર_પોલીસ_તમારી_સાથે_તમારા_માટે
.
.#surat #safesurat pic.twitter.com/hWz16Wcg0O— Surat City Police (@CP_SuratCity) October 23, 2024
સહઆરોપીઓની મદદથી પોલીસ જાપ્તામાંથી ફરાર થવામાં સફળ થયો
પ્રાપ્ત માહિતી મુજબ, આર્મ્સ એક્ટ સહિતનાં ગુનામાં આરોપી ઈરફાન ઉર્ફે લાલા સરવરખાન પઠાણ ઉજ્જૈનની સેન્ટ્રલ જેલમાં (Ujjain Central Jail) જેલવાસમાં હતો. આરોપીની તબિયત બગડતાં તેને ઇન્દોર (Indor) ખાતેની જેલમાં લાવવામાં આવ્યો હતો. અહીં, આરોપી ઇરફાનને સહઆરોપીઓએ પોલીસની નજર ચૂકવી ભગાડવામાં મદદ કરી હતી. આમ, આરોપી પોલીસ જાપ્તામાંથી ફરાર થવામાં સફળ થયો હતો.
આ પણ વાંચો - Surat : 2 કરોડથી વધુની કિંમતનાં MD ડ્રગ્સ મામલે મોટો ઘટસ્ફોટ! DCP એ આપી આ માહિતી
સુરતમાં છુપાવવા જગ્યા શોધવામાં મદદ કરનારા બે ઝબ્બે
આરોપી ઈરફાન ભાગીને સુરત (Surat) આવ્યો હતો. અહીં, સાદાબ સઈદખાન પઠાણ અને આસીફ ખાન પઠાણે આરોપી ઇરફાનને છુપાવવા માટે જગ્યા શોધી આપવામાં મદદ કરી હતી. પરંતુ, સુરત પોલીસે આ દરમિયાન જ ત્રણેય આરોપીઓને દબોચી લીધા હતા. પોલીસનાં જણાવ્યા મુજબ, આરોપી ઈરફાન ઉર્ફે લાલા સરવરખાન પઠાણ વિરુદ્ધ અલગ-અલગ કુલ 16 ગુના નોંધાયેલા છે, જ્યારે આરોપી સાદાબ અને આરોપી આસિફ સામે 3-3 ગુનાઓ નોંધાયેલા છે.
આ પણ વાંચો - Ahmedabad માં 'મોતનું બૉર્ડ' ! અકસ્માતનાં હૃદયદ્રાવક CCTV ફૂટેજ આવ્યા સામે