Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gujarat: ગેરકાયદે ઘૂસણખોરી કરતા લોકો સામે પોલીસની લાલ આંખ, તપાસમાં 9 બાંગ્લાદેશી ઘૂસણખોર નીકળ્યા

કાશ્મીર હુમલા બાદ ગુજરાતમાં રહેતા ઘૂસણખોરી કરતા લોકોને ઝડપી પાડવામાં આવ્યા છે. ગેરકાયદેસર ઘૂસણખોરી કરતા લોકોને ઝડપી તેઓનું વેરીફાઈ કરવાની કામગીરી શરૂ થઈ છે.
gujarat  ગેરકાયદે ઘૂસણખોરી કરતા લોકો સામે પોલીસની લાલ આંખ  તપાસમાં  9 બાંગ્લાદેશી ઘૂસણખોર નીકળ્યા
Advertisement
  • પહલગામ આતંકી હુમલા બાદ ગુજરાતમાં હાઈએલર્ટ
  • ઘૂસણખોરોને ઝડપી પાડવાનો ગૃહવિભાગનો આદેશ
  • ગેરકાયદે ઘૂસણખોરી કરતા લોકો સામે પોલીસની લાલ આંખ
  • અમદાવાદ ગ્રામ્યમાંથી અંદાજે 500 શંકાસ્પદની અટકાયત
  • તપાસમાં 500માંથી 9 બાંગ્લાદેશી ઘૂસણખોર નીકળ્યા
  • ચાંગોદરના 2, ધોળકામાં 1, વિરમગામમાં 4 બાંગ્લાદેશી ઝડપાયા

કાશ્મીર હુમલા બાદ ગુજરાત હાઈ એલર્ટ પર છે. ગૃહવિભાગ દ્વારા ગેરકાયદે ઘૂસણખોરી કરતા લોકોને ઝડપી પાડવા ગૃહ વિભાગ દ્વારા આદેશ આપવામાં આવ્યો હતો. ગેરકાયદેસર ઘૂસણખોરી સામે પોલીસ દ્વારા લાલ આંખ રી છે. અમદાવાદ ગ્રામ્યમાં અંદેજા 500 શંકાસ્પદની અટકાયત કરવામાં આવી છે. 500 માંથી 9 બાંગ્લાદેશી ઘૂસણખોરો વેરીફાઈ થયા છે. જેમાં ચાંગોદરમાં 2, ધોળકા-1, વિરમગામ 4 બાંગ્લાદેશી ઝડપાયા છે. જ્યારે ચાંગોદર પોલીસ દ્વારા હાલ વેરીફાઈ કરવાની કામગીરી શરૂ છે. પોલીસ વેરિફાઈમાં આઈડી પ્રફ, આધાર કાર્ડ, ઈલેક્શન કાર્ડ, પાનકાર્ડ સહિતના આઈડી પ્રુફની ચકાસણી કરવામાં આવી રહી છે.

Advertisement

આંગડિયા પેઢીની તપાસ કરવામાં આવશે

અમદાવાદ ગ્રામ્યમાં શકમંદો ઔધોગિક વસાહતો ધરાવતા 8 વ્યકિતઓને ડિટેઇન કર્યા છે. ડિટેન કરી ડીપોટેશનની કામગીરી આગામી સમયમાં કરવામાં આવશે. પૂછતાછ કરવામાં આવી રહી છે. તેમજ ટેક્નિકલ રિસોર્સિસ ના આધારે તપાસ કરવામાં આવી રહી છે. ફાઈનાન્શિયલ ટ્રાન્જેક્શનના આધારે પણ તપાસ કરવામાં આવી રહી છે. જેમાં બેંક અને આંગડિયા પેઢીની તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement

800 થી વધારે શંકાસ્પદોની અટકાયત કરી

આ બાબતે નાયબ પોલીસ અધિક્ષક પ્રકાશ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, ચાંગોદર, સાણંદ, બોપલ, સ્લમ વિસ્તારમાં મજૂરો, સોના ચાંદીના કારીગરો, સ્પામાં કામ કરતી મહિલાઓ સામે ડ્રાઇવ ચલાવવામાં આવી છે. પોલીસ વેરીફીકેશન કામગીરી શરૂ કરવામાં આવી છે. 800 થી વધારે શંકાસ્પદોની અટકાયત કરી છે. ગઈ કાલથી ડ્રાઇવ હાથ ધરી હતી. સ્થાનિક પોલીસ, sog, lcb, સાયબર વિભાગ દ્વારા ગઈકાલે ડ્રાઇવ કરી હતી. કાયદાકીય જોગવાઈઓ નું પાલન ના કરતા ગેરકાયદેસર રીતે રહેતા લોકો સામે કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Ahmedabad: ગેરકાયદ રહેતા લોકો સામે કાર્યવાહી, ક્રાઈમ બ્રાન્ચ દ્વારા ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીની અટકાયત કરી

શંકાસ્પદોની કોલ ડીટેલ પણ ચેક કરવામાં આવશે

ખાસ કરીને ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ઓળખના પુરાવા આપવામાં આવે છે. ફરજી અને ખોટો પુરાવો હોય તો લોકલ ઓથોરિટી સાથે વાત કરી આઈડી પ્રુફનું વેરિફિકેશન કરવામાં આવશે. તેમજ લેબર કોન્ટ્રાક્ટ સાથે મિટિંગ કરી તેમણે જાગૃત કર્યા તેમના પાસેથી ડેટા લીધો છે. આંગડિયા પેઢી સાથે સંકલન કરી તપાસ કરવામાં આવશે. બોર્ડર પાર જો આંગણિયા મોકલવામાં આવે છે તો તે અંગે પણ તપાસ કરવામાં આવે છે. શંકાસ્પદોની કોલ ડીટેલ પણ ચેક કરવામાં આવશે. ફોરેનર એકટ મુજબ કાર્યવાહી કરવામાં આવે છે. પહેલ ગ્રામ ઘટના બાદ કાર્યવાહી કરવામાં આવે છે.

આ પણ વાંચોઃ Bhavnagar: જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલા બાદ લોકોમાં રોષ, કહ્યું- દેશની અખંડતા, એકતા અને અસ્મિતા પર હુમલો

Tags :
Advertisement

.

×