PahelgamTerroristattack: અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં પોલીસ એક્શનમાં, ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી
અમદાવાદ, સુરત, રાજકોટ તેમજ જામનગરમાં પોલીસ પણ એક્શનમાં આવી છે. રાજ્ય અને કેન્દ્ર સરકારના આદેશ બાદ શંકાસ્પદ લોકોની ચકાસણી કરવામાં આવી રહી છે.
Advertisement
- અમદાવાદ, સુરત, વડોદરા બાદ રાજકોટ પોલીસ પણ એક્શનમાં
- રાજ્ય અને કેન્દ્ર સરકારના આદેશ બાદ એક્શનમાં
- શંકાસ્પદ લોકોની કરવામાં આવી રહી છે ચકાસણી
- રાજકોટ પોલીસે વિવિધ વિસ્તારમાં હાથ ધર્યુ ઓપરેશન
જામનગરમાં રહેતા પાકિસ્તાનીઓને ઘરભેગા કરવાની તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. 31 પાકિસ્તાની મુસ્લિમ નાગરિકોને અલ્ટીમેટમ અપાયું છે. તમામ 31 પાકિસ્તાનીઓને બોર્ડર તરફ રવાના કરવામાં આવશે. આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસનું ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. મુસ્લિમ પાકિસ્તાનીઓને ઘરભેગા કરવા પોલીસની તૈયારીઓ છે. જામનગર પોલીસ દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. આતંકવાદી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.

