Jammu and Kashmir માં એક્શન શરૂ, ઓમર અબ્દુલ્લાએ તાબડતોડ લીધા આ નિર્ણયો...
ઓમર અબ્દુલ્લાએ શપથ લેતાની સાથે જ કરી કાર્યવાહી DGP સાથે વાત કરીને આપ્યા મહત્વના આદેશ ઓમરે આજે જ CM પદના શપથ લીધા જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ નેશનલ કોન્ફરન્સની સરકાર બની હતી. પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર...
Advertisement
- ઓમર અબ્દુલ્લાએ શપથ લેતાની સાથે જ કરી કાર્યવાહી
- DGP સાથે વાત કરીને આપ્યા મહત્વના આદેશ
- ઓમરે આજે જ CM પદના શપથ લીધા
જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)માં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી બાદ નેશનલ કોન્ફરન્સની સરકાર બની હતી. પાર્ટીના ઉપાધ્યક્ષ ઓમર અબ્દુલ્લાએ બુધવારે CM પદના શપથ લીધા. CM બન્યાના ત્રણ કલાકમાં જ ઓમર અબ્દુલ્લાએ મોટો આદેશ આપ્યો છે. આ પહેલા તેમણે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના DGP સાથે પણ વાત કરી હતી. જમ્મુ અને કાશ્મીર (Jammu and Kashmir)ના મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ કહ્યું કે રોડ દ્વારા મુસાફરી કરતી વખતે સામાન્ય લોકો માટે તેમના કાફલાને પસાર થવા દેવા માટે ટ્રાફિકને રોકવો જોઈએ નહીં. તેમણે લોકોને અસુવિધાથી બચાવવા માટે આ પગલું ભરવા જણાવ્યું હતું.

