Jamnagar: 7 મકાન અને 79 દુકાનો તોડવાનું શરુ!, આટલી જમીન ખુલ્લી કરાશે!
- Jamnagar માં 15 કરોડની જગ્યા ખુલ્લી કરાવવા કાર્યવાહી
- જકાતનાકાથી સાંઢીયા પુલ સુધીના અડચણરૂપ બાંધકામ દૂર
- રસ્તો પહોળો કરવા મહાનગરપાલિકાએ હાથ ધરી કાર્યવાહી
- 7 મકાન અને 79 દુકાનો હટાવવા કાર્યવાહી હાથ ધરાઈ
- બે દિવસમાં કરોડની 52 હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાવાશે
Jamnagar Demolition:જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના સૌથી વ્યસ્ત ગણાતા જકાતનાકાથી સાંઢીયા પુલ સુધીના માર્ગને પહોળો કરવા માટે મેગા ડિમોલિશન(Demolition)ની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જાણવા મળ્યું છે કે આ કાર્યવાહીથી કુલ રૂ. 15 કરોડની કિંમતની ૫૨ હજાર ચોરસ ફૂટ જેટલી જમીન ખુલ્લી કરાવવામાં આવશે. શહેરના ટ્રાફિક અને વાહનવ્યવહારને સુગમ બનાવવાના હેતુથી આ માર્ગ પરના અડચણરૂપ બાંધકામોને દૂર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે, જેના કારણે સ્થાનિક વેપારીઓ અને રહેવાસીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
Jamnagar માં અડચણરૂપ દબાણો દૂર થશે
પ્રાપ્ત માહિતી મુજબ જકાતનાકાથી સાંઢીયા પુલ(Sandhiya Bridge) સુધી વર્ષોથી સંકડાશ અને ગેરકાયદેસર બાંધકામોના કારણે ટ્રાફિકની સમસ્યા થઈ રહી છે. નાગરિકોની સુવિધા અને શહેરના વિકાસને ધ્યાનમાં રાખીને તંત્રએ આ અડચણરુપ દબાણો દૂર કરવાનો મક્કમ નિર્ણય લીધો છે. આ કાર્યવાહી અંતર્ગત કુલ 7 રહેણાંક મકાનો અને 79 જેટલી દુકાનો હટાવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. મોટા પાયે થઈ રહેલી આ કામગીરીને લઈને સવારથી જ મનપાનો સ્ટાફ, પોલીસ કાફલો અને ડિમોલિશન માટેના સાધનો ઘટના સ્થળે ખડકાયેલા જોવા મળ્યા હતા.
52 હજાર ચોરસ ફૂટ વિસ્તાર ખુલ્લો થશે
Jamnagar : જામનગરમાં 15 કરોડની જગ્યા ખુલ્લી કરાવવા કાર્યવાહી
જકાતનાકાથી સાંઢીયા પુલ સુધીના અડચણરૂપ બાંધકામ દૂર
રસ્તો પહોળો કરવા મહાનગરપાલિકાએ હાથ ધરી કાર્યવાહી
સાત મકાન અને 79 દુકાનો હટાવવા કાર્યવાહી હાથ ધરાઈ
બે દિવસમાં કરોડની 52 હજાર ફૂટ જગ્યા ખુલ્લી કરાવાશે#Jamnagar… pic.twitter.com/sZoj2f9Yec— Gujarat First (@GujaratFirst) December 7, 2025
આ કાર્યવાહીમાં તંત્ર દ્વારા સંપૂર્ણ કાયદાકીય પ્રક્રિયાનું પાલન કરવામાં આવ્યું હોવાનું જાણ કહેવાઈ છે. બે દિવસના ટૂંકા ગાળામાં 15 કરોડોની કિંમતની જમીન ખુલ્લી કરાવવાનો લક્ષ્યાંક મહાનગરપાલિકાએ રાખ્યો છે. 52 હજાર ચોરસ ફૂટ જેટલો વિસ્તાર ખુલ્લો થવાથી આ માર્ગ પર ટ્રાફિકની સમસ્યામાં મોટો ઘટાડો થશે અને વાહનચાલકોને સરળતા રહેશે.
આ પણ વાંચોઃ Gopal Italia : જામનગરની સભામાં ગોપાલભાઈ ઈટાલિયા પર જૂતું ફેંકવાની ઘટના બાદ રાજકીય ગરમાવો!
આ પણ વાંચોઃ Viral video: કોલ્ડડ્રિન્કની બોટલ્સ સાથે ઉડાન, યુવકનો વીડિયો જોઈ થઈ જશો હેરાન


