Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અદાણી રચશે ઇતિહાસ, ગુજરાતમાં સ્થાપશે વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ

ખરબોની સંપતિના માલિક ગૌતમ અદાણી હવે નવો વિક્રમ સર્જવા જઇ રહ્યા છે. ગુજરાતમાં ગૌતમ અદાણી વિશ્વનો સૌથી મોટો કોપરનો પ્લાન્ટ સ્થાપવા જઇ રહ્યા છે. પ્રાપ્ત થતા અહેવાલો મુજબ 10 હજાર કરોડમાં આ વિશ્વનો સૌથી મોટા કોપર સ્થપાશે. મુન્દ્રામાં સિંગલ લોકેશન...
અદાણી રચશે ઇતિહાસ  ગુજરાતમાં સ્થાપશે વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ
Advertisement

ખરબોની સંપતિના માલિક ગૌતમ અદાણી હવે નવો વિક્રમ સર્જવા જઇ રહ્યા છે. ગુજરાતમાં ગૌતમ અદાણી વિશ્વનો સૌથી મોટો કોપરનો પ્લાન્ટ સ્થાપવા જઇ રહ્યા છે. પ્રાપ્ત થતા અહેવાલો મુજબ 10 હજાર કરોડમાં આ વિશ્વનો સૌથી મોટા કોપર સ્થપાશે. મુન્દ્રામાં સિંગલ લોકેશન કોપર મેન્યુફેક્ચરિંગ યુનિટ સ્થપાશે. આ પ્લાન્ટ ભારત માટે ઘણો ઉપયોગી સાબિત થશે, કારણ કે પ્લાન્ટ ભારતની આયાત પર નિર્ભરતા ઘટાડવામાં અને ઊર્જા સંક્રમણમાં મદદ કરશે.

10 હજાર કરોડમાં વિશ્વનો સૌથી મોટો કોપર પ્લાન્ટ સ્થાપશે

Advertisement

અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીના નેતૃત્વમાં અદાણી ગ્રૂપ આ મોટું કાર્ય પૂરું પાડવા જઇ રહી છે. પ્રાપ્ત થતી વિગતો અનુસાર આ પ્લાન્ટ માર્ચના અંત સુધીમાં પ્રથમ તબક્કાની કામગીરી શરૂ કરશે. અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ની પેટાકંપની કચ્છ કોપર લિમિટેડ (KCL) બે તબક્કામાં વાર્ષિક 1 મિલિયન ટન ક્ષમતાનો કોપર રિફાઇનરી પ્રોજેક્ટ સ્થાપી રહી છે. પ્રથમ તબક્કામાં પ્રતિવર્ષ પાંચ લાખ ટનની ક્ષમતા શરૂ કરવામાં આવશે. આ માટે KCLએ જૂન 2022માં ફંડિંગ મેળવ્યું હતું.

Advertisement

ચીન અને અન્ય દેશોની જેમ ભારત પણ તાંબાના ઉત્પાદનમાં ઝડપથી વધારો કરી રહ્યું છે, જે અશ્મિભૂત ઇંધણનો ઉપયોગ ઘટાડવા માટે મહત્વની ધાતુ છે. ઈલેક્ટ્રિક વાહનો (EVs), ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સોલાર ફોટોવોલ્ટેઈક્સ (PV), પવન ઉર્જા અને બેટરી જેવી ઉર્જા સંક્રમણ માટે મહત્વપૂર્ણ ટેક્નોલોજીઓને તાંબાની જરૂર પડે છે.

ભારતમાં તાંબાનો માથાદીઠ વપરાશ 600 ગ્રામ છે

અદાણી એન્ટરપ્રાઇઝ લિમિટેડ (AEL) ની પેટાકંપની કચ્છ કોપર લિમિટેડ (KCL) બે તબક્કામાં વાર્ષિક 1 મિલિયન ટન ક્ષમતાનો કોપર રિફાઇનરી પ્રોજેક્ટ સ્થાપી રહી છે. પ્રથમ તબક્કામાં વાર્ષિક પાંચ લાખ ટનની ક્ષમતાનું ઉત્પાદન શરૂ કરવામાં આવશે. આ માટે KCLએ જૂન 2022માં ફંડિંગ મેળવ્યું હતું. અદાણી ગ્રુપ રિસોર્સિસ બિઝનેસ, લોજિસ્ટિક્સ, રિન્યુએબલ એનર્જી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં તેની મજબૂત સ્થિતિનો લાભ લઈને કોપર બિઝનેસમાં વૈશ્વિક લીડર બનવા માંગે છે, એમ એક સૂત્રોએ જણાવ્યું હતું. તેમણે કહ્યું કે ભારતમાં તાંબાનો માથાદીઠ વપરાશ લગભગ 600 ગ્રામ છે, જ્યારે વૈશ્વિક સરેરાશ 3.2 કિગ્રા છે.

આ પણ વાંચો -- Farzi જોઈને નકલી નોટો છાપવાનો આઈડિયા આવ્યો, આરોપીની કબૂલાત

Tags :
Advertisement

.

×