ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Sabarkantha: જિલ્લાની 395 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા વહીવટી તંત્રએ તૈયારીઓ આરંભી, આ રહી સંપૂર્ણ વિગતો

Sabarkantha:
02:33 PM Mar 06, 2025 IST | VIMAL PRAJAPATI
Sabarkantha:
Sabarkantha
  1. સૌથી વધુ હિંમતનગર તાલુકામાં અને ઓછી વિજયનગર, પોશીના તાલુકામાં યોજાશે
  2. 154 ગ્રામ પંચાયતોમાં સામાન્ય, 114 વિભાજનવાળી પંચાયતોની ચૂંટણી થશે
  3. ખાલી બેઠકો, વોર્ડની સંખ્યા અને મતદારો તથા મતદાન મથકોની વિગતો મંગાવાઈ

Sabarkantha: છેલ્લા કેટલાક સમયથી સાબરકાંઠા જિલ્લામાં મુદ્ત વિતી ગ્રામ પંચાયતોમાં સામાન્ય અને પેટા ચૂંટણી ન થવાને કારણે વહીવટદારનું શાસન ચાલી રહ્યું હોવાને કારણે સ્થાનિક લોકોના અનેક વિકાસ કામો થઈ શકતા નથી. દરમિયાન રાજયના ચૂંટણીપંચ દ્વારા તાજેતરમાં રાજયના તમામ જિલ્લાઓમાંથી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા માટે જરૂરી વિગતો મંગાવાઈ રહી છે. સાબરકાંઠા જિલ્લામાં શકયતઃ આગામી માર્ચ અથવા એપ્રિલ મહિનામાં ચૂંટણી યોજવા માટે વહીવટી તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવાઈ છે ત્યારે સાબરકાંઠાની 395 ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થઈ શકે છે.

સાબરકાંઠા જિલ્લામાં અંદાજે 395 ગ્રામ પંચાયતોની મુદ્દત પૂર્ણ થઈ

આ અંગે ચૂંટણી શાખાના સૂત્રોમાંથી મળતી મહિતી મુજબ સાબરકાંઠા જિલ્લામાં અંદાજે 395 ગ્રામ પંચાયતોની મુદ્દત પૂર્ણ થઈ ગઈ હોવા છતાં સરકાર દ્વારા યોજાયેલી લોકસભા અને નગરપાલિકા તથા મહાનગરપાલિકાની ચૂંટણી કરવાની હોવાથી ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા પર અલ્પવિરામ મુકાયું હતું. પરંતું ગત તારીખ 28 ફેબ્રુઆરીના રોજ રાજય ચુંટણીપંચ દ્વારા સાબરકાંઠા સહિત રાજયના અન્ય જિલ્લાઓમાં ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા પૂર્વ તૈયારીઓના ભાગરૂપે વિગતો મંગાવાઈ છે. જે મુજબ સાબરકાંઠા જિલ્લામાં મતદાન મથકો, મતદારો, ગ્રામ પંચાયતોની સામાન્ય, વિભાજનવાળી, મધ્યસત્ર અને પેટાચુંટણી કરવા માટેની વિગતો તાબડતોબ મંગાવી લેવામાં આવી છે. જેના લીધે જિલ્લા ચૂંટણીપંચ દ્વારા પણ સ્થાનિક કક્ષાએથી વિગતો મંગાવવાનું શરૂ કરી દીધું છે.

વહીવટી તંત્રએ અત્યારથી જ તૈયારીઓ આરંભી દીધી

બીજી તરફ ચૂંટણીલક્ષી કામગીરી માટે જરૂરી સ્ટાફની વિગતો તૈયાર કરીને રાજય ચૂંટણી પંચને મોકલી આપવા માટે તાકીદ કરાઈ છે. શકય છે કે, સાબરકાંઠામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી આગામી માર્ચ અથવા તો એપ્રિલની શરૂઆતમાં કરી શકાય તે માટે વહીવટી તંત્રએ તૈયારીઓ આરંભી દીધી છે. દરમિયાન ગ્રામ પંચાયતોની ચૂંટણીનો સળવળાટ તંત્રમાં શરૂ થયો છે, ત્યારે જે ગ્રામ પંચાયતોમાં ચૂંટણી થવાની છે ત્યાં વોર્ડના સભ્ય, સરપંચ માટે કેટલાક રાજકારણીઓએ તૈયારીઓ શરૂ કરી દીધી છે અને અત્યારથી જ પાણી પહેલા પાળ બાંધવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો: Bhavnagar: 75 લાખ રૂપિયાની લૂંટ, ચિત્રા SBI બેંક બહારના સીસીટીવીમાં કેદ થઈ લૂંટની ઘટના

ચૂંટણીમાં ખુબજ રસાકસી રહેતી હોવાનો ભૂતકાળ બોલે છે

ભૂતકાળના અનુભવો મુજબ લોકસભા, વિધાનસભા, જિલ્લા પંચાયત, નગરપાલિકા કે તાલુકા પંચાયતની ચૂંટણીઓ કરતાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ખુબજ રસાકસી રહેતી હોવાનો ભૂતકાળ બોલે છે, ત્યારે ગ્રામ પંચાયતોની ચૂંટણીમાં ચૂંટણી લડતા ઉમેદવારો ખાસ કરીને સ્થાનિક પ્રશ્નો અને સગાવાદને આગળ ધરીને મતદારોને પોતાની તરફે કરવા માટે રાત દિવસ મહેનત કરે છે.

કયા તાલુકામાં કેટલી પંચાયતોની ચૂંટણી યોજાશે

તાલુકાનું નામ પંચાયતની સંખ્યા
હિંમતનગર 84વિજયનગર 23
ઈડર 78પોશીના 23
વડાલી 33તલોદ 61
ખેડબ્રહ્મા 40પ્રાંતિજ 53

કેટલી પંચાયતોમાં સામાન્ય ચુંટણી યોજાશે?

સાબરકાંઠા જિલ્લામાં આવેલ હિંમતનગર તાલુકામાં 34, ઈડરમાં 27, વડાલીમાં 14, ખેડબ્રહ્મામાં 14, વિજયનગરમાં 08, પોશીનામાં 01, તલોદમાં 30 અને પ્રાંતિજ તાલુકાની 26 ગ્રામ પંચાયતો મળી કુલ 154 ગ્રામ પંચાયતોની સામાન્ય ચૂંટણી યોજાશે. ગૃપ ગ્રામ પંચાયતમાંથી અલગ પડેલ વિભાજનવાળી 114 ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવા માટે વહીવટી તંત્રએ તૈયારીઓ શરૂ કરી છે. તેમાં હિંમતનગર તાલુકાની 10, ઈડર 17, ખેડબ્રહ્મા 18, વિજયનગર 11, પોશીના 21, તલોદ 24 અને પ્રાંતિજ તાલુકાની 13 વિભાજનવાળી પંચાયતોની ચુંટણી યોજાશે.

આ પણ વાંચો: Rajkot: ત્રંબા ગામની પોપ્યુલર સ્કૂલના આવા કામ? વિદ્યાર્થીઓને ભણાવે છે ચોરીના પાઠ!

આ સાથે સાથે 13 પંચાયતોનીમાં સરપંચની પેટા ચૂંટણી યોજાવાની છે. વિગતે વાત કરવામાં આવે તો, સાબરકાંઠાના હિંમતનગર તાલુકામાં 06, ઈડરમાં 02, વડાલી 02, વિજયનગર 01 અને તલોદ તાલુકામાં 02 મળી કુલ 13 ગ્રામ પંચાયતોમાં સરપંચની પેટા ચૂંટણી યોજાશે. આ સાથો સાથ 179 વોર્ડની પણ પેટા ચૂંટણી યોજાઈ શકે છે.

127 પેટા ગ્રામ પંચાયતોની ચૂંટણી કરવાની તૈયારીઓ

સાબરકાંઠા જિલ્લામાં મદ્દત વિતી 127 પેટા ગ્રામ પંચાયતોની ચૂંટણી યોજવી આવશ્યક છે, ત્યારે તેમાં હિંમતનગર તાલુકાની 40, ઈડરમાં 34, વડાલીમાં 19, ખેડબ્રહ્મામાં 08, વિજયનગર 04, પોશીના 01, તલોદમાં 07 અને પ્રાંતિજ તાલુકાની 14 પેટા ગ્રામ પંચાયતોની ચુંટણી પણ સામાન્ય ચૂંટણીની સાથે યોજાશે. ઉપરોકત તમામ વિગતો ગત તારીખ 31/12/2025 સુધીમાં વિસર્જન થયું હતું. આ સાથે તારીખ 25/02/2025 સુધીમાં ખાલી પડેલ સામાન્ય, વિભાજન અને વિસર્જન થયેલ ગ્રામ પંચાયતોની છે.

અહેવાલઃ યશ ઉપાધ્યાય, સાબરકાંઠા

Gujarat First Newsની Whatsapp ચેનલમાં જોડાવા માટે અહીં ક્લિક કરો 

Tags :
electionsgeneral and by-electionsGram Panchayat electionsGujaratGujarat Election CommissionGujarat FirstGUJARAT FIRST NEWSGujarat NewsGujarati NewsGujarati Top NewsLatest Gujarati NewsSabarkanthaSabarkantha administration
Next Article