Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
rathyatra
ગુજરાત મારો જિલ્લો મારું ગામ રાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય બિઝનેસ સ્પોર્ટ્સ Web Story વીડિયો પૉડકાસ્ટ મનોરંજન લાઇફ સ્ટાઇલ વાયરલ & સોશિયલ નોલેજ ટેક ઑટો ક્રાઈમ હેલ્થ અને સાયન્સ ધર્મ ભક્તિ STUDIO ON WHEELS
Advertisement

અફઘાનિસ્તાને ભારતને આપી મોટી ઓફર, રોકાણ કરનાર કંપનીઓને જમીન સાથે ટેરિફમાં અપાશે છૂટછાટ!

અફઘાનિસ્તાનના ઉદ્યોગ મંત્રી અલ્હાજ નૂરુદ્દીન અઝીઝીએ ભારતીય રોકાણકારોને મોટું આમંત્રણ આપ્યું છે. તેમણે સોનાની ખાણકામ સહિત નવા ક્ષેત્રોમાં રોકાણ કરતી કંપનીઓને પાંચ વર્ષની કરમુક્તિ (Tax Exemption) આપવાની જાહેરાત કરી. એસોચેમ ઇવેન્ટમાં તેમણે રોકાણ માટેની મશીનરી પર માત્ર 1% ડ્યુટી લેવાની પણ ખાતરી આપી. મંત્રીએ વિઝા અને બેન્કિંગ જેવા વેપારના અવરોધો દૂર કરવાની ભારત સરકાર સમક્ષ વિનંતી કરી.
અફઘાનિસ્તાને ભારતને આપી મોટી ઓફર  રોકાણ કરનાર કંપનીઓને જમીન સાથે ટેરિફમાં અપાશે છૂટછાટ
Advertisement
  • Afghanistan India Investment:અફઘાનિસ્તાનના વાણિજય મંત્રી છે ભારતના પ્રવાસે
  • વાણિજ્ય મંત્રી અલ્હાજઅઝીઝીએ ભારતને રોકાણ માટે આમંત્રણ આપ્યું
  • રોકાણ કરનાર કંપનીઓને જમીન સાથે ટેરિફમાં છૂટછાટ અપાશે

અફઘાનિસ્તાનના ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી અલ્હાજ નૂરુદ્દીન અઝીઝી  (Nooruddin Azizi)  ભારતના 6 દિવસના પ્રવાસે છે. ઉદ્યોગ અને વાણિજ્ય મંત્રી અલ્હાજ નૂરુદ્દીન અઝીઝીએ સોમવારે ભારત પાસેથી આર્થિક સહયોગ અને અનેક ક્ષેત્રોમાં રોકાણની અપીલ કરી હતી. ભારતની છ દિવસની મુલાકાતે આવેલા મંત્રી અઝીઝીએ જણાવ્યું હતું કે તેમની સરકાર સોનાની ખાણકામ (Gold Mining)  સહિત નવા ક્ષેત્રોમાં રોકાણ કરતી ભારતીય કંપનીઓને પાંચ વર્ષની કરમુક્તિ (Tax Exemption) આપવા તૈયાર છે. તેમણે રોકાણ માટે આમંત્રણ આપતા કહ્યું હતું કે, "અફઘાનિસ્તાનમાં પ્રચંડ સંભાવના છે. તમને ત્યાં ઘણા સ્પર્ધકો નહીં મળે." રોકાણ કરતી કંપનીઓને ટેરિફ સપોર્ટ અને જમીન પણ આપવામાં આવશે.

Tags :
Advertisement

.

×