Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

લાંબા સમય બાદ રાજકોટ લોકસભામાં લેઉઆ અને કડવા ઉમેદવાર વચ્ચે જામશે જંગ

લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. હવે લોકસભાની ચૂંટણીને થોડો જ સમય બાકી છે. તેમાં દરેક રાજનૈતિક પાર્ટી પોતાના પક્ષને મજબૂત બનાવવામાં લાગી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ચૂંટણીનો જંગ હવે જામ્યો છે. તેમા પણ રાજકોટમાં ચૂંટણીની જંગ...
લાંબા સમય બાદ રાજકોટ લોકસભામાં લેઉઆ અને કડવા ઉમેદવાર વચ્ચે જામશે જંગ
Advertisement

લોકસભાની ચૂંટણીનું રણશિંગું ફૂંકાઈ ગયું છે. હવે લોકસભાની ચૂંટણીને થોડો જ સમય બાકી છે. તેમાં દરેક રાજનૈતિક પાર્ટી પોતાના પક્ષને મજબૂત બનાવવામાં લાગી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં પણ ચૂંટણીનો જંગ હવે જામ્યો છે. તેમા પણ રાજકોટમાં ચૂંટણીની જંગ ચરમ સીમાએ પહોંચી છે. લાંબા સમય બાદ રાજકોટ લોકસભામાં લેઉઆ અને કડવા વચ્ચે જંગ જમવાની છે.

રાજકોટની બેઠક ઉપર આ વખતે લોકસભાની ચૂંટણીમાં ખરાખરીનો ખેલ જોવા મળવાનો છે. કડવા અને લેઉઆ વચ્ચે જંગ જામવાની છે. છેલ્લે વર્ષ 2004 માં લેઉઆ અને કડવા ઉમેદવાર વચ્ચે આ બેઠકમાં ટક્કર જામી હતી. હવે આ સમયે 20 વર્ષ બાદ ફરી એક વખત લેઉઆ અને કડવા સમાજના ઉમેદવાર વચ્ચે જંગ જામવાનો છે. વર્ષ 2004 માં લેઉઆ અને કડવા ઉમેદવારની જંગમાં  ભાજપના લેઉઆ સમાજના ઉમેદવાર ડોક્ટર વલ્લભ કથીરયાની જીત થઈ હતી.

Advertisement

વર્ષ 2024 ની વાત કરીએ તો રાજકોટની બેઠક ફરી એક વખત લેઉઆ અને કડવા ઉમેદવારના જંગની સાક્ષી બનવા જય રહી છે. વર્ષ 2024 માં ભાજપ તરફથી તેના કદાવર અને લોકપ્રિય ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ચૂંટણીના મેદાને આવ્યા છે. પરષોત્તમ રૂપાલા કડવા પાટીદાર સમાજથી આવે છે. ત્યારે સામે કોંગ્રેસના ઉમેદવાર આ બેઠક ઉપરથી પરેશ ધાનાણી છે. તેઓ લેઉઆ પાટીદાર સમાજથી આવે છે. માટે આ બેઠક ઉપર લેઉઆ અને કડવા ઉમેદવાર વચ્ચે જંગ જામવાની છે.

Advertisement

રાજકોટ બેઠકમાં 1984 થી રાજકોટમાં કોની સામે કોણ લડ્યું તે જોઇ લો 

વર્ષ 1984

  • કોંગ્રેસ માંથી રમાબેન માવાણી મેદાને ઉતર્યા હતા
  • ભાજપમાંથી ચીમનભાઈ શુક્લા મેદાને ઉતર્યા હતા
  • 1984 માં કોંગ્રેસ ના રમાબેન માવાણી ની જીત થઈ હતી

વર્ષ 1989

  • કોંગ્રેસમાંથી રમાબેન માવાણી મેદાન ઉતર્યા હતા
  • ભાજપમાંથી શિવલાલ વેકરીયા હતા
  • 1989 માં ભાજપના શિવલાલ વેકરીયા ની જીત થઈ હતી

વર્ષ 1991

  • કોંગ્રેસમાંથી મનોહરસિંહ જાડેજાને મેતાને ઉતારવામાં આવ્યા હતા
  • ભાજપમાંથી શિવલાલ વેકરીયાને રીપીટ કરવામાં આવ્યા હતા
  • 1991 માં ભાજપના શિવલાલ વેકરીયાની જીત થઈ હતી

વર્ષ 1996

  • ભાજપમાં જીત મેળવનાર શિવલાલ વેકરીયા એ કોંગ્રેસમાંથી ઉમેદવારી નોંધાવેલ
  • ભાજપમાંથી ડોક્ટર વલ્લભ કથીરિયા ને મેદાને ઉતારવામાં આવ્યા હતા
  • 1996 માં ભાજપના ડોક્ટર વલ્લભ કચેરીયાની જીત થઈ હતી

વર્ષ 1998

  • કોંગ્રેસમાંથી વિઠ્ઠલ રાદડિયાને મેદાને ઉતારવામાં આવ્યા હતા
  • ભાજપમાંથી ડોક્ટર વલ્લભ કથીરિયા ને રીપીટ કરવામાં આવ્યા હતા
  • 1998 માં ભાજપના ડોક્ટર વલ્લભ કચેરીયાની જીત થઈ હતી

વર્ષ 1999

  • કોંગ્રેસમાંથી વિઠ્ઠલ રાદડિયાને મેદાને ઉતારવામાં આવ્યા હતા
  • ભાજપમાંથી ડોક્ટર વલ્લભ કચેરીને મેદાને ઉતારવામાં આવ્યા હતા
  • 1999 માં ભાજપના ડોક્ટર વલ્લભ કથીરિયા ની જીત થઈ હતી

વર્ષ 2004

  • કોંગ્રેસ અને NCP ગઠ ગઠબંધન કરવામાં આવ્યું હતું, જેમાં NCP ના બળવંત મળવરને મેદાને ઉતારવામાં આવ્યા હતા
  • ભાજપના ડોક્ટર વલીપ કથીરિયા ને મેદાને ઉતારવામાં આવ્યા હતા
  • 2004 માં ભાજપના ડોક્ટર વલ્લભ કથીરિયાની જીત થઈ હતી

વર્ષ 2009

  • કોંગ્રેસમાંથી કુવરજી બાવળિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા
  • ભાજપમાંથી કિરણ પટેલને મેદાને ઉતારવામાં આવ્યા હતા
  • 2004 માં કોંગ્રેસના કુવરજી બાવળિયાની ચીત થઈ હતી

વર્ષ 2014

  • કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા
  • ભાજપમાંથી મોહન કુંડારીયાને મેદાનમાં ઉતારવામાં આવ્યા હતા
  • 2014 ના ભાજપના મોહન કુંડારીયાની જીત થઈ હતી

વર્ષ 2019

  • 2019 માં ભાજપના મોહન કુંડારીયાની જીત થઈ હતી

વર્ષ 2024

  • કોંગ્રેસમાંથી પરેશ ધાનાણીને મેદાને ઉતારવામાં આવ્યા છે
  • ભાજપમાંથી પરસોતમ રૂપાલાને મેદાને ઉતારવામાં આવ્યા છે

આ પણ વાંચો : VADODARA : ઉભરાતી ગટરની સ્થિતી વચ્ચેથી અંતિમયાત્રા પસાર થવા મજબૂર

Tags :
Advertisement

.

×