PMJAY માટે કડક SOP બનાવવા CMનો આદેશ
- રાજ્યમાં 'મેડિકલ માફિયા'ની હવે ખેર નથી
- કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રીનો કડક આદેશ
- ભૂપેન્દ્ર પટેલની કેબિનેટની બેઠકમાં કડક સૂચના
- PMJAY માટે કડક SOP બનાવવા કર્યો આદેશ
- લોકોને પરેશાની ન થાય તે જોવા CMની સૂચના
- ખોટી સારવાર ન થાય તેવી SOP બનાવવા આદેશ
- ટૂંક સમયમાં આરોગ્ય વિભાગ જાહેર કરશે કડક SOP
- PMJAY યોજના હોસ્પિટલ અંગે SOP જાહેર કરશે
- 4 પ્રકારની સારવાર અને ઓપરેશન માટે જાહેર થશે SOP
- હૃદયરોગ, કેન્સર, કિડની, ઘૂંટણની સારવાર અને ઓપરેશન સંબંધિત SOP જાહેર થશે
CM Bhupendra Patel : અમદાવાદના ખ્યાતિ કાંડ બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ( CM Bhupendra Patel) PMJAY માટે કડક SOP બનાવવા આદેશ કર્યો છે. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલ કાંડમાં 3 દર્દીના મોત થયા હતા અને PMJAY હેઠળ છેતરપિંડી કરાઇ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ આરોગ્ય વિભાગે તાબડતોબ એક્શન લીધા હતા અને આજે મળેલી કેબિનેટની બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે પણ ખોટી સારવાર ન થાય તેવી SOP બનાવવા આદેશ કર્યો છે.
PMJAY માટે કડક SOP બનાવવા આદેશ
આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલી કેબિનેટની બેઠકમાં ખ્યાતિ કાંડનો મુદ્દો પણ ગૂંજ્યો હતો. મુખ્યમંત્રીએ કેબિનેટની બેઠકમાં કડક આદેશ કર્યો હતો. તેમણે PMJAY માટે કડક SOP બનાવવા આદેશ કર્યો હતો.
આ પણ વાંચો----'ખ્યાતિ' બાદ જાણીતી 'સ્ટર્લિંગ હોસ્પિટલ' વિવાદમાં! દર્દીનાં પરિવારજનો એ Gujarat First નો માન્યો આભાર
ખોટી સારવાર ન થાય તેવી SOP બનાવવા આદેશ
મુખ્યમંત્રીએ લોકોને પરેશાની ન થાય તે જોવા અને ખોટી સારવાર ન થાય તેવી SOP બનાવવા આદેશ કર્યો હતો. મુખ્યમંત્રીની સુચના બાદ હવે ટૂંક સમયમાં આરોગ્ય વિભાગ કડક SOP જાહેર કરશે
Gandhinagar: કેબિનેટની બેઠકમાં CM નો કડક આદેશ | Gujarat First@Bhupendrapbjp @CMOGuj @irushikeshpatel @MoHFW_GUJARAT #gandhinagar #cmbhupendrapatel #cmo #rushikeshpatel #MedicalMafia #PMJAY #SOP #HealthcareReform #BhupendraPatel #GujaratCabinet #MedicalStandards #HealthReform… pic.twitter.com/9b84aqKHse
— Gujarat First (@GujaratFirst) November 20, 2024
PMJAY યોજના હોસ્પિટલ અંગે SOP જાહેર કરવામાં આવશે
ખાસ કરીને PMJAY યોજના હોસ્પિટલ અંગે SOP જાહેર કરવામાં આવશે. PMJAY યોજના અંતર્ગત
4 પ્રકારની સારવાર અને ઓપરેશન માટે SOP જાહેર થશે. જેમાં હૃદયરોગ, કેન્સર, કિડની, ઘૂંટણની સારવાર અને ઓપરેશન સંબંધિત SOP જાહેર થશે
ભૂપેન્દ્રભાઈએ ફરી એકવાર મીડિયા અંગે નિવેદન કર્યુ
આ ઉપરાંત મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈએ ફરી એકવાર મીડિયા અંગે નિવેદન કરતાં કહ્યું કે મીડિયા ધ્યાન દોરે એમ અમે સુધારા કરીએ છીએ. અમે ખામીઓ સુધારીને પ્રજાની સેવા કરીએ છીએ તેમ જણાવતા મુખ્યમંત્રીએ કહ્યું કે સાથે મળીને કામ કરીશું તો જ લક્ષ્ય સુધી પહોંચીશું. તેમણે એમ પણ કહ્યું કે વડાપ્રધાનનું સ્વપ્ન છે કે તેને આપણે સાકાર કરવાનું છે.
આ પણ વાંચો---Ahmedabad : ખ્યાતિ હોસ્પિટલ 'કાંડ' માં મોટા માથાઓ ક્યારે પકડાશે ? લોકોમાં અનેક સવાલ