દિલ્હી પછી આતંકીઓના નિશાને Rajasthan? પીકઅપ વાનમાંથી મોટી માત્રામાં વિસ્ફોટક સામગ્રી જપ્ત
- Rajasthan માં આતંકી હુમલાનું ષડયંત્ર નિષ્ફળ!
- રાજસમંદમાં પીકઅપ વાનમાંથી વિસ્ફોટકનો જથ્થો મળ્યો
- 10 કિમીના વિસ્તારને અસર કરી શકે તેટલો મોટો જથ્થો જપ્ત
- પોલીસે શંકાસ્પદ વેનની તપાસ કરતા વિસ્ફોટક મળ્યો
તાજેતરમાં રાજધાની દિલ્લીમાં (Delhi) કાર બ્લાસ્ટની ઘટનાને હજું નાગરિકો ભૂલી નથી શક્યા. આતંકી હુમલામાં સ્વજનોને ગૂમાવનારા લોકોની આંખોમાંથી આંસુ હજું સૂકાયા નથી. ત્યાં તો, આતંકવાદીઓ દેશમાં વધુ એક મોટા ષડયંત્રને પાર પાડવાની ફિરાકમાં હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે, રાજસ્થાનમાંથી (Rajasthan) પોલીસે પીકઅપ વાનમાંથી મોટી માત્રામાં વિસ્ફોટકનો જથ્થો જપ્ત કર્યો છે. મોટી માત્રામાં વિસ્ફોટક મળતા હડકંપ મચી ગયો છે.
Rajasthan પોલીસે તપાસ કરતા વાનમાંથી મળ્યો વિસ્ફોટક
રાજસ્થાન પોલીસે રાજસંમદમાંથી (Rajsamand) આ વિસ્ફોટક ભરેલી વાનને પકડી છે. પીકઅપ વાન રાજસ્થાનના આમેદથી નાથદ્વારા (Amed to Nathdwara) જઈ રહી હતી. શંકાનાં આધારે પોલીસે તપાસ કરતા વેનમાંથી વિસ્ફોટકનો જથ્થો મળી આવ્યો. આ પકડાયેલો જથ્થો એટલો મોટો છે કે, આસપાસનાં 10 કિલોમીટર સુધીના વિસ્તારને પ્રભાવિત કરી શકે છે.
આ પણ વાંચો - Sanchar Saathi : ‘સંચાર સાથી’ APP સંકટમાં! જાણીતી કંપનીઓએ મોબાઈલમાં પ્રી-લોડ કરવાનો કર્યો ઈનકાર
રાજસ્થાન પોલીસ એલર્ટ મોડ પર
વિસ્ફોટકનો જથ્થો મળ્યા પછી રાજસ્થાન પોલીસ (Rajasthan Police) એલર્ટ મોડ પર આવી ગઈ છે. તાબડતોડ અધિકારીઓને સૂચના આપવામાં આવી. તમામ વિસ્તારમાં પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. અવર-જવર કરતા તમામ વાહનોની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે.
ડ્રાઈવરની પૂછપરછમાં ખુલ્યા નામ
પીકઅપ વાન સાથે પકડાયેલા ડ્રાઈવરની પોલીસે કડક પૂછપરછ કરી હતી. ડ્રાઈવરે કેટલાક નામો આપ્યા છે. પોલીસે હાલ તો ડ્રાઈવરે આપેલા નામોને લઈને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
તાજેતરમાં પકડાયા હતા શંકાસ્પદ મૌલવી
થોડા દિવસ અગાઉ રાજસ્થાન પોલીસે શંકાસ્પદ 4 મૌલવીની અટકાયત કરી હતી. દરમિયાન, મૌલવી ઓસામા ઉમરનું કનેક્શન પાકિસ્તાની આતંકી સંગઠન તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP) સાથે નીકળ્યું હતું. આતંકી સંગઠનનું કનેક્શન સામે આવ્યા પછી રાજસ્થાન પોલીસ સતર્ક થઈ છે.
આ પણ વાંચો - Hyderabad News: થપ્પડ મારી, કચડી, ગળું દબાવ્યું... 4 વર્ષની માસૂમ બાળકી સાથે ક્રૂરતાનો વીડિયો વાયરલ


