ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Gujarat Firstએ શિક્ષકોની હકીકત અને વ્યથા દર્શાવ્યા બાદ આખરે શૈક્ષિક સંઘની પણ આંખ ઊઘડી

પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લા ફેરબદલીમાં છૂટા ન કરવાના મામલે વિવાદ થયો
06:59 PM Dec 24, 2024 IST | Vipul Sen
પ્રાથમિક શાળાના શિક્ષકોની જિલ્લા ફેરબદલીમાં છૂટા ન કરવાના મામલે વિવાદ થયો
Teachers @ Gujarat First

ગુજરાત ફર્સ્ટએ હકીકત અને વ્યથા દર્શાવ્યા બાદ આખરે શૈક્ષિક સંઘની પણ આંખ ઊઘડી છે. જેમાં પ્રાથમિક શાળાના શિક્ષકો (Teacher)ની જિલ્લા ફેરબદલીમાં છૂટા ન કરવાના મામલે વિવાદ થયો હતો. ત્યારે પ્રાથમિક શૈક્ષિક સંઘે ઝડપી શિક્ષકોની ભરતી માટે સરકાર પર દબાણ કર્યું છે. તેમજ ખાલી રહેતી તમામ જગ્યાઓ ભરવા શૈક્ષિક સંઘની રજૂઆત છે. જિલ્લા ફેરબદલી કેમ્પ બાદ ખાલી રહેતી જગ્યાઓના કારણે શિક્ષકોની બદલી થઈ શકી નથી.

 

50 ટકા કરતા વધુ મહેકમ જળવાતું હોય તે જગ્યાએ શિક્ષકોને છૂટા કરવા રજૂઆત

પ્રાથમિક શૈક્ષિક સંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખ્યો છે. જેમાં 50 ટકા કરતા વધુ મહેકમ જળવાતું હોય તે જગ્યાએ શિક્ષકો (Teacher)ને છૂટા કરવા રજૂઆત કરવામાં આવી છે. તેમજ જિલ્લા ફેરબદલી કેમ્પમાં શિક્ષકોને છૂટા ન કરતા હોવાની ફરિયાદ મળી છે. જેમાં ખાલી રહેતી જગ્યાઓમાં નવી ભરતી કરી વધુ શિક્ષકોને મુકવા રજૂઆત કરાઇ છે. જેમાં સોમવારે મુખ્યમંત્રી કક્ષાએ પણ જિલ્લા ફેરબદલી બાદ ખાલી રહેતી જગ્યાઓ બાબતે બેઠક કરી હતી.

જાણો શું છે સમગ્ર મામલો:

કચ્છના પ્રાથમિક શિક્ષણમાં શિક્ષકો (Teacher)ની અછત થતા ગંભીર પરિસ્થિતિ સર્જાઈ છે. જિલ્લામાં વધુ 1364 શિક્ષકો જિલ્લા ફેર બદલી કરાવીને વતનની વાટ પકડી છે. હજુ પણ જિલ્લા ફેર બદલીનો બીજો રાઉન્ડ બાકી હોવાનું પણ સામે આવી રહ્યું છે. આ બદલી કેમ્પનો અમલ કરવામાં આવશે. તો જિલ્લામાં 9496 ના મહેકમ સામે 50 ટકા જેટલી જગ્યા ખાલી થશે. જિલ્લાને 1600 શિક્ષક નવા મળવાના છે, તેના પહેલા તેનાથી વધુની સંખ્યામાં તો જિલ્લા ફેર બદલીઓ થઈ ચૂકી છે. એવી આશા હતી કે નવી ભરતીના કારણે જિલ્લામાં શિક્ષકોની ઘટ છે તે પુરાઇ જશે પરંતું તેના બદલે તો શિક્ષકો (Teacher)ની ઘટ વધી રહી છે.

આ પણ વાંચો: Amreli: ખેડૂતે પરંપરાગત ખેતી છોડીને આધુનિક ખેતી દ્વારા લાખો રૂપિયાની કમાણી કરી

3400 જેટલા શિક્ષકોએ ઘરની વાટ પકડીને જિલ્લા ફેર બદલીઓ કરાવી ગયા

વર્ષ 2023 અને 2024માં જિલ્લામાંથી કુલ 3400 જેટલા શિક્ષકો (Teacher)એ ઘરની વાટ પકડીને જિલ્લા ફેર બદલીઓ કરાવી ગયા છે. જિલ્લાના રાજકીય નેતાઓએ પણ આ બાબતે રાજ્ય સરકારને અસરકારક રજૂઆત કરવી જરૂરી છે. જો સરકાર દ્વારા શિક્ષણ બાબતે કચ્છ જિલ્લાની અપેક્ષા કરવામાં આવશે તો સરહદી જિલ્લામાં શિક્ષણની ગંભીર પરિસ્થિતિ ઊભી થશે. કચ્છમાં છેલ્લા ઘણા સમયથી શિક્ષકની ઘટ જોવા મળી રહી છે. એમાં પણ હવે 400 જેટલા શિક્ષકો ઓફ લાઇન અને 1364 જેટલા શિક્ષકો ઓનલાઇન ફેર બદલી કરી રહ્યા છે ત્યારે એમની સામે માત્ર 25 શિક્ષક જ કચ્છ આવ્યા છે, અત્યારે કચ્છમાં પ્રાથમિક સરકારી શાળામાં શિક્ષકોની મોટી ઘટ છે.

આ પણ વાંચો: Gujarat: ડો.બાબા સાહેબ આંબેડકર વિવાદ મુદ્દે CM ભૂપેન્દ્ર પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા

 

Tags :
Educational unionGujaratGujarat FirstGujarati NewsGujarati Top NewsKutch Gujarat NewsTeachersTop Gujarati News
Next Article