જમ્મુ-કાશ્મીર બાદ હવે આતંકીઓના નિશાના પર Ram Mandir ? આ સંગઠને ઉડાવી દેવાની આપી ધમકી
Ram Mandir : જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા ઘણા દિવસોથી આંતકીઓ (Terrorist) એ ડરનો માહોલ બનાવ્યો છે. હવે સમાચાર મળી રહ્યા છે કે, આતંકીઓ ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) ના અયોધ્યા (Ayodhya) માં રામ મંદિર (Ram Mandir) પર હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે. જીહા, આ અંગે જૈશ-એ-મોહમ્મદ (Jaish-e-Mohammed) નો એક ઓડિયો (Audio) સામે આવ્યો છે. આ ઓડિયો સામે આવ્યા બાદ રાજ્યની સરકારે અયોધ્યામાં સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી છે.
અયોધ્યા એલર્ટ મોડ પર
અયોધ્યા (Ayodhya) માં રામ મંદિર (Ram Mandir) ને ઉડાવી દેવાનો ઓડિયો (Audio) સામેે આવ્યા બાદ તપાસ એજન્સીઓ (Investigative Agencies) પણ સતર્ક થઈ ગઈ છે. રામનગરીમાં શકમંદો પર ખાસ નજર રાખવામાં આવી રહી છે અને ભીડવાળા વિસ્તારોમાં પોલીસ તૈનાત કરી દેવામાં આવી છે. જણાવી દઇએ કે, આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદની ધમકી બાદ અયોધ્યા એલર્ટ મોડ પર છે. રામ મંદિરની સાથે મહર્ષિ વાલ્મિકી એરપોર્ટ પર પણ સુરક્ષા વ્યવસ્થા વધારી દેવામાં આવી છે. અયોધ્યાના SSP રાજ કરણ નેય્યરે એરપોર્ટ પર સુરક્ષા વ્યવસ્થાની સમીક્ષા કરી હતી, પરંતુ તેમણે આતંકવાદી સંગઠનના ખતરા અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. મળી રહેલી માહિતી અનુસાર, જે ધમકીભર્યો ઓડિયો વાયરલ થઇ રહ્યો છે તેમા જૈશ-એ-મોહમ્મદનો આમીર નામનો આતંકવાદી હોય તેવું કહેતા સંભળાય છે કે અમારી મસ્જિદ હટાવી દેવાઈ છે અને મંદિર બનાવવામાં આવ્યું છે. હવે તેને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે. આતંકવાદી કહી રહ્યો છે કે અમારા 3 સાથીઓએ બલિદાન આપ્યું છે અને હવે આ મંદિરને તોડવું પડશે. એલર્ટની સાથે સુરક્ષા એજન્સીઓ ઓડિયોની તપાસ કરી રહી છે. રાજ્ય સરકારની સૂચના બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારની તમામ એજન્સીઓ હાઈ એલર્ટ પર છે.
ઓડિયો વાયરલ
કહેવામાં આવી રહ્યું છે કે જૈશ-એ-મોહમ્મદના ઓડિયો સંદેશમાં કહેવામાં આવ્યું છે કે, જે બાબરી મસ્જિદને તોડી રામ મંદિર બનાવવામાં આવ્યું હતું ત્યાં અમારા 3 લોકો માર્યા ગયા હતા, તેથી હવે રામ મંદિરને ઉડાવી દેવામાં આવશે. અયોધ્યાના રામ મંદિર પર હુમલાની ધમકી આ પહેલા પણ બે-ત્રણ વખત મળી ચુકી છે. ગત વર્ષે પણ ધમકીઓ મળી હતી. જોકે, તે પછી તે નકલી હોવાનું બહાર આવ્યું હતું. આ પહેલા 2005માં આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદે પણ અહીં હુમલો કર્યો હતો. હવે ફરી એકવાર અયોધ્યામાં જૈશ-એ-મોહમ્મદના નામે થયેલા આતંકવાદી હુમલાનો ઓડિયો વાયરલ થયો છે, જેથી તાત્કાલિક તકેદારી વધારી દેવામાં આવી છે. એલર્ટ બાદ અયોધ્યામાં સુરક્ષા વધારી દેવામાં આવી છે. મંદિર પરિસરમાં તેમજ તેની આસપાસ બેરીકેટીંગ વગેરેમાં પણ ચેકિગ વધારી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચો - AYODHYA : ભાજપની હાર પર આવ્યું મહંત રાજુદાસનું નિવેદન
આ પણ વાંચો - Anil Vij Ayodhya Comment : “કદાચ ત્યાં નાસ્તિકો જ રહે છે” અયોધ્યાના લોકોથી નારાજ અનિલ વિજ