ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

લેહ હિંસા બાદ પોલીસે એક્ટિવિસ્ટ Sonam Wangchuck ની કરી ધરપકડ, NSA હેઠળ મોટી કાર્યવાહી કરાઇ

લેહ હિંસક પ્રદર્શન મામલે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ Sonam Wangchuck ની ધરપકડ કરવામાં આવી છે,હિંસામાં 4 લોકોના મોત થયા હતા
04:37 PM Sep 26, 2025 IST | Mustak Malek
લેહ હિંસક પ્રદર્શન મામલે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ Sonam Wangchuck ની ધરપકડ કરવામાં આવી છે,હિંસામાં 4 લોકોના મોત થયા હતા
Sonam Wangchuck

ભારતના કેન્દ્રશાસિત પ્રદેશ લદ્દાખ (Ladakh)થી મોટા સમાચાર સામે આવ્યા છે. લદ્દાખને સંપૂર્ણ રાજ્યનો દરજ્જો અને બંધારણની છઠ્ઠી અનુસૂચિમાં સમાવેશ કરવાની માંગણીઓને લઈને લેહમાં હિંસક પ્રદર્શન થયા હતા. આ હિંસક પ્રદર્શન મામલે ક્લાઈમેટ એક્ટિવિસ્ટ સોનમ વાંગચુકની ધરપકડ કરવામાં આવી છે. લદ્દાખ પોલીસ દ્વારા શુક્રવારે મોટી કાર્યવાહી કરી છે.

એક્ટિવિસ્ટ Sonam Wangchuck સામે NSA હેઠળ કાર્યવાહી

નોંધનીય છે કે લેહમાં હિંસા ભડકાવવાના મામલે સોનમ વાંગચુક (Sonam Wangchuck)ની રાષ્ટ્રીય સુરક્ષા કાયદા (NSA) હેઠળ ધરપકડ કરવામાં છે. બુધવારે લેહમાં થયેલા હિંસક પ્રદર્શનોમાં ચાર લોકોનાં મોત થયા હતા અને 80થી વધુ લોકો ઘાયલ થયા હતા, જેમાં પોલીસકર્મીઓનો પણ સમાવેશ થાય છે. આ દરમિયાન વાહનોમાં આગચંપી અને સરકારી ઇમારતોમાં તોડફોડ જેવી ઘટનાઓ પણ સામે આવી હતી.

 

 

ગૃહ મંત્રાલયે  Sonam Wangchuck ને હિંસા મામલે જવાબદાર ઠેરવ્યા

કેન્દ્રીય ગૃહ મંત્રાલયે હિંસા માટે વાંગચુકના "ઉશ્કેરણીજનક ભાષણો" ને જવાબદાર ઠેરવ્યા હતા. જેમાં તેમણે નેપાળના 'જનરલ ઝેડ' વિરોધ પ્રદર્શનોનો ઉલ્લેખ કર્યો હતો. આ કાર્યવાહીના એક દિવસ પહેલા ગુરુવારે ગૃહ મંત્રાલયે વાંગચુક દ્વારા સ્થાપિત NGO, SECMOLનું વિદેશી યોગદાન નિયમન અધિનિયમ (FCRA) હેઠળનું લાઇસન્સ પણ રદ્દ કરી દીધું હતું. FCRAના કથિત ઉલ્લંઘન બદલ CBI દ્વારા તપાસ પણ શરૂ કરવામાં આવી છે.

Sonam Wangchuck આપ્યું હતું આ નિવેદન

 વાંગચુકે  ધરપકડ પહેલા આ કાર્યવાહીને "બલિનો બકરો બનાવવાની યુક્તિ" ગણાવી હતી અને કહ્યું હતું કે સરકાર લદ્દાખની મુખ્ય સમસ્યાઓથી ધ્યાન ભટકાવવા માંગે છે. હિંસા ફાટી નીકળતાં તેમણે તેમની 15 દિવસની ભૂખ હડતાળ પણ સમાપ્ત કરી દીધી હતી. લેહમાં પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે કર્ફ્યુ લાદવામાં આવ્યો છે, અને પોલીસ મહાનિર્દેશક (DGP) એસ.ડી. સિંહ જામવાલની આગેવાની હેઠળની ટીમે તેમની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો:   સોનમ વાંગચુકની સંસ્થા પર સરકારે કેમ લીધું કડક પગલું? FCRA લાઇસન્સ રદ કરાયું

Tags :
ArrestFCRAGujarat FirstLadakh PoliceLeh violenceNational Security ActSonam Wangchuk
Next Article