ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

Nitish : મને કામ જ કરવા દેવામાં આવતો ન હતો...

Nitish : નીતીશ (Nitish ) કુમારે બિહાર (Bihar)ના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ 9મી વખત રાજ્યના વડા તરીકે કમાન સંભાળશે. રાજભવનમાંથી રાજીનામું આપીને પરત ફરેલા નીતિશ કુમારે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે હું ઘણું...
12:06 PM Jan 28, 2024 IST | Vipul Pandya
Nitish : નીતીશ (Nitish ) કુમારે બિહાર (Bihar)ના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ 9મી વખત રાજ્યના વડા તરીકે કમાન સંભાળશે. રાજભવનમાંથી રાજીનામું આપીને પરત ફરેલા નીતિશ કુમારે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે હું ઘણું...
NITISH ATTACK ON RJD

Nitish : નીતીશ (Nitish ) કુમારે બિહાર (Bihar)ના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધું છે. હવે તેઓ 9મી વખત રાજ્યના વડા તરીકે કમાન સંભાળશે. રાજભવનમાંથી રાજીનામું આપીને પરત ફરેલા નીતિશ કુમારે મીડિયા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે હું ઘણું બધુ કરી રહ્યો હતો અને મને કામ જ કરવા દેવામાં આવતો ન હતો. નીતિશ કુમારે કહ્યું, 'આજે અમે રાજીનામું આપી દીધું છે. હવે સરકાર ખતમ કરવામાં આવી છે. તેમણે કહ્યું કે અમે નવું ગઠબંધન બનાવ્યું હતું પણ તેની સ્થિતિ સારી દેખાઈ રહી નથી. તેથી અમે અલગ થવાનું નક્કી કર્યું. નીતિશ કુમારે કહ્યું કે, તેમણે પાર્ટીના તમામ લોકોના અભિપ્રાય લીધા બાદ રાજીનામું આપ્યું છે. હવે નવા જોડાણમાં જઈ રહ્યા છીએ.

નીતિશ કુમારે પણ આરજેડી પર જોરદાર પ્રહારો કર્યા

રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારે કહ્યું કે મેં નવું ગઠબંધન કર્યું અને ઘણું કામ કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ કોઈ કામગીરી થઈ શકી ન હતી. આવી સ્થિતિમાં મેં અલગ થવાનું નક્કી કર્યું. નીતીશ કુમારે આગામી સરકાર વિશે સ્પષ્ટપણે કશું કહ્યું ન હતું. સંકેત આપીને તેમણે કહ્યું કે તમે જોશો, આગળ શું થાય છે. રાજીનામું આપ્યા બાદ નીતિશ કુમારે પણ આરજેડી પર જોરદાર પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે અમે આરજેડી સાથે સરકાર ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા હતા. નીતીશ કુમારે એમ પણ કહ્યું કે અમે જે પણ કર્યું, તેનો શ્રેય લેવાનો પ્રયાસ થયો.

મોટા નિર્ણયોનો શ્રેય લેવાનો પ્રયાસ

જેડીયુ નેતાએ સ્પષ્ટ કર્યું કે આરજેડી સરકારી નોકરીઓમાં ભરતી, અનામત અને જાતિની વસ્તી ગણતરીનો વ્યાપ વધારવા જેવા મોટા નિર્ણયોનો શ્રેય લેવાનો પ્રયાસ કરી રહી છે. આ કારણે તે અસલામતી અનુભવતા હતા અને અંતે તેમણે આ નિર્ણય લીધો છે. આરજેડી સાથેના મતભેદો અંગે નીતિશ કુમારે એ પણ સંકેત આપ્યો કે તેઓ લાંબા સમયથી તેમને સહન કરી રહ્યાં છે. નીતીશ કુમારે કહ્યું જે બધું કહેવામાં આવી રહ્યું હતું, પરંતુ આજ સુધી અમે કંઈ કહ્યું નથી અને મૌન રહ્યા. બિહારમાં સતત 18 વર્ષથી સત્તા પર રહેલા નીતીશ કુમારે આમ એક સાથે RJD અને INDIA એલાયન્સ પર નિશાન સાધ્યું છે અને હવે NDA તરફ વળ્યા છે.

નીતિશે જંગલ રાજથી બચાવવા રાજીનામું આપ્યું

આ દરમિયાન ગિરિરાજ સિંહનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું કે ભાજપ હંમેશા આરજેડીના જંગલરાજની વિરુદ્ધ છે. એટલા માટે અમે નીતિશ કુમારને તક આપી રહ્યા છીએ. તેમણે કહ્યું કે લાલુ તરફથી નીતિશ કુમાર પર તેજસ્વીને કમાન સોંપવા માટે સતત દબાણ હતું. જો આવું થયું હોત તો બિહાર ફરીથી જંગલરાજના યુગમાં પાછું ફર્યું હોત. તેનાથી બચવા માટે નીતિશ કુમારે રાજીનામું આપી દીધું છે.

જયરામ રમેશે નીતિશ કુમાર પર કરી ટિપ્પણી

નીતિશ કુમારે મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપ્યા બાદ કોંગ્રેસ નેતા જયરામ રમેશે નીતિશ કુમાર પર કરી ટિપ્પણી કરતાં કહ્યું કે નીતિશ કુમાર રાજનીતિમાં કાચિંડાને પણ ટક્કર આપી શકે છે. તેમણે કહ્યું કે નીતિશે બિહારના લોકો સાથે વિશ્વાસઘાત કર્યો છે. અને ભાજપનું ભારત જોડો ન્યાય યાત્રાથી ધ્યાન હટાવવાનું કાવતરૂં છે. આ રાજકીય નાટક રચવામાં આવ્યું છે તેમ જયરામ રમેશે કહ્યું હતું.

આ પણ વાંચો---BIHAR POLITICS NEWS. : મુખ્યમંત્રી પદેથી નીતિશનું રાજીનામુ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

 

Tags :
BiharBihar politicsBJPChief MinisterJDUloksabha electionloksabha election 2024nitish kumarResignationRJD
Next Article