ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમસૌરાષ્ટ્ર
Advertisement

J&K : રિયાસી અને કઠુઆ પછી આર્મી બેઝ પર ત્રીજો આતંકી હુમલો..

J&K : જમ્મુ-કાશ્મીર (J&K) માં આતંકીઓએ વધુ એક હુમલો કર્યો છે. મંગળવારે આતંકીઓએ ડોડા જિલ્લામાં આર્મીના ટેમ્પરરી ઓપરેટિંગ બેઝ (TOB) પર અચાનક જ હુમલો કર્યો હતો અને ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે આતંકવાદીઓની...
07:29 AM Jun 12, 2024 IST | Vipul Pandya
J&K : જમ્મુ-કાશ્મીર (J&K) માં આતંકીઓએ વધુ એક હુમલો કર્યો છે. મંગળવારે આતંકીઓએ ડોડા જિલ્લામાં આર્મીના ટેમ્પરરી ઓપરેટિંગ બેઝ (TOB) પર અચાનક જ હુમલો કર્યો હતો અને ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે આતંકવાદીઓની...
terrorist attack

J&K : જમ્મુ-કાશ્મીર (J&K) માં આતંકીઓએ વધુ એક હુમલો કર્યો છે. મંગળવારે આતંકીઓએ ડોડા જિલ્લામાં આર્મીના ટેમ્પરરી ઓપરેટિંગ બેઝ (TOB) પર અચાનક જ હુમલો કર્યો હતો અને ફાયરિંગ શરૂ કરી દીધું. જવાબી કાર્યવાહીમાં એક આતંકવાદી માર્યો ગયો હતો, જ્યારે આતંકવાદીઓની ગોળીઓથી એક નાગરિક ઘાયલ થયો હતો.

પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં છ સુરક્ષાકર્મીઓ ઘાયલ

હુમલા બાદ ડોડાના છત્રકલામાં પોલીસ અને આતંકવાદીઓ વચ્ચે શરૂ થયેલા એન્કાઉન્ટરમાં છ સુરક્ષાકર્મીઓ ઘાયલ થયાના અહેવાલ છે. આ હુમલા અંગે જમ્મુના ADGP આનંદ જૈને જણાવ્યું હતું કે, "આ ગોળીબારમાં એક આતંકવાદી માર્યો ગયો હતો અને એક નાગરિક ઘાયલ થયો હતો, પરંતુ હવે વિસ્તાર ખતરાની બહાર છે. ઓપરેશન હજુ પણ ચાલુ છે અને વરિષ્ઠ અધિકારીઓ સ્થળ પર છે." તમને જણાવી દઈએ કે રિયાસી અને કઠુઆ પછી છેલ્લા ત્રણ દિવસમાં જમ્મુ ક્ષેત્રમાં આ ત્રીજો આતંકી હુમલો છે.

આતંકીઓને ઠાર કર્યા બાદ આ હુમલો કરવામાં આવ્યો

ડોડા જિલ્લામાં આ આતંકવાદી હુમલો જમ્મુ અને કાશ્મીરના કઠુઆ જિલ્લામાં એક ઘર પર આતંકવાદીઓએ ગોળીબાર કર્યા પછી સુરક્ષા દળો સાથેની અથડામણમાં એક આતંકવાદી માર્યા ગયાના કલાકો પછી થયો હતો.

બે અલગ-અલગ વિસ્તારોમાં એન્કાઉન્ટર ચાલી રહ્યું છે

સૂત્રોના જણાવ્યા અનુસાર, મંગળવાર રાતથી જમ્મુ ડિવિઝનના અલગ-અલગ જિલ્લામાં આતંકવાદીઓ અને સુરક્ષા દળો વચ્ચે બે એન્કાઉન્ટર થયા છે. જમ્મુના સાંબા જિલ્લાના હીરાનગરના સાવલ વિસ્તારમાં મંગળવારે રાત્રે એન્કાઉન્ટર થયું, જ્યાં સુરક્ષા દળોએ એક આતંકવાદીને ઠાર કર્યો છે જ્યારે બીજાની શોધખોળ ચાલુ છે. અહીં ફાયરિંગમાં CRPFનો એક જવાન પણ ઘાયલ થયો હતો. બીજી એન્કાઉન્ટર જમ્મુના ડોડા જિલ્લાના છત્રકલા વિસ્તારમાં ચાલી રહી છે. આતંકવાદીઓએ છત્રકલા વિસ્તારમાં જમ્મુ-કાશ્મીર પોલીસ અને આર્મીના અસ્થાયી બેઝ પર ફાયરિંગ કર્યું હતું, ત્યારબાદ ત્યાં એન્કાઉન્ટર શરૂ થયું હતું. જમ્મુમાં છેલ્લા ત્રણ દિવસમાં ત્રણ એન્કાઉન્ટર થયા છે.

બે મકાનો પર ગોળીબાર કર્યો

સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે સાંજે લગભગ 7.55 વાગ્યે જમ્મુના કઠુઆ જિલ્લાના હીરાનગર વિસ્તારના સૈદા ગામમાં બેથી ચાર સશસ્ત્ર આતંકવાદીઓ જોવા મળ્યા હતા. બે આતંકવાદીઓએ સૌદા ગામમાં એક ઘરનો દરવાજો ખટખટાવ્યો અને તે ઘરની મહિલા પાસે પાણી માંગ્યું. જ્યારે મહિલાએ પાણી આપવાની ના પાડી ત્યારે બંને આતંકીઓ આ મહિલાની બાજુમાં રહેતા ઓમકારના ઘરના ગેટ પર ગયા હતા. અહીં પહોંચતા જ તેઓએ દરવાજા પર ફાયરિંગ શરૂ કરી દીધું હતું. આ ફાયરિંગમાં ઓમકારને હાથ પર ગોળી વાગી હતી. આતંકવાદીઓએ ત્યાંથી બાઇક પર જઇ રહેલા એક કપલને પણ નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ ભાગી છૂટ્યા હતા. આતંકવાદીઓએ 15 થી 20 રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો અવાજ સાંભળીને નજીકના ગ્રામજનોએ સુરક્ષા દળોને જાણ કરી હતી. જે બાદ પોલીસ અને સુરક્ષા દળો અહીં પહોંચ્યા હતા. હાલ આ વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહ સતત સંપર્કમાં

કેન્દ્રીય મંત્રી ડો. જિતેન્દ્ર સિંહે આ હુમલા અંગે X પર પોસ્ટ કર્યું અને લખ્યું કે “આંતરરાષ્ટ્રીય સરહદ નજીક હીરાનગર સેક્ટરના સૈદા ગામમાં એક ઘર પર થયેલા આતંકવાદી હુમલાને ધ્યાનમાં રાખીને હું ડીસી કઠુઆ રાકેશ મિન્હાસ સાથે સતત સંપર્કમાં છું. હું ઘટનાસ્થળે રહેલા એસએસપી કઠુઆ અનાયત અલી ચૌધરી સાથે પણ સંપર્કમાં છું. જે ઘર પર હુમલો થયો હતો તેના માલિક સાથે પણ ફોન પર વાત કરી હતી. આતંકીઓને શોધવા માટે ઓપરેશન ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં એક આતંકી માર્યો ગયો છે. હું અને મારી ઓફિસ સતત સંપર્કમાં છીએ અને ઘટનાક્રમ પર નજીકથી નજર રાખીએ છીએ.

આ પણ વાંચો----- રિયાસી બાદ હવે કઠુઆમાં આતંકીઓએ કરી Firing, એક આતંકીવાદી ઠાર

Tags :
dodaGujarat FirstJ&Kjammu Kashmir PoliceKathuanational newsRiasisecurity forcestemporary operating base of the armyTerrorist attackterrorists
Next Article