Nepal માં તખ્તાપલટ બાદ હવે સત્તા સેનાના હાથમાં, આર્મી ચીફે કરી જાહેરાત
- Nepal રાજકિય અસ્થિરતા બાદ હવે દેશની કમાન સેના સંભાળશે
- Nepal માં GEN-Z ના ઉગ્ર વિરોધ પ્રદર્શન કરીને સત્તા તખ્તાપલટ કરાવી દીધી છે
- પ્રદર્શનકારીઓ પર થયેલી હિંસા અને 20 લોકોના મોત યુવાનો વધુ હિંસક બન્યા હતા
Nepal માં GEN-Z ના ઉગ્ર વિરોધ પ્રદર્શનો વચ્ચે વડાપ્રધાન કે.પી. શર્મા ઓલીના રાજીનામાથી રાજકીય સંકટ વધી ગયું છે. સોમવારે પ્રદર્શનકારીઓ પર થયેલી હિંસા અને 20 લોકોના મોત બાદ મંગળવારે યુવાનોનો ગુસ્સો ફાટી નીકળ્યો. વિરોધીઓએ રાષ્ટ્રપતિ નિવાસ, સુપ્રીમ કોર્ટ, સંસદ અને અન્ય મુખ્ય સરકારી ઇમારતોમાં તોડફોડ અને આગજની કરી. ઓલીના મંત્રીમંડળના સભ્યોના એક પછી એક રાજીનામા બાદ, ઓલીએ પણ હાર સ્વીકારી અને રાષ્ટ્રપતિ રામચંદ્ર પૌડેલને પોતાનું રાજીનામું સોંપ્યું, જે સ્વીકારાયું. આ દરમિયાન, નેપાળી સેના દેશભરમાં સુરક્ષા સ્થિતિને સંભાળવા તૈયારી કરી રહી છે, જ્યારે આર્મી ચીફ જનરલ અશોક રાજ સિગ્ડેલે શાંતિની અપીલ કરી છે. સાથે હવે સત્તા પણ હાથમાં લીધી છે.
Nepal માં હવે સત્તાની કમાન દેશની સેના સંભાળશે
મંગળવારે સાંજે જનરલ અશોક રાજ સિગ્ડેલે 2 મિનિટ 40 સેકન્ડના વીડિયો સંદેશમાં નાગરિકોને શાંતિ અને સુરક્ષા જાળવવા વિનંતી કરી. તેમણે પ્રદર્શન દરમિયાન જાહેર સંપત્તિ અને જાનમાલના નુકસાન પર દુ:ખ વ્યક્ત કર્યું અને પ્રદર્શનકારીઓને વાતચીત દ્વારા શાંતિપૂર્ણ ઉકેલ લાવવા હાકલ કરી. તેમણે જણાવ્યું, “વર્તમાન મુશ્કેલ પરિસ્થિતિને સામાન્ય બનાવવી અને રાષ્ટ્રના સર્વોચ્ચ હિતોનું રક્ષણ કરવું એ દરેક નેપાળીની સહિયારી જવાબદારી છે. હું વિરોધ કાર્યક્રમો સ્થગિત કરવા અને વાતચીતનો માર્ગ અપનાવવા અપીલ કરું છું.
Nepal માં GEN-Z ના ઉગ્ર વિરોધ પ્રદર્શનથી દેશમાં ભારે બબાલ
વિરોધ પ્રદર્શનો દરમિયાન સંસદ ભવન, સિંઘા દરબાર, અને ઘણા રાજકીય નેતાઓના નિવાસસ્થાનો પર હુમલા થયા. વડાપ્રધાન ઓલી અને રાષ્ટ્રપતિ પૌડેલના ઘરોમાં આગજની થઈ, જ્યારે પૂર્વ વડાપ્રધાનો પુષ્પ કમલ દહાલ ‘પ્રચંડ’ અને શેર બહાદુર દેઉબાના નિવાસસ્થાનોમાં તોડફોડ થઈ. જ્યારે હિંસા વધી અને નેતાઓ પર સીધા હુમલા થયા, ત્યારે નેપાળી સેનાએ માનવતાવાદી ધોરણે હસ્તક્ષેપ કરીને ઓલી સહિત અન્ય નેતાઓને સુરક્ષિત સ્થળોએ ખસેડ્યા. સેનાએ મંગળવારે રાત્રે 10 વાગ્યાથી સુરક્ષા વ્યવસ્થા સંભાળવાની જાહેરાત કરી
નેપાળ 2008માં 239 વર્ષ જૂની રાજાશાહીના અંત બાદથી રાજકીય અસ્થિરતાનો સામનો કરી રહ્યું છે. આજ સુધી 14 સરકારો બદલાઈ ચૂકી છે, અને કોઈ પણ સરકાર પાંચ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કરી શકી નથી. ઓલી, જેઓ 73 વર્ષની વયે ચોથી વખત વડાપ્રધાન બન્યા હતા, તેમણે સોમવારે સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂક્યો હતો, જે પાછળથી રદ કરવામાં આવ્યો. આ પ્રતિબંધે યુવાનોમાં રોષ ફેલાવ્યો, જે ભ્રષ્ટાચાર અને નેતાઓની વિશેષાધિકારો સામેના આંદોલનમાં ફેરવાઈ ગયો.
આંદોલનનું મૂળ કારણ સોશિયલ મીડિયા પ્રતિબંધ હતું, પરંતુ તે ભ્રષ્ટાચાર, નેતાઓની વિશેષાધિકારો અને યુવાનોમાં બેરોજગારીના મુદ્દાઓ પર વિસ્તર્યું. નેપાળમાં 20% યુવા બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, અને દરરોજ 2,000થી વધુ યુવાનો મધ્ય પૂર્વ અને દક્ષિણ-પૂર્વ એશિયામાં નોકરીની શોધમાં દેશ છોડી રહ્યા છે. પ્રદર્શનકારીઓ સંસદનું વિસર્જન, નવી ચૂંટણીઓ અને ભ્રષ્ટ નેતાઓ સામે કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે
આ પણ વાંચો: નેપાળમાં અમદાવાદ સહિત ગુજરાતના 100થી વધુ પ્રવાસીઓ ફસાયા, હિંસક ટોળાથી બચાવ્યો જીવ