Kankrejમાં થળી જાગીર મઠના મહંતના નિધન બાદ વિવાદ વકર્યો
- બનાસકાંઠાના કાંકરેજમાં જાગીર મઠમાં ગાદીનો વિવાદ
- થળી જાગીર મઠના મહંતના નિધન બાદ વિવાદ વકર્યો
- નવા મહંતની ચાદર વિધિ મુદ્દે વિવાદ વધુ ઉગ્ર બની શકે છે
- દેવ દરબાર તરફથી શંકરપુરીની મહંત તરીકે વરણી કરાઈ
- બીજી તરફ અન્ય સમાજે અંકિતપુરીને મહંત તરીકે નિમ્યા
- દેવ દરબારમાં રાજપૂત સમાજની બેઠકમાં ગાદીપતિની ચર્ચા
- ગાદીપતિ નિમણૂકમાં દેવદરબારનો હક્ક છેઃ બળદેવનાથ
Kankrej : બનાસકાંઠાના કાંકરેજ (Kankrej)તાલુકામાં કેવળપુરી થળી જાગીર મઠના મહંત જગદીશપુરીના નિધન બાદ હવે વિવાદ વકર્યો છે..નવા ગાદીપતિ તરીકે મહંતની નિયુક્તિને લઈને વિવાદ ઉગ્ર બનવાના એંધાણ છે..દેવ દરબાર જાગીર મઠના મહંત બળદેવ નાથ બાપુએ નવા મહંત તરીકે શંકરપુરીની વરણી કરી હતી તો બીજી તરફ આસપાસના ગામના લોકોએ નવા ગાદીપતિ તરીકે મહંત અંકિતપુરીની ચાદર વિધી કરી હતી...જોકે હવે આ મુદ્દે વિવાદ વધુ વકરી રહ્યો છે.
સાડા ચારસો વર્ષ જૂના પૌરાણિક મઠના ગાદીનો વિવાદ
સાડા ચારસો વર્ષ જૂના પૌરાણિક મઠના ગાદીનો વિવાદ હવે વકરી રહ્યો છે. બનાસકાંઠાના કાંકરેજ તાલુકામાં કેવળપુરી થળી જાગીર મઠના મહંત જગદીશપુરીના નિધન બાદ થળી જાગીર મઠના મહંતના નિધન બાદ વિવાદ વકર્યો છે અને નવા મહંતની ચાદર વિધિ મુદ્દે વિવાદ વધુ ઉગ્ર બની શકે છે.
આ પણ વાંચો---Junagadh : ગાદી વિવાદમાં મહંત હરિગીરી બાપુની પ્રતિક્રિયા, બીજી તરફ બ્રહ્મલીન મહંતના પરિજનોની પોલીસને અરજી
દેવ દરબાર તરફથી શંકરપુરીની મહંત તરીકે વરણી
થળી જાગીર મઠના મહંત તરીકે દેવ દરબાર તરફથી શંકરપુરીની મહંત તરીકે વરણી કરાઈ છે જ્યારે બીજી તરફ અન્ય સમાજે અંકિતપુરીને મહંત તરીકે નિમ્યા છે. દેવ દરબારમાં રાજપૂત સમાજની બેઠકમાં ગાદીપતિની ચર્ચા થઇ હતી અને બળદેવનાથ બાપુએ ગાદીપતિ નિમણૂકમાં દેવદરબારનો હક્ક છે તેમ જણાવ્યું હતું.
અન્ય સમાજે અંકિતપુરીને મહંત તરીકે નિમ્યા
સમાધી વખતની વિધી વખતે શંકરપુરી મહારાજની નિમણૂકને લઇ સ્થાનિક પક્ષે કોઇ નમતું ના જોખતાં ગાદીનો વિવાદ વધુ વકરી રહ્યો છે. દેવ દરબારમાં રાજપૂત સમાજની બેઠકમાં ગાદીપતિની ચર્ચા થઇ હતી.
આ પણ વાંચો---Patan: બાળકના સોદાગર સુરેશ ઠાકોરની રાજનેતાઓ સાથેની તસવીરો વાયરલ, શંકાના ઘેરામાં આવ્યા...